By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: રણની 50 ડિગ્રી ગરમીમાં મહિલા ખેડૂતે સફરજન ઉગાડયા
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > ગુજરાત > રણની 50 ડિગ્રી ગરમીમાં મહિલા ખેડૂતે સફરજન ઉગાડયા
ગુજરાત

રણની 50 ડિગ્રી ગરમીમાં મહિલા ખેડૂતે સફરજન ઉગાડયા

અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી ....રણની મધ્યમાં ઉગાડયું હિમાલયનું સોનું!

Hotline News
Last updated: March 26, 2025 1:29 PM
Hotline News - Editor Published March 26, 2025
SHARE

અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી આ કહેવતની જેમ રણમાં રેતીના ઢગલા વચ્‍ચે જ્‍યાં તાપમાન ૫૦ ડિગ્રી સુધી પહોંચી જાય છે તેવી જગ્‍યાએ આ મહિલા ખેડૂતે શિમલાના સફરજન ઉગાડીને કમાલ કરી દેખાડયો છે.

રાજસ્‍થાનનું થાર તેના રણ માટે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે, આ રણ એકદમ સૂકું છે. અહીં ઉનાળામાં તાપમાન ૪૯ ડિગ્રી સેલ્‍સિયસ સુધી પહોંચી જાય છે, પરંતુ હવે આ રણ બદલાઈ રહયું છે. મૂળ હિમાલયના ખોળામાં ઉગતા સફરજને થારની ગરમ અને શુષ્‍ક ધરતીને પોતાનું ઘર બનાવી લીધું છે. અહીંના સીકર અને જુનજુનુંના ખેડૂતો માટે જે અશક્‍ય લાગતું હતું, તે હવે સફળ થયું છે. જે હવે ફળો માટેના ઠંડા વાતાવરણની પારંપરિક માન્‍યતાને દૂર કરી રહયા છે.

સીકરના બેરી ગામના ખેડૂત સંતોષ ખેદાર ક્‍યારેય નહોતું વિચાર્યું કે તેમનો નાનકડો પ્રયોગ સફરજનની વાડીમાં બદલાઈ જશે. ગુજરાતમાં નેશનલ ઇનોવેશન ફાઉન્‍ડેશન દ્વારા વર્ષ ૨૦૧૫માં તેમને આપવામાં આવેલ એક છોડ સફરજનના મોટા ખેતરમાં ફેરવાઈ ગયો છે, જે પ્રત્‍યેક સીઝનમાં ૬૦૦૦ કિલોથી વધુ ફળનું ઉત્‍પાદન આપે છે.

ખેડૂત સંતોષના પુત્ર રાહુલે કહ્‍યું કે, ‘‘અમારી પાસે રાજસ્‍થાન ઓર્ગેનિક સર્ટિફિકેશન એજન્‍સીનું ઓર્ગેનિક ફાર્મિંગ સર્ટિફિકેટ છે, જેથી જો હિમાચલ અને કાશ્‍મીરના સફરજનની માર્કેટ પ્રાઇસ ૧૦૦ રૂપિયા પ્રતિ કિલો હોય, તો અમે તેને ૧૫૦ રૂપિયા પ્રતિ કિલો પર વેચી રહયા છીએ.” જણાવી દઈએ કે રાહુલે એગ્રિકલ્‍ચરનો અભ્‍યાસ કર્યો છે અને પરિવારના ખેતરોનું ધ્‍યાન પણ રાખે છે.

આ પરિવારે પોતાના ૧.૨૫ એકરના ખેતરમાં લાંબા સમયથી લીંબુ, જામફળ અને મોસંબીની ખેતી કરી છે, પરંતુ સફરજનનું વૃક્ષ તેમને કલ્‍પના સમાન લાગતું હતું. સંતોષે કહયું, ‘‘શરૂઆતમાં અમને શંકા હતી.” ‘‘અમે છોડને પાણી આપ્‍યું જરૂરિયાત અનુસાર ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ કર્યો. એક વર્ષ બાદ અમે તેની પર સફરજન ઉગતા જોયા હતા.”

શરૂઆતમાં તેમના વિચાર પર પાડોશી હસ્‍યા હતા અને તેમની મજાક ઉડાવી હતી, પરંતુ સંતોષના વૃક્ષે તેમના અવિશ્વાસની ચિંતા નહોતી કરી. બીજા વર્ષમાં આ વૃક્ષથી લગભગ ૪૦ કિલો ફળ મળ્‍યા હતા.

આ અનિશ્‍ચિત સફળતાનો રાઝ સફરજનની ણ્‍ય્‍પ્‍ફ-૯૯ વેરાયટી છે, જેને ખાસ વધુ પડતા તાપમાનને સહન કરવા માટે તૈયાર કરવામાં આવી છે. રાહુલે કહ્‍યું, ‘‘આ જાત શુષ્‍ક વિસ્‍તારોમાં ઉગી શકે છે, જ્‍યાં ઉનાળામાં તાપમાન ૪૦ ડિગ્રી સેલ્‍સિયસથી વધુ હોય છે.” આ પરિણામો જોઈને સંતોષ અને તેના પરિવારે વધુ રોપા ખરીદ્યા અને પોતાની વાળીને ૧૦૦ વૃક્ષો સુધી વધારવા માટે ગ્રાફિ્‌ટંગ ટેક્‍નોલોજીનો ઉપયોગ કર્યો. તેમણે કહયું, ‘‘અબ તો પાની ભી કોની લાગે જ્‍યાદા (હવે તો પાણી પણ વધુ નથી જોઇતું).”

