By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    જેમા Sunita williams પૃથ્વી પર ઉતર્યા, એ જ ડ્રેગન કેપ્સ્યુલમાં શુભાંશુ સ્પેસ સ્ટેશન જશે…
    June 6, 2025
    Jio અને Airtel પણ ચિંતામાંઃ ભારતમાં શરૂ થશે એલોન મસ્કની ઈન્ટરનેટ સેવા
    June 6, 2025
    ભારતના હવાઈ મુસાફરી માળખાને મળશે નવી ઉડાન! અદાણી એરપોર્ટ્સને $750 મિલિયનનું આંતરરાષ્ટ્રીય ભંડોળ મળ્યું
    June 4, 2025
    આખી દુનિયા તમારા ચશ્મામાં હશે
    May 29, 2025
    ગેમ ચેન્જર ટેકનિક! બ્લડ પ્રેશર અને હાર્ટ રેટ જેવા ટેસ્ટ સેલ્ફીથી જ થશે
    May 24, 2025
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: અદાણી જૂથે આસામમાં 50,000 કરોડના વિક્રમી રોકાણની જાહેરાત કરી
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > બિઝનેસ > અદાણી જૂથે આસામમાં 50,000 કરોડના વિક્રમી રોકાણની જાહેરાત કરી
બિઝનેસ

અદાણી જૂથે આસામમાં 50,000 કરોડના વિક્રમી રોકાણની જાહેરાત કરી

Hotline News
Last updated: February 25, 2025 2:21 PM
Hotline News - Editor Published February 25, 2025
SHARE

પરમાણુ ઉર્જા, એરપોર્ટ, રસ્તા, ગેસ અને સિમેન્ટ ઉદ્યોગના વિસ્તારની પ્રતિબદ્ધતા

ગુવાહાટી: અદાણી ગ્રુપે મંગળવારે આસામમાં 5૦,૦૦૦ કરોડ રૂપિયાના વિક્રમી રોકાણની જાહેરાત કરી છે, જે કોઈ પણ બિઝનેસ ગ્રુપ દ્વારા રાજ્યમાં અત્યાર સુધીની સૌથી વધુ રોકાણની પ્રતિબદ્ધતા છે. ગુવાહાટીમાં એડવાન્ટેજ આસામ 2.૦ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિટ 2૦25ને સંબોધતા અદાણી ગ્રુપના ચેરમેન શ્રી ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે આ રોકાણ એરપોર્ટ, એરોસિટી, સિટી ગેસ વિતરણ, પાવર ટ્રાન્સમિશન, સિમેન્ટ અને રોડ પ્રોજેક્ટ્સમાં ફેલાયેલું હશે. તે રાજ્યમાં માળખાગત વિકાસ અને રોજગારી સર્જનને નોંધપાત્ર રીતે વેગ આપશે.

#WATCH गुवाहाटी में एडवांटेज असम 2.0 निवेश और इंफ्रास्ट्रक्चर शिखर सम्मेलन में अडानी ग्रुप के चेयरपर्सन गौतम अडानी ने कहा, "आपके सामने खड़ा होना मेरे लिए सौभाग्य की बात है। जब भी मैं मां कामाख्या की इस पवित्र भूमि पर कदम रखता हूं, तो मैं इसकी प्राकृतिक और असीम सुंदरता से… pic.twitter.com/94uLdzXUzF

— ANI_HindiNews (@AHindinews) February 25, 2025

તેમણે ઉમેર્યું હતું કે “અદાણી ગ્રુપ રાજ્યની વધતી જતી ઉર્જા માંગને પહોંચી વળવા માટે આસામમાં પરમાણુ ઉર્જા પ્રોજેક્ટના વિકાસ માટે સક્રિયપણે વિચાર કરી રહ્યું છે, જે ટકાઉ ઉર્જા ઉકેલો પ્રત્યેની તેમની લાંબા ગાળાની પ્રતિબદ્ધતા દર્શાવે છે”.

શ્રી ગૌતમ અદાણીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ડૉ. હિમંત બિસ્વા શર્માના નેતૃત્વમાં આસામની પરિવર્તન ગાથાના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે “આસામ મહાનતાના માર્ગે છે, અને અદાણી ગ્રુપ તેની સાથે આ માર્ગે ચાલવાનો ગર્વ અનુભવે છે. તે અમારી પ્રતિબદ્ધતા, અમારું વિઝન છે. આપણે આસામના ભવિષ્યને આપણે સાથે મળીને બનાવીશું.”   

અદાણી ગ્રુપનું રોકાણ ભારતની એક્ટ ઇસ્ટ પોલિસીના મુખ્ય પ્રેરક તરીકે આસામની વધતી ભૂમિકા સાથે સુસંગત છે. તે દક્ષિણપૂર્વ એશિયાઈ દેશો સાથે જોડાણ અને વેપારમાં વૃદ્ધિ કરે છે. અદાણીએ શિક્ષણ, સામાજિક કલ્યાણ અને માળખાગત સુવિધાઓમાં મુખ્યમંત્રીની પહેલોને સ્વીકારી તેને પ્રગતિની જીવનરેખા અને સમૃદ્ધિના પુલ ગણાવ્યા હતા.

