અક્ષયકુમારની ફિલ્મ ’કેસરી : ચેપ્ટર 2’રિલીઝ થઈ છે. આ ફિલ્મની અત્યારે સારી એવી ચર્ચા છે ત્યારે અક્ષયકુમાર અને તેના ચાહકોને નિરાશા થાય એવા સમાચાર છે. રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મ એની રિલીઝના ગણતરીના કલાકોમાં જ ઓનલાઇન લીક થઈ ગઈ હતી અને અનેક વેબસાઇટ પર અલગ-અલગ ફોર્મેટમાં અપલોડ થઈ છે.
‘કેસરી : ચેપ્ટર-2’માં અક્ષયકુમારે વકીલ સી. શંકરન નાયરનો રોલ ભજવ્યો છે. આ ફિલ્મમાં તેના સિવાય આર. માધવન અને અનન્યા પાંડે પણ છે. નોંધનીય છે કે તાજેતરમાં અક્ષયકુમારે આ ફિલ્મ જોતી વખતે ફોનનો ઉપયોગ ન કરવાની વિનંતી કરી હતી.
અક્ષયે કહ્યું હતું કે, ‘હું બધાને વિનંતી કરું છું કે ફિલ્મ જોતી વખતે તમારો ફોન ખિસ્સામાં રાખજો અને દરેક ડાયલોગ ધ્યાનથી સાંભળજો. જો તમે સોશ્યલ મીડિયા જોશો તો આ ફિલ્મનું અપમાન હશે.’
અક્ષય કુમારે આ ફિલ્મ માટે કેટલી ફી લીધી?
’કેસરી : ચેપ્ટર 2’માં અક્ષયકુમાર દમદાર રોલમાં જોવા મળે છે. ’ફોર્બ્સ’ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે અક્ષય એક ફિલ્મ માટે 60થી 145 કરોડ રૂપિયા જેટલી ફી લે છે.
જોકે હાલમાં એક ઇન્ટરવ્યુમાં અક્ષયે ખુલાસો કર્યો હતો કે ’હવે હું ફિલ્મો માટે ફી નથી લેતો, પણ એને બદલે પ્રોફટિમાં શેર લેવાનું પસંદ કરું છું. જો કોઈ ફિલ્મ હિટ થાય તો અમને લાભ મળે છે અને સફળ ન જાય તો અમને કોઈ પૈસા નથી મળતા.’