વિશ્વના શ્રેષ્ઠ 50 સ્ટ્રીટફૂડની યાદીમાં ભારતીય પરાઠા, કુલચા તથા ભટુરેનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાંથી પરાઠા તથા અમૃતસરી કુલચા તો ટોપ-10 માં સામેલ થયા છે.
ટેસ્ટ એટલાસ દ્વારા ચાલુ વર્ષનાં વિશ્વનાં ટોપ-50 સ્ટ્રીટફૂડનુ લીસ્ટ જાહેર કરાયું છે. તેમા ભારતની ત્રણ વાનગીનો સમાવેશ થાય છે. દક્ષિણ ભારતીય પરાઠાને પાંચમો નંબર આપ્યો છે. જયારે પંજાબનાં અમૃતસરી કુલચા 6ઠ્ઠા સ્થાને છે.
દિલ્હીના છોલે ભટૂરેને 40 મો નંબર મળ્યો છે. વિશ્વનું નંબર વન સ્ટ્રીટ ફૂડ તરીકે અલ્જીરીયાનું ગરનટીટા છે. ચીનનું ગૌટી નંબર 2 તથા ઈન્ડોનેશીયાની વાનગી શીયોમે નંબર-3 પર છે.