By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    Indus treaty, Pakistan water crisis, India-Pakistan treaty
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    Indus treaty, Pakistan water crisis, India-Pakistan treaty
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    Indus treaty, Pakistan water crisis, India-Pakistan treaty
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    Indus treaty, Pakistan water crisis, India-Pakistan treaty
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    Indus treaty, Pakistan water crisis, India-Pakistan treaty
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: સિંધુ સંધિ શું છે? શું તેનાથી પાકિસ્તાનમાં પાણી, વીજળી અને કૃષિમાં કટોકટી સર્જાશે?
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > સિંધુ સંધિ શું છે? શું તેનાથી પાકિસ્તાનમાં પાણી, વીજળી અને કૃષિમાં કટોકટી સર્જાશે?
Top Newsદુનીયાભારત

સિંધુ સંધિ શું છે? શું તેનાથી પાકિસ્તાનમાં પાણી, વીજળી અને કૃષિમાં કટોકટી સર્જાશે?

ભારતની વોટર સ્ટ્રાઈકથી પાકિસ્તાન પર કેવી અસર પડશે? : ભારતને ભારે ફાયદો થશે : સિંધુ-ચિનાબ-સતલજના પાણીનો ઉપયોગ હાઇડ્રો પ્રોજેક્ટ્સ માટે થશે

Hotline News
Last updated: April 26, 2025 2:31 PM
Hotline News - Editor Published April 26, 2025
SHARE

પહલગામની બસરન વેલીમાં નિર્દોપ હિન્દુ ટૂરિસ્ટો પર આતંકવાદીઓએ હુમલો કર્યા બાદ ભારતે કેબિનેટ કમિટી ઑન સિક્યોરિટીની બેઠકમાં સિંધુ જળકરારને સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી દીધી હતી. આ કરાર 1960ની 19 સપ્ટેમ્બરે કરાચીમાં થયો હતો અને એના પર તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નેહરુ અને પાકિસ્તાનના જનરલ અયુબ ખાને હસ્તાક્ષર કર્યા હતા.

9 વર્ષની લાંબી વાતચીત અને ચર્ચા બાદ એના પર હસ્તાક્ષર થયા હતા. વર્લ્ડ બેન્ક પણ પણ એમાં મધ્યસ્થ છે. આ કરાર પાકિસ્તાનને વધારે ફાયદામંદ છે, કારણ કે એની શરતો અનુસાર એ સિંધુ નદીનું 80 ટકા જળ મેળવે છે અને ભારતને માત્ર 20 ટકા હિસ્સો મળે છે.

શું છે આ કરાર?
ભારત અને પાકિસ્તાનના વિભાજન બાદ સિંધુ નદીના પાણીના મુદ્દે બેઉ દેશો વચ્ચે વિવાદ થતા હતા, પણ 9 વર્ષની વાતચીત અને વિચારણા તથા વર્લ્ડ બેન્કની મધ્યસ્થી બાદ સિંધુ જળકરાર કરવામાં આવ્યા હતા. સિંધુ નદી પ્રણાલીમાં સિંધુ સાથે બીજી પાંચ સહાયક નદીઓ રાવી, બિયાસ, ઝેલમ, સતલજ અને ચિનાબનો સમાવેશ છે.

આ નદીઓના પાણીના ઉપયોગ મુદ્દે આ કરાર થયા છે. એમાં ત્રણ નદી સિંધુ, ચિનાબ અને ઝેલમને પશ્ચિમી નદીઓ માનીને એના પાણીનો ઉપયોગ કરવાની પાકિસ્તાનને છૂટ અપાઈ છે. રાવી, બિયાસ અને સતલજને પૂર્વની નદીઓ માનીને એના જળનો ઉપયોગ કરવાની ભારતને છૂટ છે. સિંધુ નદીના 80 ટકા પાણી પર પાકિસ્તાનનો અને 20 ટકા પાણી પર ભારતનો અધિકાર છે.

પાકિસ્તાનને શું નુકસાન થશે?
સિંચાઈને ખતરો : પાકિસ્તાનમાં 90 ટકા જમીન એટલે કે 4.7 કરોડ એકર જમીન પર લહેરાતા પાકને પાણી નહીં મળે, કારણ કે સિંધુ નદી પાકિસ્તાનની લાઇફલાઇન છે. ખેતીથી પાકિસ્તાનની રાષ્ટ્રિય આવકમાં 23 ટકાનું યોગદાન હોય છે અને એના પર અસર પડશે. 68 ટકા ગ્રામીણ જનતા ખેતી પર આશ્રિત છે એને અસર થશે.

ખાધ સુરક્ષાને ખતરો : પાકિસ્તાનના પંજાબ અને સિંધ પ્રાંતમાં ખેતી સિંધુ નદીના પાણી પર નિર્ભર છે. સિંધુ નદીનો 93 ટકા હિસ્સો પાકિસ્તાન સિંચાઈ માટે વાપરે છે. પાણી નહીં મળે તો અનાજનું ઉત્પાદન ઘટી શકે છે અને ખાદ્ય સુરક્ષાને ખતરો પહોંચી શકે છે.

