સુરતના કિમ રેલવે સ્ટેશને દાદર પોરબંદર સૌરાષ્ટ્ર એકસપ્રેસનાં ચાર ડબ્બા પાટા પરથી ઉતર્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. સૌરાષ્ટ્ર એકસપ્રેસનો પાર્સલ ભરેલો ડબ્બો પહેલા પાટા પરથી ખડી પડતા ફફડાટ મચ્યો હતો. ટ્રેનની સ્પીડ ઓછી હોવાથી મોટી દુર્ઘટના ટળી છે.
મળતી માહિતી મુજબ ટ્રેન કિમ સ્ટેશનથી થોડે જ દુર આગળ હતી ત્યારે પાર્સલ ભરેલો ડબ્બો પાટા પરથી ઉતરી ગયો હતો. તેની પાછળના અન્ય ત્રણ ડબ્બાને પણ અસર થઈ હતી. સદનસીબે ટ્રેનની સ્પીડ ઓછી હોવાથી આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ ન હતી.
પશ્ચિમ રેલવેનાં પીઆરઓએ એક સતાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે 19015 સૌરાષ્ટ્ર એકસપ્રેસનો ડબ્બો ખડી પડયો હતો. એન્જીન પછીનો ડબ્બો ખડી પડયો હતો. એન્જીન પછીનો પાર્સલનો આ ડબ્બો પાટા પરથી નીચે ઉતર્યો હતો તેને કારણે પાછળના ત્રણ ડબ્બાને પણ વધતે ઓછે અંશે અસર થઈ હતી.જોકે ટ્રેનની સ્પીડ એકદમ ઓછી હોવાના કારણે મોટી દુઘર્ટના ટળી હતી.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી બની રહેલી રેલવે દુર્ઘટનાને કારણે ટ્રેનમાં મુસાફરી કરતા લોકોની સુરક્ષાના મુદ્દે મોટો પ્રશ્ર્ન ઉદભવી રહ્યો છે. અવાર-નવાર બનતી આવી ઘટનાઓએ લોકોમાં ભયનો માહોલ સર્જયો છે.
ગત મહિને પશ્ચિમ બંગાળના હાવડા જીલ્લાનાં નોલપુરમાં શાલીમાર-સિકંદરાબાદ સાપ્તાહીક સ્પેશ્યલ ટ્રેન અકસ્માતનો શિકાર થઈ હતી. તેમાં ટે્રનના ત્રણ ડબ્બા પાટાથી ઉતરી ગયા હતા.