પૂર્વી દિલ્હીના મુસ્તુફાબાદ વિસ્તારમાં એક 6 માળની નિર્માણધીન બિલ્ડીંગ અચાનક મધરાત્રે ઘસી પડતા ચાર લોકોના મોત થયા હતા. અનેક લોકો કાટમાળમાં દબાયા હોવાની આશંકા છે.
આ દુર્ઘટનાના સીસીટીવી વીડીયો પણ બહાર આવ્યો છે. જેમાં દુર્ઘટના બાદ તરત ધૂળના ગોટા નજરે પડે છે. સીસીટીવી કેમેરા પાસેની ગલીમાં જ લાગેલો હતો.
આ વિડીયો બતાવે છે કે, દુર્ઘટના કેટલી ભયાનક હતી સીસીટીવી ફૂટેજમાં દુર્ઘટનાનો સમય રાત્રે 2-39 નો જોવા મળે છે. દુર્ઘટનાને નજરે જોનાર સાક્ષીએ જણાવ્યું હતું કે અહી બે પુરૂષ, બે પુત્રવધુઓ, તેમનો પરિવાર અને ભાડુઆત રહે છે.સૌથી મોટી વહુના ત્રણ બાળકો છે બીજી વહુના પણ ત્રણ બાળકો છે.
હાલ તેમનો કોઈ પતો નથી. હાલ કાટમાળમાં 8-10 લોકો ફસાયેલા છે.જયારે દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે 14 લોકોને બચાવી લીધા છે. જેમાં ચારના મોત થયા છે. બચાવ અભિયાન ચાલુ છે. 8-10 લોકો હજુ ફસાયેલાની આશંકા છે.