પહેલગામ હુમલા બાદ નાગરીક ઉડ્ડયન મંત્રીના સખ્ત નિર્દેશ છતા પણ શ્રીનગરથી દિલ્હી અને અન્ય જગ્યાઓ માટે પરત ફરી રહેલા પર્યટકો માટે વિમાન ટીકીટ મોંઘી થઈ રહી છે.
ગુરૂવારે શ્રીનગરથી દિલ્હી વચ્ચે વિમાનની ટિકીટનો ભાવ 9 હજારથી 19 હજાર સુધીનો રહ્યો હતો. સામાન્ય દિવસોમાં ટિકીટની કિંમત પાંચથી સાત હજાર રૂપિયા હોય છે.
ઉલ્લેખનીય છે કે, પહેલગામ આતંકી હુમલા બાદ મોટી સંખ્યામાં લોકો કાશ્મીરથી નીકળવા માંગે છે જેને લઈને કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ બધી વિમાન કંપનીઓને નિર્દેશ આપ્યો હતો કે તે વિમાન ટીકીટ ભાડાની કિંમતો નિયંત્રણમાં રાખે તેના પર સરકાર દ્વારા વોચ રાખવામાં આવી રહી છે. જોકે આમ છતાં પણ સામાન્ય દિવસોની તુલનામાં ટિકીટનાં ભાવ વધુ છે.
સવારે શ્રીનગરથી દિલ્હીની ફલાઈટની ટિકીટ 9 હજારમાં મળતી હતી જે જે બપોરે 14 થી 15 હજારમાં મળતી હતી. ઉલ્લેખનીય છે કે મંત્રાલયનાં હસ્તક્ષેપ બાદ વિમાન કંપનીઓએ શ્રીનગર આવતા જતા યાત્રીઓને 30 એપ્રિલ સુધી ટીકીટ રદ કરાવવા કે પછી યાત્રાની તારીખમાં ફેરફાર કરવા પર બધા પ્રકારનાં ચાર્જને હટાવી લીધા હતા. પણ તત્કાલ ટિકીટ સામાન્ય દિવસોમાં પણ મોંઘી છે.
બીજી બાજુ મુંબઈ માટેની ફલાઈટની ટીકીટ સસ્તી હતી સ્પાઈસ જેટ, ઈન્ડીગો, એર ઈન્ડીયા એકસપ્રેસ તરફથી શ્રીનગરથી મુંબઈની વિમાની સેવા ઉપલબ્ધ કરાઈ હતી. સીધી મુંબઈ જતી વિમાનની ટીકીટ ભાવ સસ્તા હતા. જયારે શ્રીનગરથી દિલ્હી થઈને મુંબઈ જતી ફલાઈટની ટિકીટનાં ભાવ 13 હજારથી વધુ હતા. જયારે જયરે રોકાયા વિના મુંબઈ જતી અકાસા એર અને એર ઈન્ડીયાનાં ટિકીટના ભાવ 10 હજારથી વધુ હતા.