ગુવાહાટીમાં એડવાન્ટેજ આસામ 2.0 ઇન્વેસ્ટમેન્ટ સમિટ 2025માં વૈશ્વિક રોકાણકારો, નીતિ નિર્માતાઓ અને ઉદ્યોગપતિઓએ હાજરી આપી હતી, આ પ્લેટફોર્મ છે જે માળખાગત સુવિધાઓ, ઊર્જા અને ટેકનોલોજીમાં વ્યૂહાત્મક રોકાણો દ્વારા રાજ્યની આર્થિક સંભાવનાઓના દરવાજા ખોલવા કાર્યરત છે.

આ ઇન્વેસ્ટમેન્ટ સમિટમાં પ્રધાનમંત્રી મોદીએ ગુવાહાટીના લોકપ્રિયા ગોપીનાથ બોરદોલોઈ આંતરરાષ્ટ્રીય (LGBI) એરપોર્ટના નવા સંકલિત ટર્મિનલ બિલ્ડિંગ (NITB) ની ‘બામ્બૂ ઓર્કિડ’ ડિઝાઇનનું અનાવરણ કર્યું હતું. આસામના કુદરતી સૌંદર્યથી પ્રેરિત આ ડિઝાઇન જૈવવિવિધતા, સામર્થ્ય અને ટકાઉપણુંને દર્શાવે છે.

હાલમાં બાંધકામ હેઠળનું NITB વાર્ષિક 13.1 મિલિયન મુસાફરો (MPPA)નું સંચાલન કરશે, તે ભારતના ઉત્તરપૂર્વીય ક્ષેત્રમાં આ પ્રકારનું પ્રથમ એરપોર્ટ ટર્મિનલ હશે. 2025 ના છેલ્લા ક્વાર્ટરમાં તેના કાર્યરત થવાની અપેક્ષા છે.

અગાઉ અદાણી ગ્રુપે આગામી પાંચ વર્ષમાં કેરળમાં ૩૦,૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ સોમવારે અદાણી જૂથે મધ્યપ્રદેશમાં રૂ. 2,10,000 કરોડનું રોકાણ કરવાની ઘોષણા કરી હતી. જેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને સ્માર્ટ મીટરિંગ સુધીના વિવિધ પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.

You Might Also Like

શહેરી બાંધકામને પ્રોત્સાહન આપવા અદાણી સિમેન્ટ અને CREDAI વચ્ચે ભાગીદારી

એર ઇન્ડિયા ફ્લાઇટની દુર્ઘટનાથી અમે ખૂબ જ દુઃખી છીએઃ ગૌતમ અદાણી

“શાળા એ તકોની દૂરબીન છે”: નવચેતન અદાણી વિદ્યાલયના “પ્રવેશ-ઉત્સવ”માં જિલ્લા શિક્ષણ અધિકારીએ લાગણી વ્યક્ત કરી

‘ધારાવી રિવેમ્પ સર્વે અત્યાર સુધીનો સૌથી પારદર્શક સર્વે છે…’: SVR શ્રીનિવાસ

અદાણી ફાઉન્ડેશને ભરુચના દહેજ અને નેત્રંગમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી

#Adani
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
પ્રેસ રિલીઝ
અદાણી પોર્ટ્સની વધુ એક સિદ્ધિ: S&P ગ્લોબલ લિસ્ટ ટોપ-10 રેન્કિંગમાં સામેલ
Hotline News Hotline News January 8, 2025
અદાણી પર આરોપ લગાવનાર વકીલે ટ્રમ્પના શપથ ગ્રહણ પહેલા રાજીનામું આપ્યું
મુંબઈ બ્લાસ્ટ કેસમાં ટાઈગર મેમણની 14 મિલકતો કેન્દ્રને સોપવા કોર્ટનો આદેશ
પિતા આસારામને મળવા નારાયણ સાંઈને જામીન મળ્યા, ગુજરાત હાઈકોર્ટે આપ્યો 7 દિવસનો સમય
આખરે શિલ્પાના પતિ રાજ કુન્દ્રાએ તોડ્યુ મૌન, તપાસને લઈને કહ્યું
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બિઝનેસભારત

ધારાવી માસ્ટરપ્લાન અલગ-અલગ ફેઝમાં અમલવારી થશેઃ શ્રીનિવાસ

Hotline News Hotline News June 10, 2025
બિઝનેસ

અદાણી ગ્રુપની મોટી સિદ્ધિ, વિશ્વનું સૌથી મોટું કન્ટેનર જહાજ MSC IRINA વિઝિંજામ બંદર પહોંચ્યું

Hotline News Hotline News June 9, 2025
સિટી ન્યૂઝસુરત

અદાણી ફાઉન્ડેશન-હજીરા દ્વારા વિશ્વપર્યાવરણ દિને પર્યાવરણ સંરક્ષણ અંગેની વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી

Hotline News Hotline News June 6, 2025
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Adani
  • Gujarat
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • Indian
  • dharavi
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • vadodara
  • PAKISTAN
  • China
  • Kashmir
  • kejriwal
  • beautiful
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?