By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: ધારાવી સોશિયલ મિશન અંતર્ગત કૌશલ્ય તાલીમ થકી 100 યુવાનોના ભવિષ્યને ઉજ્જવળ બનાવાયું
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > બિઝનેસ > ધારાવી સોશિયલ મિશન અંતર્ગત કૌશલ્ય તાલીમ થકી 100 યુવાનોના ભવિષ્યને ઉજ્જવળ બનાવાયું
બિઝનેસ

ધારાવી સોશિયલ મિશન અંતર્ગત કૌશલ્ય તાલીમ થકી 100 યુવાનોના ભવિષ્યને ઉજ્જવળ બનાવાયું

Hotline News
Last updated: January 17, 2025 11:41 AM
Hotline News - Editor Published January 17, 2025
SHARE

કોન્વોકેશન સમારોહમાં  એ/સી રિપેર અને રિટેલ સેલ્સ અભ્યાસક્રમોના સ્નાતકોએ પદવી મેળવી

મુંબઈ: નવભારત મેગા ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટેડ (NMDPL)  હેઠળ ધારાવી સોશિયલ મિશન (DSM) ટીમ દ્વારા આયોજિત એ.સી રિપેર અને રિટેલ સેલ્સ અભ્યાસક્રમોમાંથી સ્નાતક થયેલા 100 વિદ્યાર્થીઓની જેવીએલઆર, મુંબઈ ખાતે AEMI ઓડિટોરિયમની હાજરી ગર્વ અપાવે તેવી હતી. આ અભ્યાસક્રમો ધારાવીના યુવાનોને ઉદ્યોગ-સંબંધિત કૌશલ્યોથી સજ્જ કરવા માટે તૈયાર કરવામાં આવ્યા હતા, જેના દ્વ્રારા તેમના માટે  નવી તકના સર્જનની સાથે ઉજ્જવળ ભવિષ્યના દ્વ્રાર ખુલ્યા છે.

  ધારાવી સોશિયલ મિશન, કે જે ધારાવીના પુનર્વિકાસ પ્રયાસોનો એક મહત્વપૂર્ણ ભાગ છે, તે સમુદાયને કૌશલ્ય અને સશક્તિકરણ દ્વારા પરિવર્તનના માર્ગ પર લઈ ગયું છે. તેણે તેના વિનામુલ્યના  અને ઉદ્યોગ-સંબંધિત અભ્યાસક્રમો દ્વારા 175 સહભાગીઓને તાલીમ આપી છે, જેમાં મોબાઇલ રિપેર ટેકનિશિયન, બ્યુટી થેરાપિસ્ટ, એ.સી રિપેર ટેકનિશિયન અને રિટેલ સેલ્સ એસોસિયેટ જેવા ચાર કાર્યક્રમોનો સમાવેશ થાય છે. આમાંથી, 100 થી વધુ વ્યક્તિઓને  રોજગાર મળ્યો છે જ્યારે અન્ય 50 લોકો સ્વરોજગાર તરફ આગળ વધ્યાં છે, જે આ મિશનની માનવીય પરિવર્તનના પ્રભાવને સાબિત કરે છે.

આ કોન્વોકેશનના કાર્યક્રમમાં ધારાવી ડ્રીમ્સ દ્વારા 20 મિનિટનું પ્રેરણાદાયી સાંસ્કૃતિક પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં ધારાવીના સંઘર્ષ અને તેના પુનર્વિકાસ માટેના વિઝનને સુંદર રીતે દર્શાવવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ કૌશલ્ય-આધારિત શિક્ષણની પરિવર્તનશીલ શક્તિ દર્શાવે છે, જે ધારાવીના રહેવાસીઓ માટે  આજીવિકાની તકના નિર્માણમાં મદદરૂપ થઇ રહ્યું છે. સ્નાતક થયેલા વિદ્યાર્થીઓએ તેમના પ્રેરણાદાયી અનુભવો જણાવ્યા હતા, જેમાં દરેકમાં આત્મવિશ્વાસ અને આશા છલકતી નજરે પડતી હતી.

એસી રિપેરીંગનો કોર્ષ પૂર્ણ કરનારા અને પીળા બંગલાના મુઈનુદ્દીન ખુર્શીદ ખાને જણાવ્યું હતું કે,  “મેં એ.સી રિપેર વિશે ટેકનિકલ જ્ઞાન મેળવ્યું છે અને એ પણ શીખ્યો કે જુદા જુદા સ્થાનો માટે કઇ ક્ષમતાના  એસી યુનિટ યોગ્ય છે. આ કોર્ષથી મારી કુશળતામાં વધારો થયો છે અને ધારાવી સ્થિત એક કંપની તરફથી નોકરીની ઓફર પણ મળી છે.”

