દહેજ, ભરૂચ : ભારતકેર્સ અને અદાણી સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ લી.એ અદાણી ફાઉન્ડેશનના સહયોગથી, વાગરા તાલુકાના દહેજ વિસ્તારના 10 ગામોમાં કિશોર આરોગ્ય અને સુખાકારીને પ્રોત્સાહિત કરવાના હેતુથી સ્વાસ્થ્ય મંચ પહેલ શરૂ કરી છે. સ્વાસ્થ્ય સંબંધી તાલીમનું સુંદર રીતે જ્ઞાન ગ્રહણ કરનાર કિશોર અને કિશોરીઓને પ્રોત્સાહન મળે તે હેતુથી સુવા પ્રાથમિક શાળામાં સન્માન સમારોહનું આયોજન કર્યું હતું. કાર્યકર્મ માં બાળકોને પ્રમાણપત્ર, પ્રોત્સાહક ઈનામ તથા કીટ આપી સન્માન કરાયું હતું. બાળકોએ કાર્યક્રમમાં તાલીમ દરમ્યાન થયેલ તેમના અનુભવો પણ આ મંચ પરથી પ્રસ્તુત કર્યા હતા.
સમારોહ માં તાલુકાના સ્વાસ્થ્ય અધિકારી પ્રવિણ સિંઘ, અદાણી સિમેન્ટના પર્યાવરણ વડા કાળુભાઇ ગોયાણી, સલામતી અધિકારી ધાર્મિક ગોસ્વામી, રંજન સિંગ, ભારતકેર્સના પ્રોગ્રામ મેનેજર શ્રીમતી સ્મિતા ઘોષ, અદાણી અને ભારતકેર્સ ટીમના સભ્યો તથા શાળાના સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં શ્રીમતી સ્મિતા ઘોષે જણાવ્યું કે કિશોરીઓના સ્વાસ્થ્ય માટે તો ઘણું કામ થાય છે પરંતુ આ કાર્યક્રમની વિશેષતા એ છે કે કાર્યક્રમમાં કિશોર સ્વાસ્થ્યને પણ એટલુંજ મહત્વ આપી આવરી લેવામાં આવ્યા છે.
શ્રી કાળુભાઇ ગોયાણીએ જણાવ્યું કે દેશના વિકાસ માટે ઇનફ્રાસ્ટ્રક્ચર ખૂબ મહત્વનું છે જેમાં અદાણી સિમેન્ટ દેશના વિવિધ ભાગોમાં કાર્યરત છે. અને અદાણી સિમેન્ટ તેના કોર્પોરેટ પર્યાવરણીય જવાબદારી અંતર્ગત વિકાસના વિવિધ કામો કરતું આવ્યું છે. દેશના વિકાસ માટે કિશોર અને કિશોરીઓનું સ્વસ્થ હોવું ખૂબ જરુરી છે જે આ પ્રોગ્રામનો મુખ્ય હેતુ છે.
તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.પ્રવિણ સિંઘે જણાવ્યુ હતું કે, “સ્વાસ્થ્ય એ એક વ્યાપક અને મહત્વપૂર્ણ વિષય છે. ભારતકેર્સ સાથે મળીને અદાણી ટીમે એક પ્રશંસનીય પગલું ભર્યું છે, જેમાં કિશોરીઑ સાથે કિશોર સ્વાસ્થ્યને આવરી લેવાની આ સુંદર પહેલ છે. પ્રોગ્રામ થકી સ્વાસ્થ્યની સાથે બાળકો મંચ પર આવી પોતાના વિચારો રજૂ કરતાં થાય જે ગર્વની વાત છે.