સફરજનના વૃક્ષને મેચ્‍યોર થયા બાદ ખૂબ ઓછી સિંચાઇની જરૂર પડે છે. હોર્ટિકલ્‍ચરના ડેપ્‍યુટી ડિરેક્‍ટર મદનલાલ જાટે કહયું, ‘‘જયારે છોડ ૫ વર્ષનો થઇ જાય છે, તો તેને દર બે સપ્‍તાહે એક જ વખત પાણીની જરૂર પડે છે.” ‘‘ફેબ્રુઆરીમાં ફૂલ આવવાની શરૂઆત થઇ જાય છે અને જૂન સુધી સફરજન કાપણી માટે તૈયાર થઇ જાય છે.”

જે લોકો એક સમયે સંતોષની મજાક ઉડાવતા હતા, હવે તેઓ તેમનાં પગલે ચાલવા ઉત્‍સુક છે. તેમણે પોતાની સ્‍થાનિક ભાષામાં કહયું, ‘‘જો માન્‍યા કોન્‍યા વે ઇબ પોધો માંગે હૈ.”, એટલે કેઃ ‘‘જે લોકો વિશ્વાસ નહોતા કરતા, તેઓ હવે છોડ માંગે છે.” નજીકના કટરાથલ ગામના ખેડૂત મોહિત ચૌધરીએ ૫૦ સફરજનના વૃક્ષો વાવ્‍યા છે. હોર્ટિકલ્‍ચર અધિકારી જાટને આ ટ્રેન્‍ડ વધતો જણાય છે. તેમણે કહયું કે, ‘‘૧૦ વર્ષ પહેલાં બાડમેરમાં લોકો ખજૂર અને દાડમની ખેતી કરતા હતા. હવે ચિત્તોડગઢ અને ભીલવાડામાં ખેડૂતો સ્‍ટ્રોબેરી ઉગાડી રહ્‍યા છે.” તેમણે કહયું, ‘‘પાંચ વર્ષમાં સફરજનની ખેતી વધુ વિસ્‍તારોમાં પણ ફેલાઈ શકે છે.”

You Might Also Like

ગુડગાંવમાં યુવતી સાથે લિવ-ઈન પાર્ટનરની બર્બરતા, 3 દિવસ માટે જીવન નર્ક બની ગયું

સ્મોક, એક્શન, હિંસા… ડ્રગ લોર્ડ ‘અલ મેન્ચો’ના મૃત્યુ પર મેક્સિકો સળગી રહ્યું છે

ગુજરાતના પ્રથમ પ્રવાસમાં જોવા મળ્યા નીતિન નવીનના અનેક રૂપ, કાર્યકરો સાથે બેઠા રાષ્ટ્રીય અધ્યક્ષ

સચિન પાયલોટ બની શકે છે ગુજરાતના પ્રભારી, રાજકીય વર્તુળોમાં ઝડપથી ઉભરી રહ્યું છે નામ

બુલડોઝર ગર્જ્યું, 1489 ગેરકાયદે મિલકતો તોડી પાડવાની કામગીરી શરૂ

#hotlinenewsGujarat
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
ઓફ-બીટ
મેષ, કન્યા અને તુલા રાશિવાળા લોકોના જીવનમાં આવશે નવો બદલાવ, જાણો અન્ય રાશિઓની સ્થિતિ
Hotline News Hotline News August 31, 2024
એપ્રિલથી કાર વધુ મોંઘી થશે
અદાણી ડિજિટલ લેબ્સે એરપોર્ટ અને મુસાફરીના અનુભવને વધારવા નવીનતાઓનું અનાવરણ કર્યુ, જાણો નવી ડિજિટલ સુવિધાઓ
Guru Purnima 2024 : ગુરુને દક્ષિણા આપવા માટે શ્રી કૃષ્ણએ યમરાજ સાથે કર્યું ઘર્ષણ, ગુરુએ શું માંગ્યું?
જો તમે ખૂબ ઝડપથી વાહન ચલાવશો, તો ‘આવી બનશે’! 1 જુલાઈથી નવા નિયમ
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsખેલકૂદ

IND vs SA: દક્ષિણ આફ્રિકા સામેની મેચ પહેલા ભારતની ચિંતા વધી, આ ઝડપી બોલર હાર્દિકના શોટથી ઘાયલ થયો

Hotline News Hotline News February 23, 2026
Top Newsગુજરાત

ફ્લેટ પર આવો… યુવતીએ બોલાવ્યા પછી કપડાં ઉતારી દીધા, 1 કરોડની છેતરપિંડીનો હનીટ્રેપનો કિસ્સો

Hotline News Hotline News February 23, 2026
Top Newsગુજરાત

ગુજરાતના દરિયાકાંઠે ‘અલ મુખ્તાર’ નામની વિદેશી બોટ ઝડપાઈ, 5 કરોડની વિદેશી સિગારેટ સાથે 4 ઈરાનીની ધરપકડ

Hotline News Hotline News February 23, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?