“અપના ઘર” એ સુરત ખાતે ઇન્ટાસ ફાઉન્ડેશન દ્વારા એક કોર્પોરેટ સામાજિક જવાબદારી પહેલ છે જે કેન્સરના દર્દીઓને મફત રહેવા, ભોજન અને પરિવહન પ્રદાન કરે છે અને કેન્સરના દર્દીઓ સાથે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
ગુજરાત ફિઝિયોથેરાપી કાઉન્સિલના એક્ઝિક્યુટિવ મેમ્બર ડો. નિશાંત તેજવાણીને પ્રભારી હાર્દિક પટેલ દ્વારા “અપના ઘર” ખાતે પ્રજાસત્તાક દિન નિમિત્તે ત્રિરંગો ફરકાવવા માટે અતિથિ વિશેષ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા.
ડો. નિશાંત દ્વારા આરોગ્ય અને સુખાકારીની ટીપ્સ અને અપના ઘર ટીમ દ્વારા બનાવવામાં આવેલ દેશભક્તિ અને રંગારંગ ઈવેન્ટે “અપના ઘર” ખાતે કેન્સર વોરિયર પેશન્ટમાં નવી ઉર્જા અને ઉત્સાહ રેડ્યો.