મેંદીમાં હવે થીમ અને સ્ટોરી-ટેલિંગનું ચલણ ખાસ્સું વધ્યું છે. દુલ્હન પોતાની લવસ્ટોરીનાં કેટલાંક દ્દશ્યો મેંદીરૂપે હાથ પર ચીતરાવે છે, પણ એક મહિલાએ પોતાના નિષ્ફળ લગ્નની સફરને પોતાની છુટાછેડા મેંદીમાં વર્ણવી છે.
ઉર્વશી વોરા શર્મા નામની મેંદી-આર્ટિસ્ટે એક વિડીયો શેર કર્યો છે. જેમાં તેણે એક મહિલાના હાથમાં લગ્નના વિવિધ તબકકે કઈ રીતે લગ્ન કટકે-કટકે તુટતાં રહ્યાં અને છેલ્લે છુટાછેડા સુધી પહોંચ્યાં એનો ચિતાર આપ્યો છે.
એક દ્દશ્યમાં બતાવ્યું છે કે, કઈ રીતે તેનાં સાસુ-સસરા તેને નોકરની જેમ રાખતાં હતાં અને પતિનો સાથ નહોતો મળતો. પતિ-પત્ની વચ્ચે આર્ગ્યુમેન્ટ થતી ત્યારે પતિ કેટલો હિંસક થઈ જતો અને એને કારણે ઈમોનલ ડિસ્ટ્રેસ પેદા થતો એનું દ્દશ્ય પણ એક જગ્યાએ મૂકવામાં આવ્યું છે.
લગ્નમાં હસ્તમેળાપ થાય એને બદલે છુટાછેડામાં દિલ તુટી જાય અને એની પણ ખુશી અનુભવાય એવું દ્દશ્ય મેંદીમાં મુકવામાં આવ્યું છે. આ વિડીયો પર કેટલાક લોકોએ કમેન્ટ કરી છે કે આ કોઈ આર્ટ નથી, પણ પોતાની અંદર ધરબાયેલી પીડાને અભિવ્યક્ત કરવાનું પાવરફુલ માધ્યમ પણ છે.