પહેલગામ હુમલા બાદ સુરક્ષા દળોની આતંકીઓ વિરૂદ્ધ કાર્યવાહી ચાલુ છે.સુરક્ષા દળોએ પુલવામાં શોપીયા અને ફુલ ગામમાં આતંકીઓનાં ઘર આઈઈડીથી ધ્વસ્ત કરી નાખ્યા છે અને સતત એકશન લેવાઈ રહ્યા છે.
શોપિયાનાં ચોટીપોરામાં એક સક્રિય ટોચનો લશ્કરનો આતંકી કમાન્ડર શાહીદ અહમદ ફુદેનાં ઘરને સુરક્ષા દળોએ જમીનદોસ્ત કરી નાખ્યુ હતું. શાહીદ છેલ્લા ત્રણ-ચાર વર્ષથી સક્રિય છે અને અનેક રાષ્ટ્રવિરોધી ગતિવિધીમાં સામેલ છે.
શુક્રવારને રાત્રે સુરક્ષા દળોએ ફુલગામનાં કિવમોહમાં આતંકી જાકીર ગનીનાં કિવમોહમાં આતંકી જાકીર ગનીનાં ઘરને તોડી પાડયુ છે. જાકીર 2023 માં લશ્કરમાં સામેલ થયો હતો.પહેલગામ હુમલા બાદ અત્યાર સુધી સુરક્ષા દળો દ્વારા કુલ પાંચ આતંકીઓના ઘર ધ્વસ્ત કરવામાં આવ્યા છે.
આતંકી અહેસાન ઉલનું ઘર તોડી પડાયું:
આ પહેલાં શૂક્રવારે પુલવામામાં સેનાએ એક વધુ આતંકીનુ ઘર ધ્વસ્ત કર્યુ હતું. સુત્રો મુજબ પુલવામામાં જૈશ એ મોહમ્મદના આતંકી અહેસાન ઉલ હકકનાં ઘરને માટીમાં મેળવી દીધુ હતું. આ પહેલા બે વધુ આતંકીઓનાં ઘરને સુરક્ષા દળોએ તબાહ કરી દીધા હતા જેમાં અનંતનાગ જીલ્લાનાં બિજબેહરાનાં પ્રાંતના ગોરી વિસ્તારનાં એક આતંકીના ઘરને બોમ્બથી ઉડાવી દીધુ હતુ.
જયારે બીજા શંકાસ્પદનાં ઘર પર બુલડોઝર ફેરવી દેવાયું હતું. જાણવા મળતી વિગત મુજબ બહેસાને 2018 માં પાકિસ્તાનમાં તાલીમ લીધી હતી અને હાલમાં જ તે કાશ્મીરની ખીણમાં દાખલ થયો હતો તે પહેલગામ હુમલાનો શંકાસ્પદ આતંકી છે.શંકાસ્પદ વસ્તુઓ જોવા મળતા
ઘર ઉડાવ્યું: દક્ષિણ કાશ્મીરનાં ગુરીના એક ગામમાં સુરક્ષા દળોએ ચલાવેલ સર્ચ ઓપરેશન દરમ્યાન એક શંકાસ્પદ આતંકીનાં ઘરને ઉડાવી દીધુ હતું. સુત્રોએ જણાવ્યું હતું કે ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન દરમ્યાન એક શંકાસ્પદ આતંકીનું ઘર બોમ્બથી ઉડાવી દીધુ હતું.