એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ અભિનેતા મહેશ બાબુને 27 એપ્રિલના રોજ હૈદરાબાદ સ્થિત રિયલ એસ્ટેટ કંપનીઓમાં મની લોન્ડરિંગની તપાસમાં સમન્સ પાઠવ્યું છે. આ પહેલા 18 એપ્રિલે EDએ તેલંગાણામાં ઘણી જગ્યાએ દરોડા પાડ્યા હતા.
ED અનુસાર, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે હૈદરાબાદના સિકંદરાબાદ, જ્યુબિલી હિલ્સ અને બોવનપલ્લી વિસ્તારોમાં દરોડા પાડ્યા હતા. મની લોન્ડરિંગ કેસમાં સુરાના ગ્રુપ અને સાંઈ સૂર્યા ડેવલપર્સ સામે દરોડા પાડવામાં આવ્યા હતા.
મળતી અનુસાર, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે બુધવારે રિયલ એસ્ટેટ રોકાણકારો સાથે કથિત છેતરપિંડીનો કેસ થી જોડાયેલ મની લોન્ડરિંગની તપાસના ભાગરૂપે અનેક સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. સુરાણા ગ્રુપ અને સાંઈ સૂર્યા ડેવલપર્સ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. સિકંદરાબાદ, જ્યુબિલી હિલ્સ અને બોવેનપલ્લી સ્થિત જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા.
PMLA હેઠળની તપાસ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ સમયસર પૂર્ણ ન કરવાના આરોપો સાથે સંબંધિત છે. સાઈ સૂર્યા ડેવલપર્સના માલિક કાંચરલા સતીશ ચંદ્ર ગુપ્તા ‘ગ્રીન મીડોઝ’ નામના પ્રોજેક્ટમાં કથિત ક્ષતિઓ બદલ પોલીસ તપાસનો સામનો કરી રહ્યા છે. અભિનેતા મહેશ બાબુ આ પ્રોજેક્ટના બ્રાન્ડ એમ્બેસેડર હતા. જો કે તેની સામે હજુ સુધી કોઈ આરોપ નથી.
32 વર્ષીય સોફ્ટવેર એન્જિનિયરે હૈદરાબાદના વેંગલ રાવ નગર સ્થિત અગ્રણી રિયલ એસ્ટેટ ફર્મ કાંચરલા સતીશ ચંદ્ર ગુપ્તા અને તેમની કંપની વિરુદ્ધ સ્થાનિક પોલીસમાં છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે.