રેલવેએ મહિલાઓ વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગ યાત્રીઓ માટે લોઅર બર્થની સુવિધા શરૂ કરી છે. દક્ષિણ-પૂર્વ રેલવેએ પ્રેસ યાદીમાં જણાવ્યું છે કે, લોકસભામાં પ્રશ્નનો ઉતર આપતા કેન્દ્રીય રેલ મંત્રી અશ્ર્વિની વૈષ્ણવે ભારતીય રેલવેની એ પહેલને ઉજાગર કરી છે.
જે અંતર્ગત વરિષ્ઠ નાગરીકો મહિલાઓ અને વિકલાંગો માટે લોઅર બર્થની ઉપલબ્ધતા નિશ્ચિત કરવામાં આવશે. આ લોકો માટે લોઅર બર્થ માટે આરક્ષિત કોટા હશે.
આ જોગવાઈ ટ્રેનોમાં કોચોની સંખ્યાનાં આધારે લાગુ કરવામાં આવી છે. જેથી યાત્રીઓને અધિકતમ સુવિધા મળી શકે.રેલમંત્રીએ જણાવ્યું હતું કે, વિકલાંગો માટે આ સુવિધા બધી મેલ અને એકસપ્રેસ ટ્રેનોમાં લાગુ છે. જેમાં રાજધાની અને શતાબ્દી જેવી ટ્રેનો પણ સામેલ છે.
યાત્રા દરમ્યાન જો કોઈ નીચલી બર્થ ખાલી રહે છે તો એ બર્થોને વરિષ્ઠ નાગરીકો વિકલાંગ વ્યકિતઓ અને ગર્ભવતી મહિલાઓને પ્રાથમિકતાનાં આધારે ફાળવવામાં આવે છે. જેમને પહેલા મિડલ કે અપર બર્થ ફાળવાઈ હોય આરામદાયક યાત્રા માટે પગલૂ ઉઠાવવામાં આવ્યું છે.