અંધારપટ છવાશે : પાકિસ્તાનના તારબેલા અને મંગલ હાઈડ્રો પાવર પ્રોજેક્ટને પણ અસર થશે. વીજળીના ઉત્પાદનમાં 30થી 50 ટકા કાપ મુકાશે.તેથી અનેક શહેરોમાં અંધારપટ છવાઈ જવાની આશંકા છે.

પીવાનું પાણી નહીં મળે : સિંધુ અને એની સહાયક નદીઓનાં પાણી શહેરો અને ગામીણ વિસ્તારોમાં પીવાના પાણીનો મુખ્ય સ્રોત છે. 21 કરોડ લોકોને પીવાના પાણીની સમસ્યા નડશે. કરાચી, લાહોર અને મુલતાન શહેરને પાણી નહીંમળે તો અશાંતિ ફેલાશે.

સિંધુ નદીના પાણીને રોકવા પર રોક
સિંધુ જળકરાર અનુસાર ભારત નદીનું પાણી ડેમ બનાવીને રોકી શકે એમ નથી. કરારની ’રન ઑફ ધ રિવર’ જોગવાઈ અનુસાર ભારત જળવિદ્યુત યોજના બનાવીને વીજળી પેદા કરી શકે, પણ પાણી રોકી શકે નહીં.

સિંધુ વોટર કમિશન
આ કરાર હેઠળ ભારત અને પાકિસ્તાને સ્થાયી કમિશનરોની નિયુક્તિ સાથે સિંધુ વોટર કમિશન બનાવ્યું છે. આ કમિશનની વર્ષમાં કમસે કમ એક વાર બેઠક મળવી જરૂરી છે. આની છેલ્લી બેઠક 2022ના મે મહિનામાં દિલ્હીમાં યોજાઈ હતી.

વિવાદ થાય તો ઉકેલ કેવી રીતે લાવવો?
કરારની શરતો મુજબ જો બે દેશો વચ્ચે વિવાદ થાય તો બેઉ દેશોએ સાથે બેસીને શાંતિપૂર્ણ રીતે એનો ઉકેલ લાવવાનો રહેશે. વિવાદનું નિરાકરણ આપસી વાતચીત દ્વારા લાવવાનું રહેશે. એમાં ઉકેલ ન આવે તો સિંધુ વોટર કમિશન પાસે જવાનું રહેશે.

જો કમિશન પણ ઉકેલ લાવી ન શકે તો કેસ આંતરરાષ્ટ્રીય કોર્ટમાં લડવામાં આવશે અને કોર્ટનો નિર્ણય બેઉ પક્ષોએ સ્વીકારવો પડશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લાં 65 વર્ષમાં અને વાર યુદ્ધ થયાં છે, પણ કરાર સસ્પેન્ડ કરવામાં આવ્યો નથી. પહેલી વાર ભારત સરકારે આવું પગલું ભર્યું છે.

ભારત પાસેના વિકલ્પ
પાકિસ્તાન એમ માનતું હોય કે ભારતનો આ નિર્ણય એકતરફી છે અને એ કરારમાંથી બહાર નીકળી શકે એમ નથી તો એ ભૂલભરેલું છે. વિયેના કન્વેન્શન હેઠળ ભારત એ આધારે આ કરારમાંથી બહાર નીકળી શકે છે કે પાકિસ્તાન એની સામે આતંકવાદી ગ્રુપોનો ઉપયોગ કરી રહ્યું છે. ઇન્ટરનેશનલ કોર્ટ પણ માને છે કે જો વર્તમાન પરિસ્થિતિમાં કોઈ બદલાવ નહીં થાય તો કરાર રદ કરી શકાય છે.

ભારતને શું ફાયદો થશે?
સિંધુ જળકરાર સસ્પેન્ડ કરવાથી ભારતને સિંધુ નદીના પાણીના વપરાશ માટે વધારે વિકલ્પ મળશે. એની સહાયક નદીઓના પાણીના વપરાશ માટે ભારત પર કોઈ રોક લાગશે નહીં. વળી ભારત પશ્ચિમી નદીઓ સિંધુ, ઝેલમ અને ચિનાબ પર રિઝર્વોયર બાંધી શકશે.

ભારત હાલમાં ઝેલમની સહાયક નદી કિશનગંગા પર કિશનગંગા હાઈડ્રો-ઈલેક્ટ્રિક પ્રોજેક્ટ અને ચિનાબ પર રાતલે હાઈડ્રો-ઈલેક્ટ્રિક પ્રોજેક્ટ બાંધી રહ્યું છે. આ પ્રોજેક્ટનું નિરીક્ષણ કરવા માટે પાકિસ્તાની અધિકારીઓને ભારત હવે રોકી શકે એમ છે.

