મહાકુંભમાં સેવા બજાવનાર સફાઈ કર્મીઓ, સ્વાસ્થ્ય કર્મીઓ, રોડવેઝ, બસ ચાલકો બાદ હવે પોલીસ કર્મીઓ માટે પણ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એક સપ્તાહની રજા જાહેર કરી છે. તેમને સેવા મેડલ, પ્રશિસ્ત પત્ર અને 10 હજાર રૂપિયાનું સ્પેશ્યલ બોનસ આપવામાં આવશે.
આ ઉપરાંત યુપી પોલીસના નોન ગેઝેટેડ પોલીસ કર્મીઓને પણ દસ-દસ હજારનું સ્પેશ્યલ બોનસ આપવામાં આવશે. સીએમ યોગીએ જણાવ્યું હતું કે મહાકુંભમાં 75 હજાર પોલીસ કર્મીઓ, પીએસી, અર્ધ સૈનિક દળ, પીઆડી જવાન, હોમગાર્ડોએ ડયુટી કરી હતી. હાલ કુંભમેળો ભલે પુરો થઈ ગયો પણ કેટલાંક દિવસ માટે પોલીસની ડયુટી ચાલુ રહેશે.