આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ તિરૂપતિ-તિરૂમાલા દેવસ્થાનમ એટલે કે તિરૂપતિ મંદિરમાં કામ કરતા લોકો અંગે મોટું નિવેદન આપ્યું છે.
સીએમ નાયડુએ કહ્યું કે, મંદિરમાં ફક્ત હિન્દુઓને જ નોકરી આપવી જોઈએ. સીએમ નાયડુએ કહ્યું કે, જો અન્ય સમુદાયના લોકો મંદિરમાં કામ કરી રહ્યા છે, તો તેમનું અપમાન કર્યા વિના તેમને અન્ય જગ્યાએ ખસેડવા જોઈએ (નોકરી સાથે).
મંદિરની આસપાસના વિસ્તારોમાં કોઈપણ ખાનગી પક્ષને કોઈપણ વ્યાપારી પ્રવૃત્તિ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. જેમને મંજૂરી આપવામાં આવી છે તેઓ મંદિરની આસપાસ ફક્ત શાકાહારી ભોજન પીરસશે.
જો કોઈ કોઈપણની ગડબડી કરતુ જોવા મળશે તો સરકાર તેની સામે કડક કાર્યવાહી કરશે.