અભિનેતા ઈમરાન હાશ્મીએ તાજેતરમાં એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ તકે તેઓએ મહત્વ ની વાત કરી હતી જેમાં 38 વર્ષ પછી પહેલીવાર શ્રીનગરમાં પ્રદર્શિત થશે બોલિવૂડ ફિલ્મ રિલીઝ થશે તેમાં જણાવ્યું હતું.
ઈમરાન હાશ્મીએ જણાવ્યું હતું કે આગામી ફિલ્મ ‘ગ્રાઉન્ડ ઝીરો’નું સ્ક્રીનિંગ શ્રીનગરમાં યોજાશે. 38 વર્ષ પછી ખીણમાં બોલિવૂડની કોઈ ફિલ્મ દર્શાવવામાં આવશે તેવું આ પ્રથમ વખત બનશે.
તેણે પોતે જ નિર્માતાઓને આ સૂચન કર્યું હતું. આ પહેલા ઈમરાન હાશ્મીએ પણ એક ઈન્ટરવ્યુમાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે, 18 એપ્રિલે શ્રીનગરમાં BSF જવાનો માટે ફિલ્મ ‘ગ્રાઉન્ડ ઝીરો’ દર્શાવવામાં આવશે.
આ સિવાય જ્યારે ઈમરાનને પૂછવામાં આવ્યું કે આ ફિલ્મમાં આર્મી યુનિફોર્મ પહેરીને પાત્રને જીવવાનો અનુભવ કેવો રહ્યો? તેણે કહ્યું, “તે હંમેશા અભિનેતાની યાદીમાં હોય છે. બાયોડેટામાં અમે એક અધિકારીની ભૂમિકા ભજવી છે.
છેલ્લા 20 વર્ષથી, હું પણ આવી વાર્તા અને આવી જગ્યાનો ભાગ બનવા માંગતો હતો, જે પ્રેરણાદાયી અને દેશભક્તિની હોય. 2017માં હું BSFની બોર્ડર પર રાજસ્થાન ગયો હતો અને તેમની સાથે વાત કર્યા પછી, એક દિવસ મને એવું લાગ્યું કે એક એવુ કિરદાર મળી જાય જે લાઇફ ટાઇમ યાદ રહી જાય. અને સીમાચિહ્નરૂપ ભૂમિકા રહેશે. ઈમરાન હાશ્મીએ વધુમાં કહ્યું, ’હું ભાગ્યશાળી છું કે સાત વર્ષ પછી વિજયે મને આ રોલ આપ્યો અને આવા ઓપરેશન અને પાત્ર નરેન્દ્ર નાથ ધર દુબે જીની જીવનકથા ખૂબ જ પ્રેરણાદાયી છે. ફિલ્મ ‘ગ્રાઉન્ડ ઝીરો’ 25 એપ્રિલ 2025ના રોજ રીલિઝ થવા જઈ રહી છે. તેનું નિર્દેશન તેજસ વિજય દેઓસ્કરે કર્યું છે.