By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: વિશ્વનું ભાવિ પ્રવેશદ્વાર બનશે મુંબઇ આંતર રાષ્ટ્રિય એરપોર્ટ
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > બિઝનેસ > વિશ્વનું ભાવિ પ્રવેશદ્વાર બનશે મુંબઇ આંતર રાષ્ટ્રિય એરપોર્ટ
બિઝનેસ

વિશ્વનું ભાવિ પ્રવેશદ્વાર બનશે મુંબઇ આંતર રાષ્ટ્રિય એરપોર્ટ

Hotline News
Last updated: January 29, 2025 11:58 AM
Hotline News - Editor Published January 29, 2025
SHARE

મુંબઇના છત્રપતિ શિવાજી મહારાજ આંતર રાષ્ટ્રિય એરપોર્ટનું ટર્મિનલ ૧ વાર્ષિક વધારાના ૨૦ મિલિયન પ્રવાસીઓની સેવામાં અભિવૃધ્ધિ કરી

મુંબઇ: છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાનમથક (સીએસએમઆઇએ)ની સંચાલક મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિ. (એમઆઈએલ) ટર્મિનલ 1 (ટી 1) ના પુનર્વિકાસ સાથે સીમાચિહ્નરુપ પરિવર્તન લાવવા સજ્જ છે. આ મહત્વાકાંક્ષી પ્રકલ્પ મુસાફરોની અનુભૂતિને ફરીથી આલેખવા સાથે ટકાઉપણા અને નવીનતામાં અભૂતપૂર્વ માપદંડો નક્કી કરશે. નવા ટર્મિનલનું નિર્માણ કાર્ય સંપ્પન થયા બાદ વાર્ષિક 20 મિલિયન મુસાફરોનું સંચાલન કરવાની સમર્થતા હાંસલ કરવા સાથે તેની ક્ષમતામાં 42% જેટલો પ્રભાવશાળી વધારો કરશે, જેમાં મુંબઈના ગતિશીલ વિકાસનું પ્રતિબિંબ જોવા મળશે.

જેમ જેમ  આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન હબ તરીકે મુંબઇ આગળ વધી રહ્યું  છે તેમ તેમ બે મિલિયન ચોરસ ફૂટના બિલ્ટ-અપ ક્ષેત્ર સાથેનું નવું ટર્મિનલ, ડિજિટાઇઝેશન અને ગ્રાહકોની સુખ સુવિધાની એક આગવી ઓળખ બનવા માટે સજ્જ છે. એરપોર્ટના કામકાજમાં વિક્ષેપ ઘટાડવાના હેતુથી ટર્મિનલ 1નું પુનર્નિર્માણ તબક્કાવાર હાથ ધરવામાં આવશે. તેના પ્રારંભિક તબક્કામાં હાલના માળખાને ધરમૂળથી નેસ્ત નાબૂદ કર્યા બાદ નવેમ્બર 2025 થી નવા ટર્મિનલના પુન:નિર્માણની કામગીરી શરૂ થશે. સમગ્ર પ્રક્રિયા દરમ્યાન મુસાફરોની સગવડતા અને સલામતી અગ્ર સ્થાને રહે તે કંપની સુનિશ્ચિત કરશે.નવી મુંબઇ આંતરરાષ્ટ્રીય વિમાની મથક સાથે છત્રપતિ શિવાજી મહારાજ આંતર રાષ્ટ્રિય વિમાની મથકનું ટર્મિનલ 2 ચાલુ વર્ષ-2025 માં કાર્યરત થવાનું છે જે ટી 1 ના ડિમોલિશન દ્વારા સર્જાયેલ ક્ષમતાના તફાવતનું સંચાલન કરશે. મુંબઇ શહેર અને મુંબઇ મેટ્રોપોલિટન પ્રદેશ (એમએમઆર) બંનેની વધતી માંગને પહોંચી વળવા માટે એરપોર્ટ મુસાફરો અને ફ્લાઇટના સમયપત્રકને ભેગા મળીને સમાવશે.

અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિ.ના ડિરેક્ટર શ્રી જીટ અદાણીએ વિકાસની ગતિવિધી વિષે જણાવ્યું હતું કે, “સીએસએમઆઈએની ટીમ રોજબરોજની કામગીરી અથવા મુસાફરોને ઓછામાં ઓછી અગવડ સાથે સરળતાથી સંક્રમણ થાય તેની ખાતરી કરવા માટે અમારા હિસ્સેદારો સાથે મળી અથાક મહેનત કરી રહી છે. પુન:નિર્માણનું આ કાર્ય માત્ર ક્ષમતાના વિસ્તરણ પૂરતુ જ સીમિત  નથી પરંતુ વૈશ્વિક નકશામાં આપણા મહાનગર મુંબઇ શહેરના સ્થાનની ભવિષ્યની સાબિતી વિશે છે. અમારા મુસાફરોનેે તેઓની  અપેક્ષા મુજબની અપવાદરૂપ સેવા પૂૂરી પાડવી તે અમારી અગ્રતા છે. એમ તેમણે કહ્યું હતું.

સીએસએમઆઈએ ખાતેનું નવું ટર્મિનલ-1 વર્ષ 2028-29 માં પૂર્ણ થયા બાદ ટકાઉ નવીનીકરણના દ્રષ્ટાંત તરીકે ઉભું રહેશે, જે પર્યાવરણની સભાનતા સાથે કરવામાં આવેલી એરપોર્ટની ડિઝાઇન એક વૈશ્વિક બેંચમાર્ક પ્રસ્થાપિત કરી રહી છે. સીએસએમઆઈએ ખાતેનું ટર્મિનલ- 1 ભારતનું સર્વ પ્રથમ બ્રાઉનફિલ્ડ, બાયોફિલિક, સસ્ટેનેબલ એરપોર્ટ બનવાનો ઇરાદો ધરાવે છે.

નવા ટર્મિનલ 1ની ડિઝાઇનના મૂળમાં પ્રવાસીઓની સવલતો અને તેની અનુભૂતિ મુખ્ય છે. જેમાં સમગ્ર પેસેન્જર ટર્મિનલ બિલ્ડિંગની સંપૂર્ણ સુધારણા આંતરરાષ્ટ્રીય સેવાઓના ભાવિ એકીકરણને બહાલ કરી સ્થાનિક ઘર આંગણાના કામકાજની સેવાઓ પૂરી પાડશે. વાર્ષિક 20 મિલિયન મુસાફરોની ક્ષમતા સાથે આ ટર્મિનલ ભારતના ઉભરતા ઉડ્ડયન બજારની વધતી માંગને પહોંચી વળવા ઉપરાંત પુન:નિર્માણના આ કાર્યમાં અત્યાધુનિક આંતરમાળખાને જડમૂળથી અપગ્રેડ્સ કરવામાં આવશે, જેમાં ડિસ્ટ્રીકટ કુલિંગ,આધુનિક સબસ્ટેશન અને ક્રાંતિકારી બેગેજ હેન્ડલિંગ સિસ્ટમનો સમાવેશ થાય છે. આ ઉન્નતીકરણ એ એરપોર્ટ કામગીરીના એરસાઇડ અને લેન્ડસાઇડ બંનેના દરેક પાસાને વધારશે. મલ્ટિ-મોડલ ટ્રાંઝિટ હબ એ મુંબઇની હવાઇ, રેલ અને માર્ગ નેટવર્ક્સનું પરસ્પર જોડાણ હશે.આથી મુસાફરો બેરોક કનેક્ટિવિટીનો અનુભવ કરી શકશે-મેટ્રોથી સીધી ભૂગર્ભ બસ સ્ટેશનોની  એક્સેસથી-ભાવિ-પ્રૂફ ગેટવેનું સર્જન કરશે જે ભારતમાં સફરને ફરીથી વ્યાખ્યાયિત કરશે. પ્રકૃતિથી પ્રેરિત થઇ પ્રવાસીઓના ઉત્થાન અને તેઓને ઉર્જાવાન બનાવવાના ધ્યેયથી બનાવવામાં આવેલી આ ટર્મિનલની બાયોફિલિક ડિઝાઇન ઇન્ડોર ગ્રીનરી, કુદરતી પ્રકાશ અને ખુલ્લી જગ્યાઓનો હરિયાળો નજારો દર્શાવશે.સમુદ્રના તરંગોની પ્રવાહી ગતિથી પ્રેરણા લઇ રચાયેલ તેના આર્કિટેક્ચરમાં ભાવિ, તરંગ-પ્રેરિત સ્વરૂપો સામેલ કરવામાં આવશે, જે પર્યાવરણીય-જાગૃત આવતી કાલના વિમાન મથકો માટે એક બોલ્ડ નવો બેંચમાર્ક પ્રસ્થાપિત કરશે

