રાજધાની નવી દિલ્હીનાં ડ્યુટી પાથ પર ગુરુવારે પ્રજાસત્તાક દિવસની પરેડના ફુલ ડ્રેસ રિહર્સલમાં ભારતીય સેનાનાં જવાનોએ પોતાની તાકાત બતાવી હતી.
આ સમયગાળા દરમિયાન ભારતીય વાયુસેનાના વિમાનોએ ઉડાન ભરી હતી. આર્મીની સ્વદેશી મુખ્ય યુદ્ધ ટેન્ક અર્જુન ટેન્ક સહિતનાં આધુનિક હથિયારો પણ જોવા મળ્યાં હતાં.
આ વખતે પરેડમાં પ્રથમ વખત, ત્રણેય સેનાની ઝાંખી બતાવવામાં આવશે, જે સશસ્ત્ર દળો વચ્ચેની એકતા દર્શાવે છે. ‘સ્ટ્રોંગ એન્ડ સિક્યોર ઈન્ડિયા’ નામની આ પરેડમાં સ્વદેશી અર્જુન બેટલ ટેન્ક, તેજસ કોમ્બેટ એરક્રાફ્ટ અને અદ્યતન લાઇટ હેલિકોપ્ટર દર્શાવતાં સંકલિત યુદ્ધભૂમિનું પ્રદર્શન કરવામાં આવશે.
ભારતીય સેના ટી-90 ભીષ્મ ટૈન્ક, બ્રહ્મોસ મિસાઇલ સિસ્ટમ, પિનાકા રોકેટ લોન્ચર અને આકાશ શસ્ત્ર પ્રણાલી સહિત તેની તાકાતનું પ્રદર્શન કરશે.
- ગુરુવારે પ્રજાસત્તાક દિવસની પરેડના ફુલ ડ્રેસ રિહર્સલ દરમિયાન માર્ચ પાસ્ટ કરતી સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની મહિલા ટુકડી.
- ભારતીય સેનાની ડેરડેવિલ્સ ટીમે ગુરુવારે પોતાની તાકાત બતાવી. આ ટીમે વર્લ્ડ રેકોર્ડ બનાવીને ઈતિહાસ રચ્યો હતો.
- ફુલ ડ્રેસ રિહર્સલ દરમિયાન ડ્યુટી પાથ પર જઈ રહેલાં કપિધ્વજ સ્પેશિયાલિસ્ટ મોબિલિટી વ્હીકલ
- ફુલ ડ્રેસ રિહર્સલ દરમિયાન એરફોર્સ ફાઈટર પ્લેન્સે ઉડાન ભરી હતી.
- આકાશ આર્મી લોન્ચર સિસ્ટમે દર્શકોનું ધ્યાન ખેંચ્યું હતું.