સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ (CBIC) એ સ્પષ્ટતા કરી છે કે ’ગિફ્ટ કાર્ડ્સ અને ડિજિટલ વોલેટ્સ જેવા પ્રીપેડ વાઉચર પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) લાગુ થશે નહીં.
આ નિર્ણય ગિફ્ટ કાર્ડ્સ અને વાઉચર્સના કરવેરા અંગે લાંબા સમયથી ચાલી રહેલી ચિંતાઓને દૂર કરશે, જેનો મોટાભાગે કોર્પોરેટ ગિફ્ટિંગ અને પ્રમોશનલ પ્રવૃત્તિઓમાં ઉપયોગ થાય છે.
જો કે, વાઉચરનો ઉપયોગ કરીને ખરીદેલ સામાન અને સેવાઓ પર જીએસટી લાદવામાં આવશે. વાઉચર વિતરણ દરમિયાન પૂરી પાડવામાં આવતી તમામ વધારાની સેવાઓ, જેમ કે જાહેરાત અને ગ્રાહક સપોર્ટ, GSTને આધીન રહેશે.
આ સેવાઓ માટે લેવામાં આવતી ફી પર GST વસૂલવામાં આવશે. બોર્ડે વાઉચર્સને બે પ્રકારની શ્રેણી મા વિભાજિત કરી છે.