ભારતીય રેલવેની અન્ય સર્વિસ સાથે ટૂર મેનેજ કરતી બ્રાન્ચ ઇન્ડિયન રેલવે કેટરિંગ ઍન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC)એ આજે 25 એપ્રિલથી જમ્મુ-કાશ્મીરની એની બધી જ પ્રી-પ્લાન્ડ ટૂર હાલ રોકી દીધી છે. સહેલાણીઓની સુરક્ષા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું IRCTCએ જણાવ્યું છે.
ભારતીય રેલવેના IRCTC દ્વારા જમ્મુ-કાશ્મીર માટે ‘જન્નત-એ-કાશ્મીર વિથ વૈષ્ણોદેવી દર્શન’, ‘કાશ્મીર – ધ પેરેડાઇઝ ઑન અર્થ’ અને ’અતુલ્ય ભારત’ સહિતની અન્ય કેટલીક ટૂર ગોઠવવામાં આવતી હોય છે. આગળની સૂચનાઓ ન મળે ત્યાં સુધી જમ્મુ-કાશ્મીરની એ બધી જ ટૂર રોકી દેવામાં આવી છે.
પહેલેથી જે સહેલાણીઓએ એ માટે બુકિંગ કરાવ્યું હશે એ ટૂરિસ્ટોને પણ જો એ ટૂરમાં ન જવું હોય અને બુકિંગ કેન્સલ કરવું હોય તે તેમને ફુલ રીફન્ડ આપવામાં આવશે. સહેલાણીઓની સુરક્ષા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું IRCTCએ જણાવ્યું હતું.
હાલ IRCTCની જે ટૂર ઑલરેડી ચાલુ છે એમાં 170 સહેલાણીઓ ત્યાં છે. એમાંથી 20 મુંબઈના છે. મુંબઈના સહેલાણીઓ સાથે IRCTC સંપર્કમાં છે અને તેમને સુર ક્ષિત રીતે મુંબઈ પહોંચાડવામાં આવશે.