આશ્ચર્ય છે કે કરારમાં કોઈ એક્ઝિટ ક્લોઝ નથી રાખ્યો
1960માં બે દેશો વચ્ચે થયેલા આ કરારમાં સૌથી નવાઈની વાત એ છે કે એમાં કોઈ એક્ઝિટ ક્લોઝ નથી. એનો અર્થ એ છે કે ભારત કે પાકિસ્તાન એકતરફી રીતે એને રદ કરી શકે એમ નથી. કરારની કોઈ આખરી તારીખ પણ નથી. એમાં કોઈ પણ સુધારો કરવો હોય તો બેઉ દેશોની સહમતી જરૂરી છે. ભારતે કરારમાં સુધારો કરવા માટે 2023ના જાન્યુઆરીમાં ઈસ્લામાબાદને નોટિસ મોકલી હતી. આ મુદ્દે હજી પાકિસ્તાને જવાબ આપ્યો નથી.

ભારત તરત સિંધુ નદીના પાણીનો રેલો રોકી શકશે!
સિંધુ નદીના પાકિસ્તાનમાં જતા પાણીને ભારત આગામી થોડાં વર્ષ સુધી રોકી શકે એમ નથી, કારણ કે પાણી રોકવા માટે કે એને બીજે વાળી દેવા માટે ભારત પાસે કોઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર નથી.

એ ઊભું કરતાં સમય લાગી શકે છે. જોકે કરાર સસ્પેન્ડ કરવાથી કરારની શરતોમાંથી ભારતને છૂટ મળી જશે અને ભારત હાલમાં એના વિવિધ પ્રોજેક્ટ પર કામ ચાલુ રાખી શકશે.

જેમાં બે હાઈડ્રો-ઈલેક્ટ્રિક પ્રોજેક્ટનો સમાવેશ છે. ભારત કિશનગંગા રિઝર્વોયરમાં જમા થયેલા કાંપને બહાર કાઢવા માટે રિઝર્વોયર ફલશિંગ કરી શકશે. આનાથી પાણી સંઘરવાની ક્ષમતામાં વધારો થશે અને પ્રોજેક્ટની લાઇફ વધી જશે.

You Might Also Like

ગુડગાંવમાં યુવતી સાથે લિવ-ઈન પાર્ટનરની બર્બરતા, 3 દિવસ માટે જીવન નર્ક બની ગયું

સ્મોક, એક્શન, હિંસા… ડ્રગ લોર્ડ ‘અલ મેન્ચો’ના મૃત્યુ પર મેક્સિકો સળગી રહ્યું છે

ગુજરાતના પ્રથમ પ્રવાસમાં જોવા મળ્યા નીતિન નવીનના અનેક રૂપ, કાર્યકરો સાથે બેઠા રાષ્ટ્રીય અધ્યક્ષ

સચિન પાયલોટ બની શકે છે ગુજરાતના પ્રભારી, રાજકીય વર્તુળોમાં ઝડપથી ઉભરી રહ્યું છે નામ

બુલડોઝર ગર્જ્યું, 1489 ગેરકાયદે મિલકતો તોડી પાડવાની કામગીરી શરૂ

#hotlinenewsIndia
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Indus treaty, Pakistan water crisis, India-Pakistan treaty
Top Newsગુજરાત
જૂનાગઢ મહાશિવરાત્રીના મેળાથી પરત ફરી રહેલી કાર રેલ્વે પુલ સાથે અથડાઈ, 3 મિત્રોના મોત, એક ગંભીર
Hotline News Hotline News February 16, 2026
દિલ્હીના તબીબો દ્વારા 19 વર્ષની છોકરીના પેટમાંથી 10 કિલોની ગાંઠ કાઢી લેવામાં આવી, નવું જીવન મળ્યું
અમદાવાદ એરપોર્ટની અંદર ખુલ્લી નમાઝનો વીડિયો થયો વાયરલ, મુસાફરોએ ઉઠાવ્યા સવાલ
મનપા દ્વારા બહેનો માટે રક્ષાબંધંનના પાવન અવસરે મફતમાં મુસાફરીની જાહેરાત
‘રાહુલ ગાંધી હંમેશની જેમ ચૂંટણી પછી જ વાંધા રજૂ કરશે?’: ચૂંટણી પંચ
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Indus treaty, Pakistan water crisis, India-Pakistan treaty
Top Newsખેલકૂદ

IND vs SA: દક્ષિણ આફ્રિકા સામેની મેચ પહેલા ભારતની ચિંતા વધી, આ ઝડપી બોલર હાર્દિકના શોટથી ઘાયલ થયો

Hotline News Hotline News February 23, 2026
Indus treaty, Pakistan water crisis, India-Pakistan treaty
Top Newsગુજરાત

ફ્લેટ પર આવો… યુવતીએ બોલાવ્યા પછી કપડાં ઉતારી દીધા, 1 કરોડની છેતરપિંડીનો હનીટ્રેપનો કિસ્સો

Hotline News Hotline News February 23, 2026
Indus treaty, Pakistan water crisis, India-Pakistan treaty
Top Newsગુજરાત

ગુજરાતના દરિયાકાંઠે ‘અલ મુખ્તાર’ નામની વિદેશી બોટ ઝડપાઈ, 5 કરોડની વિદેશી સિગારેટ સાથે 4 ઈરાનીની ધરપકડ

Hotline News Hotline News February 23, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?