દેશના અનેક ભાગોમાં હવામાન પલ્ટો સર્જાયો હતો. ખાસ કરીને ઉતર ભારતનાં રાજયોમાં વરસાદ સાથે ઝંઝાવાત સર્જાયો હતો. પાટનગર દિલ્હીમાં ધૂળની આંધી ફુંકાઈ હતી.
ધૂળ સાથે 80 કીમીની ઝડપે પવન ફુંકાતા લોકો પરેશાનીમાં મુકાયા હતા. લોકોએ ચહેરા ઢાંકી દેવા પડયા હતા. વૃક્ષો-દિવાલ ધરાશાયી થયા હતા 15 જેટલી ફલાઈટ પણ ડાઈવર્ટ કરવી પડી હતી.