દેશમાં હવે મતદાર યાદી અને આધારને જોડવા માટેની ચુંટણીપંચે શરૂ કરેલી કવાયતમાં અત્યાર સુધીમાં 66 કરોડ લોકોએ મતદાર યાદી અને આધાર લીંકઅપ કરાયા છે પણ જેઓએ હજું આ પ્રકારે આધાર-લીંકઅપ કરાવ્યા નથી અથવા કરાવવા માંગતા નથી.
તેઓએ શા માટે તેઓ મતદાર યાદી- આધાર લીંકઅપ કરાવવા માંગતા નથી તેનું કારણ આપવા મતદાર યાદી નોંધણી અધિકારી સમક્ષ હાજર થવું પડશે. દેશમાં આધારને એક બાદ એક સેવા સાથે લીંકઅપ કરવામાં આવી રહી છે.
જો કે અગાઉ ચુંટણી પંચે જ સુપ્રીમ કોર્ટમાં ખાતરી આપી હતી કે આધાર-મતદાર યાદી લીંકઅપ ફરજીયાત નહી હોય અને જો મતદાર ઈચ્છે તો તેનો આધાર ડેટા આપશે નહી તો તેના મતદાર તરીકેના સ્ટેટસને અસર થશે નહી. દેશમાં મતદાર યાદીમાં નામોના ડુપ્લીકેશન અને અનેક બોગસ મતદારો નોંધાયા છે.
તેમની ચકાસણી કરવા માટે ચુંટણી પંચે હાલમાંજ મતદાર યાદી અને આધારને લીંકઅપ કરાવવા હવે ઝુંબેશ છેડી છે અને તેનાથી બોગસ આધાર નંબર પણ દુર કરવાનો કેન્દ્ર સરકારનો પ્લાન છે. હાલમાં જ અનેક રાજયમાં મતદાર યાદી સુધારણા હેઠળ જે રીતે નામોની બાદબાકી, ઉમેરો થયો તે પણ એક વિવાદ બની ગયો હતો અને પંચ હજુ તેના સંતોષકારક જવાબ આપી શકી નથી ત્યાંજ આ મુદો ફરી સુપ્રીમમાં જાય તેવી શકયતા છે.