અત્યાર સુધી આઈવીએફ (ઈન વિટ્રો ફર્ટિલાઈઝેશન) ટેકનિકનો ઉપયોગ માત્ર માણસો માટે કરવામાં આવી રહ્યો છે, પરંતુ ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકોએ કાંગારૂ માટે આ કમાલ કરી દેખાડી છે અને 20થી વધુ ભ્રૂણ આ ટેકનિકથી તૈયાર કર્યા છે.
ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકોની એક ટુકડીએ આઈવીએફ ટેકનિકનો ઉપયોગ કરીને સફળતાપૂર્વક કાંગારૂંનું ભ્રુણ તૈયાર કયુર્ં હતું. કવીન્સલેન્ડ યુનિવર્સિટીના પેટ્રિસિયો ડી પેલોસિયો અને એન્ડ્રેસ ગામબિનીએ આ સિધ્ધિ મેળવી લીધી છે.
તેમનો દાવો છે કે, આ સફળ પ્રયાસ બાદ લુપ્ત પ્રાય જાનવરોની પ્રજાતિને બચાવાવામાં મદદ મળશે. વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે, વન્ય જીવ હોસ્પિટલમાં હાલમાં જ મૃત્યુ પામેલા કાંગારૂઓના સ્પર્મ અને ઈંડા લઈને આઈવીએફની ટેકનિકથી 20 ભ્રૂણ તૈયાર કરાયા હતા. આ સંશોધનને જર્નલ રિપ્રોડકશન, ફર્ટીલિટી એન્ડ ડેવલપમેન્ટમાં પ્રકાશિત કરાયું છે.