ગુગલ જીમેલ સર્વીસની સુરક્ષા વધુ મજબુત કરવા માટે નવા અને મહત્વના ફેરફાર કરી રહ્યું છે. જે અંતર્ગત અત્યાર સુધી મેસેજમાં આવનારા ઓટીપીની જગ્યાએ કયુઆર કોડ હશે. ગુગલ એકાઉન્ટને હેકીંગથી બચાવવા માટે આ નિર્ણય લીધો છે.
ફોર્બ્સનાં ડેવી વિન્ડરના રિપોર્ટ અનુસાર ગુગલ જીમેલમા એસએમએસ આધારીત ટુ-ફેકટર ઓથેન્ટીકેશન (2 એએફએ) ને બંધ કરવાની યોજના બનાવી રહ્યું છે. અત્યાર સુધી કંપની યુઝર્સને ટેકસ્ટ મેસેજથી વન ટાઈપ પાસ કોડ (ઓટીપી) મોકલતી હતી.
સુરક્ષા ચિંતાઓને લઈને તેને હટાવવા પર વિચાર પણ કરવામાં આવી રહ્યો છે. જીમેલનાં પ્રવકતા રોસ રિચેન્ડરફરે જણાવ્યું હતું કે ગુગલનો ઉદેશ એસએમએસનો દુરૂપયોગ ઘટાડવાનો છે.
શા માટે થઈ રહ્યો છે ફેરફાર
ગુગલ લાંબા સમયથી જીમેલ માટે 2 એફએ કોડ રિસીવ કરવા માટે એસએમએસનો વિકલ્પ આપતુ રહ્યું હતું. એમાં કેટલાંક ખતરો પણ જોડાયેલા છે.અનેક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અપરાધી આસાનીથી એસએમએસ વેરિફીકેશન તથા જીમેલને હેક કરી લે છે.યુઝર્સની સતત ફરિયાદો બાદ ગુગલની ટીમ ફેરફાર માટે સક્રિય થઈ ગઈ છે.
શું છે કયુ આર કોડ
કયુ આર કોડ (કિવક રિસ્પોન્સ કોડ) બે આયાતી બારકોડ હોય છે. તે કાળા અને સફેદ રંગની પેટર્ન છે અને કોઈ બીજા સ્કેનીંગ ડીવાયસીથી વાંચી શકાય છે.