અમદાવાદ: અદાણી પોર્ટસ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. (એપીએસઇઝેડ) એ 31 ડિસેમ્બર 2024 ના રોજ પૂરા થતાં ત્રીજા ક્વાર્ટર અને નવ મહિનાના પરિણામો આજે જાહેર કર્યા છે. નાણાકીય વર્ષ 25ના નવ માસ દરમિયાન આવકમાં 14%નો વધારો થયો છે અને વાર્ષિક ધોરણે EBITDA 19% વધ્યો્ છે જ્યારે કર બાદનો નફો (PAT) 32% વધ્યો છે. નાણા વર્ષ-24ના આ સમયમાં EBITDA માર્જિન 60% હતો તે નાણા વર્ષ-25માં વધીને 62% થયો છે.
ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં ગોપાલપુર અને એસ્ટ્રો ઓફશોરનો રૂ.4,600 કરોડથી વધુનો સોદો આખરી કરવામાં આવ્યો છે. ટેકનોલોજી પ્લેટફોર્મ દ્વારા સંચાલિત ટ્રકિંગ મેનેજમેન્ટ સોલ્યુશન (ટીએમએસ) શરુ કરવામાં આવ્યું છે. ગત નાણા વર્ષ 24 માં ટીટીએમ EBITDA નું ચોખ્ખું દેવું 2.3x સામે 2.1x થયું છે. નાણાકીય વર્ષ- 25માં EBITDA ગાઇડન્સ વધીને રૂ. 18,800-18,900 કરોડ થયું છે.(રૂ.17,000-18,000 કરોડથી)
APSEZના પૂર્ણસમયના ડાયરેકટર અને સી.ઇ.ઓ. શ્રી અશ્વીની ગુપ્તાએ નાણા વર્ષ 25ના 9 માસ દરમિયાન પ્રાપ્ત કરેલી પ્રગતિની અદભૂત ગતિને ઉત્સાહવર્ધક ગણાવતા આનંદ વ્યક્ત કરી કહ્યું હતું કે કંપનીના વ્યવસાયના 3 મુખ્ય ક્ષેત્રો વોલ્યુમ -પ્રાઇસ મિશ્રણમાં વધારાને અનુરુપ બજારના હિસ્સામાં ફાયદા સાથે લોજિસ્ટિક્સ વર્ટિકલમાં ટ્રેક્શન અને ટેકનોલોજી સંચાલિત કામકાજ અને તેનાથી કાર્યક્ષમતા તથા તેની અપવાદરૂપ અમલવારીના લાભ દ્વારા આ પ્રગતિ પ્રાપ્ત થઇ છે.લોજિસ્ટિક્સ ક્ષેત્રે અમારી પ્રતિબદ્ધતાને અનુરૂપ કંપનીએ વર્ષની શરૂઆતમાં એક નવું ટ્રકિંગ પ્લેટફોર્મ શરૂ કર્યું, જે બાકીની લોજિસ્ટિક્સ મૂલ્ય સાંકળમાં એકીકૃત કરવામાં આવી રહ્યું છે જે અમને એક સાચી સંકલિત ટ્રાન્સપોર્ટ યુટીલિટી બનાવશે.એમ તેમણે કહ્યું હતું. તદુપરાંત S&P Global CSA દ્વારા વૈશ્વિક પરિવહન ઉદ્યોગની ટોચની દશ કંપનીઓમાં અદાણી પોર્ટસને માન્યતા આપવામાં આવી છે.
વાર્ષિક ધોરણે કામકાજમાંથી આવક 14% વધીને રૂ .22,590 કરોડ થઈ છે. બંદરોની આવક 11% વધીને રૂ.17,172 કરોડ અને લોજિસ્ટિક્સની આવક 22% વધીને રૂ.1,852 કરોડ થઈ છે. APSEZ 2040 સુધીમાં નેટ ઝીરોને હાંસલ કરવાનું લક્ષ્યાંક બનાવી રહી છે. કંપની નવી રીન્યુએબલ ક્ષમતામાં 1000 મેગાવોટ ઉમેરવાના માર્ગે આગળ વધી રહી છે. નાણાકીય વર્ષ 25ના નવ માસમાં ઓલ-ઇન્ડિયા કાર્ગો માર્કેટનો હિસ્સો ગત વર્ષના સમાન ગાળાના 26.5% સામે 27.2% હતો. ઉકત સમાન ગાળા દરમિયાન કન્ટેનર માર્કેટનો હિસ્સો નાણાકીય વર્ષ 24 ના 44.2% સામે 45.2% ઉપર રહ્યો હતો.
વિશેષ જાણકારી માટે સંપર્ક: [email protected]