જો આપે કયારેય કોઈ ગ્રાહક સેવા કેન્દ્રમાં ફોન કર્યો હોય તો ખરેખર આપ આ પંકિતઓથી વાકેફ હશો.કૃપયા આપ પ્રતિક્ષા કરો….આપનો કોલ ટ્રાન્સફર કરવામાં આવી રહ્યો છે.
આ લાઈનો સાંભળવામાં ભારતીયોના 15 અબજ કલાકો વપરાઈ ગયા.સર્વીસ નાઉની કસ્ટમર એકસપિરિયન્સ રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનૂસાર 2024 માં ભારતીયોએ ગ્રાહક સેવા પર ફરિયાદ નોંધાવવા માટે 15 અબજ કલાકો સુધી રાહ જોઈએ.
2023 ની તુલનામાં હાલત થોડી સુધરી
2023 ની તુલનામાં 2024 માં સુધારો આવ્યો છે. ભારતીયોએ 2023 ની તુલનામાં 3.2 કલાક ઓછો સમય ફરિયાદોમાં વીતાવ્યો છે.
સર્વેની મુખ્ય બાબતો
39 ટકા ગ્રાહકોને હોલ્ડ પર રાખવામાં આવેલા જેથી તેમને પરેશાની થયેલી. 36 ટકા લોકોના કોલ અનેક લોકોને સ્થળાંતરિત કરવામાં મુશ્કેલી સહન કરવી પડતી 34 ટકા લોકો માને છે કે કંપનીઓ ફરિયાદને જટીલ બનાવે છે.
આ સર્વેમાં એવી બાબત બહાર આવી કે 49 ટકા ગ્રાહકો સમસ્યાનું ઝડપથી સમાધાન ઈચ્છે છે. 48 ટકા ગ્રાહકો વધુ યોગ્ય ગ્રાહક સેવા એજન્ટ ઈચ્છે છે. 46 ટકા હોલ્ડનો ઓછો સમય ઈચ્છે છે.