ટર્મિનલ 1 નું પરિવર્તન ઓછામાં ઓછા અંતરાયને સુનિશ્ચિત કરી નવેમ્બર 2025માં કાળજીપૂર્વક આયોજિત તબક્કામાં આગળ વધશે, બાંધકામ દરમિયાન, ટર્મિનલ 2 (ટી 2) વધારાના ટ્રાફિકને વહન કરશે. ડિજિયાત્રા જેવી સેલ્ફ-બેગેજ ડ્રોપ અને ઇ-ગેટ્સ જેવી અદ્યતન તકનીકીઓ વધતા જતા પ્રવાસીઓના સરળ  આવાગમનને સુનિશ્ચિત કરશે. મુસાફરીના સમયગાળા દરમિયાન પ્રવાસીઓને સહાય કરવા માટે વધારાના સર્વિસ સ્ટાફ મુખ્ય સ્થળોએ તૈનાત કરવામાં આવશે. અવિરત ફ્લાઇટના સમયપત્રકની ખાતરી કરવા માટે એરલાઇન્સ અને અન્ય હિસ્સેદારોને આગોતરી જાણ કરવામાં આવશે

વિશેષ જાણકારી માટે સંપર્ક: Roy Paul: [email protected]

You Might Also Like

અદાણી ફાઉન્ડેશન દહેજ દ્વારા આયોજિત નેત્ર શિબિરમાં ૨૦૦૦થી વધુ વિદ્યાર્થીઓની તપાસ થઈ

આસામ કનેક્ટિવિટીને મજબૂત બનાવતું ગુવાહાટી ટર્મિનલ ખુલ્લું મૂકાયું: વિસ્તરણ ક્ષમતા 13.1 મિલિયન

ગૌતમ અદાણીએ ઝારખંડ અને બિહારમાં 40,000 કરોડના પ્રોજેક્ટ્સની સમીક્ષા કરી

Jeet Adani At AI Summit: ભારતને પોતાના AI માળખાની જરૂર; $100 બિલિયન રોકાણની યોજના

અદાણી ગ્રુપે ભારતની ટોચની બિઝનેસ સ્કૂલોમાં યુવા પ્રતિભાઓ માટે શિષ્યવૃત્તિની જાહેરાત કરી

#Adani
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
ગુજરાતમાં એશિયાઈ સિંહોની વસ્તીમાં આટલા ટકાનો જંગી વધારો, સંખ્યા પહોંચી….
Hotline News Hotline News August 11, 2025
આતંકવાદી ષડયંત્રને કારણે હોળી, રમઝાન, રામનવમી પર અયોધ્યામાં ખાસ તકેદારી રાખવામાં આવશે
સરપંચની ચૂંટણી જીતવા માટે ચોરી, 200 CCTV સ્કેન કર્યા બાદ 38 લાખ રૂપિયાનો સામાન મળ્યો
યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ પર ચીનનો સાયબર એટેક : ગુપ્ત દસ્તાવેજોની ચોરી
Adaa Sharma મહાકુંભમાં શિવ તાંડવ સ્તોત્ર પર લાઈવ પરફોર્મન્સ આપશે
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બિઝનેસ

નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ફેડએક્સે સંપૂર્ણ સ્વચાલિત એર કાર્ગો હબનું શિલાન્યાસ કર્યો

Hotline News Hotline News February 18, 2026
પ્રેસ રિલીઝ

અદાણી સમૂહ સંચાલિત મુંદ્રા અને હજીરા પોર્ટ સીધા ઈયુ દેશો સાથે જોડાશે

Hotline News Hotline News February 18, 2026
બિઝનેસ

2035 સુધીમાં $100 બિલિયનના ડેટા સેન્ટરો બનાવશે અદાણી ગ્રુપ, ભારતમાં $250 બિલિયનનું AI ઇકોસિસ્ટમનું લક્ષ્ય

Hotline News Hotline News February 17, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?