નવાબ નગરના ખાન અમાદ અહેમદે, જેમણે એસી રિપેરનો કોર્ષ પૂર્ણ કર્યો હતો, તેમણે આ તક બદલ આભાર વ્યક્ત કરતા કહ્યું કે, “મેં મારા પરિવારના આગ્રહથી ધોરણ ૧૨ પછી આ વિનામુલ્યનો કોર્ષ કર્યો. ત્રણ મહિનાના કાર્યક્રમમાં ૧૫ દિવસની નોકરી સાથેની તાલીમ પણ સામેલ હતી. કોર્ષ પુર્ણ કરવાથી મારામાં કુશળતા આવી. મેં ધારાવી સ્થિત એક કંપનીમાં નોકરી મેળવી લીધી છે,  અને વધુ અનુભવ મેળવ્યા પછી મારો પોતાનો એ.સી રિપેરીંગનો વ્યવસાય શરૂ કરવાની દિશામાં વિચારી રહ્યો છું.”

રિટેલ સેલ્સ એસોસિયેટ ગ્રેજ્યુએટ્સે પણ તેમના કૌશલ્ય તાલીમ દરમિયાનના પ્રેરણાદાયી અનુભવો જણાવ્યા હતા. ઇન્દિરા નગરની આફરીને જણાવ્યું હતું કે, “આ તાલીમમાં મેં ગ્રાહક સેવા કૌશલ્ય, ગ્રાહક સાથે કેવી રીતે વર્તવું અને છૂટક વેચાણની મૂળભૂત બાબતો શીખી છે. મેં ૧૨મું ધોરણ પાસ કર્યું છે અને હવે હું સારી નોકરી મેળવવા અને મારી કારકિર્દી બનાવવામાં આત્મવિશ્વાસ અનુભવી રહ્યો છું.”  ગણેશ સ્કૂલ પાસે રહેતી મનીષા દાવલેએ કહ્યું, “આ કોર્ષે મને ગ્રાહક સેવા અને છૂટક કામગીરી વિશે શીખવ્યું. આનાથી મને આ સ્પર્ધાત્મક દુનિયામાં વધુ સારી નોકરી મેળવવામાં મદદ મળશે. આ કોર્ષ પોતાના ઘર પાસેથી જ કરવા મળતાં તેનો મહિલાઓ તેનો સારો લાભ મેળવી શકે છે.”

નવભારત મેગા ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટેડ (NMDPL) ના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “ધારાવી સોશિયલ મિશન DSM ના કૌશલ્ય વિકાસ કાર્યક્રમો ફક્ત રોજગાર મેળવવા અંગે નથી પરંતુ તે  જીવનની ગુણવત્તા બદલવા વિશે પણ છે. તેઓ ધારાવીના લોકોને વ્યવહારુ કૌશલ્યોથી સજ્જ કરે છે. જેના થકી અમે એક મજબૂત અને આત્મનિર્ભર સમુદાય નિર્માણ કરી રહ્યા છીએ. આ અભ્યાસક્રમો આર્થિક સ્વતંત્રતા અને સામાજિક ઉત્થાનના દ્વાર ખોલી રહ્યા છે.”

DSMએ હાલમાં ગેસ પાઇપલાઇન ફિટર કોર્સ પણ ચલાવી રહ્યું છે, જેમાં 25 સહભાગીઓ તાલીમ લઈ રહ્યા છે, જે ઉદ્યોગની જરૂરિયાતોને પૂર્ણ કરવા અને સમુદાય માટે નવી તકો ઊભી કરવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

આ કોન્વોકેશન સમારોહ  એક ઉત્સાહજનક નોંધ સાથે સમાપ્ત થયો, જેમાં સ્નાતકોએ તેમના નવા વ્યાવસાયિક જીવનમાં પગરણ માંડયા, તેમના પરિવારો અને સમાજમાં યોગદાન આપવા માટે તેઓ તૈયાર થયા. ધારાવી સોશિયલ મિશન સાબિત કરે છે કે સમર્પિત પ્રયાસો, કુશળતા, સશક્તિકરણ અને સમુદાયના સમર્થન દ્વારા કાયાપલટ શક્ય છે, અને ધારાવી માટે ઉજ્જવળ અને  આત્મનિર્ભર ભવિષ્યનો માર્ગ મોકળો કરી રહ્યું છે.

