ધારાવીકર માટે વર્ષના અંત સુધીમાં આશરે 10,000 કૌશલ્યની તકો અને 3,000 નોકરીઓ મળે તેવું આયોજન કરાયું
મુંબઈ, 8 જાન્યુઆરી, 2025: ધારાવી સોશિયલ મિશન (DSM) આ ધારાવીમાં તેના પ્રથમ રિસોર્સ સેન્ટરની શરૂઆત કરી છે. સમગ્ર ધારાવીમાં સમુદાયમાં જીવનમાં પરિવર્તન લાવવાની દિશામાં આ એક મહત્વપૂર્ણ પગલું છે કારણ કે શિક્ષણ, આરોગ્ય, નોકરીઓ અને કૌશલ્ય વિકાસ માટે એક ઇન્ટીગ્રેટેડ હબ બનશે. આ પહેલ સાથે, DSMનો ઉદ્દેશ્ય ધારાવીના લોકો સાથે ઊભા રહેવાનો અને તેમના રોજિંદા જીવનને સરળ બનાવવાનો છે.
ધારાવીએ તેનાં સતત ધબકતા સ્પીરીટ માટે જાણીતી છે. આ રિસોર્સ સેન્ટર સાથે, DSM આવશ્યક સેવાઓ અને તકો કે જે વાસ્તવિક બદલાવને સરળતાથી પ્રદાન કરીને સમુદાય સાથે તેના જોડાણને વધુ મજબુત ગાઢ બનાવશે.
DSM પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “અમે આખરે ધારાવીમાં જ અહીના રહેવાસીઓ સાથે વધુ નજીકથી કામ કરવા માટે રોમાંચિત છીએ. અમે ગયા વર્ષે ધારાવી સામાજિક મિશન શરૂ કર્યું હતું ત્યારથી, અમે વિવિધ વય જૂથના ધારાવીકરની સંસ્કૃતિ, આશાઓ અને આકાંક્ષાઓ વિશે જાણ્યા- શીખ્યા છીએ. અમારી પાસે એવું માનવા માટેના મજબૂત કારણો છે કે, ધારાવીના યુવાનોમાં જે દેખાય છે તેના કરતાં ઘણું વધારે છે. આવી પ્રતિભાને ઉજાગર કરવા, કૌશલ્યોને નિખારવા, જ્ઞાનને ધારદાર બનાવવા, શારીરિક અને માનસિક સ્વાસ્થ્યમાં સુધારો કરવા અને ધારાવીકરોને તેમના અંગત અને વ્યાવસાયિક જીવનમાં વધુ સારા બનાવવાના અમારા નિષ્ઠાવાન પ્રયાસો છે. “
ધારાવી સોશિયલ મિશન- DSMની રચના જૂન 2024 માં કરવામાં આવી હતી, અને ત્યારબાદ, આ ટીમે આજ સુધી અસંખ્ય કાર્યક્રમોનું આયોજન કર્યું છે. ધારાવી રિસોર્સ સેન્ટર એ નવભારત મેગા ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટેડ (NMDPL)નીપ્રતિબદ્ધતાનું અભિવ્યક્તિ છે, જે સમુદાય સાથે તેના મૂળમાં જોડાયેલું છે અને તેમને વધુ સારી અને ગૌરવપૂર્ણ જીવનશૈલી માટે તૈયાર કરે છે.
“DSM એ અગાઉ પણ ધારાવીમાં વિવિધ કાર્યક્રમો દ્વારા પગલું માંડયું છે. અમે નાના, મધ્યમ અને મોટા સ્વ-સહાય જૂથો (SHG) માટે તેમના પડકારોને સમજવાની સાથે તેમની આવક વધે તે માટે બજાર સાથે જોડાણ અને ડિજિટલ કનેક્ટ કરવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું છે. અમારો યુવાઓને જોડતો કાર્યક્રમ, “યુવા સંપવાદ”, હાલમાં 180 થી વધુ સહભાગીઓ સુધી પહોંચ્યો છે, જે યુવા પેઢીને નવા માર્ગો શોધવા માટે પ્રેરિત કરે છે. આ થકી અમને આગળ વધવા અને ધારાવીના મુળ સાથે જોડાવાની પ્રેરણા મળી છે,” તેમ પ્રવક્તાએ ઉમેર્યું હતું.
ધારાવીમાં લગભગ 1.2 મિલિયન લોકો છે અને તમે જે પણ કરશો તે કદાચ ઓછું પડશે. પરંતુ ક્યાંકથી તો શરૂઆત કરવી પડશે, જેથી ધીમે ધીમે દરેક રહીશ સ્વસ્થ અને બહેતર જીવનની તકો મેળવી શકે. DSM ની પહેલની સફળતા આ ડેટામાં પ્રતિબિંબિત થાય છે. પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “ધારાવીમાં “લોક વિકાસ” પહેલ દ્વારા વરિષ્ઠ નાગરિકો અને રહેવાસીઓને 10 કરોડથી વધુ મૂલ્યની મફત સરકારી આરોગ્ય લાભ યોજનાઓ પ્રદાન કરવામાં આવી છે. સંખ્યાબંધ રહેવાસીઓએ ટાર્ગેટેડ જોબ મેળાઓ દ્વારા નોકરીઓ મેળવી છે, જ્યારે 200 જેટલા રહેવાસીઓએ લગભગ 177 સરકારી યોજનાઓનો લાભ મેળવ્યો છે. વધુમાં, 200 વ્યક્તિઓએ વિવિધ કૌશલ્ય અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવ્યો છે અને પૂર્ણ-સમયની રોજગાર અને સ્વ-રોજગાર દ્વારા આવકના સ્થિર સ્ત્રોત સાથે સફળતાપૂર્વક તેમના જીવનમાં પરિવર્તન લાવ્યું છે. વધુમાં, લગભગ 200 રહેવાસીઓએ વિવિધ આરોગ્ય જાગૃતિ અભિયાનોમાં ભાગ લઇ લાભ લીધો છે, ”
ધારાવી સોશિયલ મિશન ધારાવીકરોની કૌશલ્ય અને સશક્તિકરણથી આગળ વધીને તેમની માનસિક અને શારીરિક સુખાકારી પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. જેમાં તેમના એકંદર આરોગ્યને ટેકો આપવા માટે તણાવ મેનેજમેન્ટ અને પ્રાણિક હિલીંગના સત્રનો સમાવેશ થાય છે.
રિસોર્સ સેન્ટરના ઉદ્ઘાટનથી ધારાવીમાં DSM ની હાજરી મજબૂત થવાની અને તે એક પરીવર્તનના ઉદ્દીપક તરીકેની ભુમિકા ભજવશે. DSMને આશા છે કે વધુ ધારાવિકરો આ સેન્ટરના કાર્યક્રમોનો લાભ મેળવશે.
પ્રવક્તાએ વધુમાં જણાવ્યું હતું. “અમારો ઉદ્દેશ્ય ધારાવિકરો સાથે હાથ મિલાવીને, તેમની જરૂરિયાતો અને આકાંક્ષાઓને સમજવાનો છે. સાથે તેમના જીવનની ગુણવત્તા સશક્ત બનાવવાનો છે. અમે સ્કિલ અપગ્રેડ કરી 10,000 રહીશોને કૌશલ્યની તકો ઊભી કરવાની, 3,000 કે તેથી વધુ રહેવાસીઓ માટે નોકરીની તકો ઊભી કરવાની અને 2025ના અંત સુધીમાં આયુષ્માન ભારત લાભાર્થીઓની સંખ્યા બમણી કરવાનો છે,”