ધારાવી સોશિયલ મિશન વિશે:

ધારાવી સોશિયલ મિશન (DSM) એ નવભારત મેગા ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટેડ (NMDPL) ની એક મુખ્ય પહેલ છે, જે ધારાવીના રહેવાસીઓના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત છે, જેમાં સામાજિક, આર્થિક અને માળખાગત સુવિધાઓના પગલાંનો સમાવેશ થાય છે. આ મિશન યુવાનો, મહિલાઓ, ઉદ્યોગો અને વંચિત સમુદાયો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરે છે. તેના પ્રયાસો મુખ્યત્વે કૌશલ્ય આધારિત રોજગાર, શિક્ષણ, આરોગ્ય અને સ્વચ્છતા, સામાજિક ભાગીદારી અને સમુદાય કલ્યાણને પ્રોત્સાહન આપવાના હેતુ છે.

ધારાવી સોશિયલ મિશન જીવનની એકંદર ગુણવત્તા સુધારવા, વ્યક્તિઓને સશક્ત બનાવવા, ટકાઉ આજીવિકા ઉત્પન્ન કરવા અને બધા માટે ઉજ્જવળ અને વધુ સમાવિષ્ટ ભવિષ્ય બનાવવા માટે પ્રતિબદ્ધ છે.

વધુ માહિતી માટે, please contact:  

Rakhi Kankane: [email protected] | NMDPL

Makarand Gadgil: [email protected] | NMDPL

Pankaj Mudholkar: [email protected] | Aakriti Promotions and Media Limited

You Might Also Like

અદાણી ફાઉન્ડેશન દહેજ દ્વારા આયોજિત નેત્ર શિબિરમાં ૨૦૦૦થી વધુ વિદ્યાર્થીઓની તપાસ થઈ

આસામ કનેક્ટિવિટીને મજબૂત બનાવતું ગુવાહાટી ટર્મિનલ ખુલ્લું મૂકાયું: વિસ્તરણ ક્ષમતા 13.1 મિલિયન

ગૌતમ અદાણીએ ઝારખંડ અને બિહારમાં 40,000 કરોડના પ્રોજેક્ટ્સની સમીક્ષા કરી

Jeet Adani At AI Summit: ભારતને પોતાના AI માળખાની જરૂર; $100 બિલિયન રોકાણની યોજના

અદાણી ગ્રુપે ભારતની ટોચની બિઝનેસ સ્કૂલોમાં યુવા પ્રતિભાઓ માટે શિષ્યવૃત્તિની જાહેરાત કરી

#Adani
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsગુજરાતવડોદરાસિટી ન્યૂઝ
રાજ્યમાં ગેંગરેપની ઘટનાઓ પર ભાજપના ફાયરબ્રાન્ડ ધારાસભ્યનું ઉષ્ણ નિવેદન
Hotline News Hotline News October 12, 2024
ઉદ્યોગપતિ પર પુત્રના જન્મદિવસ પર રોડ બ્લોક કરવા અને ફટાકડા ફોડવા બદલ ગુનો નોંધાયો, પોલીસે થોડીવાર પછી વીડિયો જાહેર કર્યો
કોરોનાએ ફરી દસ્તક આપી : ભારતમાં 257 કેસ
ચાંદીનો પરપોટો ફૂટ્યો… એક દિવસમાં ₹ 1 લાખ સસ્તું, સોનું ₹ 33000 ઘટ્યું
નૂતનની પૌત્રી હોવા છતાં કોઈ ફાયદો થયો નહીં, તેણીએ ઓડિશન આપ્યું અને રિજેક્શનનો સામનો કરવો પડ્યો
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બિઝનેસ

નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ફેડએક્સે સંપૂર્ણ સ્વચાલિત એર કાર્ગો હબનું શિલાન્યાસ કર્યો

Hotline News Hotline News February 18, 2026
પ્રેસ રિલીઝ

અદાણી સમૂહ સંચાલિત મુંદ્રા અને હજીરા પોર્ટ સીધા ઈયુ દેશો સાથે જોડાશે

Hotline News Hotline News February 18, 2026
બિઝનેસ

2035 સુધીમાં $100 બિલિયનના ડેટા સેન્ટરો બનાવશે અદાણી ગ્રુપ, ભારતમાં $250 બિલિયનનું AI ઇકોસિસ્ટમનું લક્ષ્ય

Hotline News Hotline News February 17, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?