By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: ઉમરપાડાના 1000 આદિવાસી પરિવારની 5 કરોડથી વધુની વાર્ષિક બચત
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > સિટી ન્યૂઝ > સુરત > ઉમરપાડાના 1000 આદિવાસી પરિવારની 5 કરોડથી વધુની વાર્ષિક બચત
સિટી ન્યૂઝસુરત

ઉમરપાડાના 1000 આદિવાસી પરિવારની 5 કરોડથી વધુની વાર્ષિક બચત

Hotline News
Last updated: December 21, 2024 3:35 PM
Hotline News - Editor Published December 21, 2024
SHARE
  • સશક્ત ઉમરપાડા માટે અદાણી ફાઉન્ડેશનના સંકલિત પ્રયત્નો
  • સરકારના કે.વી.કે., વન વિભાગ, સમાજ કલ્યાણ, જિલ્લા પંચાયતના સહયોગ અને સંકલનમાં વિવિધ પ્રવૃતિને સફળતા
  • ઉમરપાડાના ૧૦૦૦ આદિવાસી પરિવાર કિચન ગાર્ડન થકી પાંચ કરોડથી વધુની વાર્ષિક બચત કરશે
  • ખેડૂત, મહિલાઓ, કોટવાળિયાના સ્વસહાય જૂથ બનાવી વિવિધ પ્રવૃતિ થકી સશક્તિકરણના સામૂહિક પ્રયત્નોને હકારાત્મક સફળતા

સુરત : દેશના સૌથી વિશાળ કોર્પોરેટ સમૂહ અદાણી ગ્રૂપના સામાજિક પ્રવૃતિ કરતાં અદાણી ફાઉન્ડેશન દ્વારા છેલ્લા ત્રણ વર્ષ ઉપરાંતના સમયથી સુરતના સૌથી છેવાડાના પર્વતીય અને આદિવાસી વિસ્તાર એવા ઉમરપાડા તાલુકામાં સંકલિત પ્રયત્નો થકી સ્થાનિક આદિવાસી પ્રજાની સુખાકારી, રોજગાર, આવક અને આરોગ્યને લગતા વિવિધ પ્રોજેકટ ચલાવી રહી છે. એ સંદર્ભે જ વર્ષના છેલ્લા મહિનામાં ખેડૂતો માટે સોલર વોટર પંપ, પશુધન માટે તાલુકાનું પ્રથમ સાઇલેજ મશીન, મહિલાઓ ઘર આંગણે કિચન ગાર્ડન વિકસાવે, ખેતી સુધાર માટે સારી ગુણવત્તાનું બિયારણ અને ખાતરનું વિતરણ, વાંસ કલાકાર કોટવાળિયા સમુદાયને પગભર કરવાના ઉપાય, શહેરના નિષ્ણાંત તબીબ સાથે નેત્ર શિબિર અને સારવાર જેવી અનેકવિધ પ્રવૃતિ કરી રહ્યા છે.

ઉમરપાડા તાલુકાના વિવિધ ગામમાં ખેડૂત જાગૃતિ અને ખેત સુધાર તાલીમના અનેક કાર્યક્રમનું આયોજન થતાં રહે છે. ખેડૂતને સુધારેલી જાતના બિયારણનું નિઃશુલ્ક વિતરણ થવાથી ખેડૂતને ખેતી ખર્ચ ઘટશે અને આવક વધશે. અદાણી ફાઉન્ડેશનની કિચન ગાર્ડનની પહેલ થકી ઉમરપાડા તાલુકાના ૧૦૦૦ પરિવારના વાડા અથવા આંગણામાં ઓર્ગેનિક શાકભાજી ઊગતી થઈ છે જે પોતાના ઉપયોગમાં લઈ રહી છે. એક અંદાજ મુજબ એક પરિવાર રોજ ૮૦ રૂપિયા તાજા શાકભાજી માટે ખર્ચ કરતું એ હવે બંધ થતાં સમગ્ર તાલુકામાં સાડા પાંચ કરોડથી વધુની બચત બહેનો પોતાના કિચન ગાર્ડન થકી કરશે એવો અંદાજ છે.

ઉમરપાડા તાલુકામાં ખેતી વરસાદ આધારિત છે. ખેતી માટે સિંચાઇ વ્યવસ્થા માટે અદાણી ફાઉન્ડેશનએ બોરવેલ અને મોટરની વ્યવસ્થા કરી આપતા ધાણાવડ ગામના વીસ ખેડૂતની આવક હવે પાંચ ગણી થવાનો અંદાજ છે. તાજેતરમાં જ બોરવેલ ઉપર લાગેલી મોટરને સૌર ઉર્જા સંચાલિત પંપ સાથે જોડી દેવામાં આવી છે. એથી સિંચાઇ ખર્ચ પણ ઘટી જશે. આવા અનેક પ્રકારના ખેડૂતો માટે અને ખેત પેદાશની ગુણવત્તા સુધાર માટે ઉમરપાડા વિસ્તારમાં કરવામાં આવી રહ્યા છે.

પશુપાલન એ ઉમરપાડા વિસ્તારમાં આવકનો મુખ્ય સ્ત્રોત છે. પશુઓનો ચારો વધુ સારો થાય અને પશુ વધુ દૂધ આપે એ માટે સાઇલેજ મશીન તાજેતરમાં જ ભાવેશ ડોંડા (AGM – કોર્પોરેટ અફેર્સ હજીરા અને દહેજ) અને શીતલ પટેલ (યુનિટ હેડ CSR) અને ગ્રામજનોની હાજરીમાં સ્વસહાય જૂથની મહિલાના સમૂહને અર્પણ કર્યું હતું. ઘાસચારા માટેનું આ પ્રકારનું આ પ્રથમ મશીન ઉમરપાડા તાલુકામાં આવ્યું હોવાનું ગ્રામજનોનું કહેવું હતું.

સમગ્ર ઉમરપાડા તાલુકામાં વસતા કોટવાળિયા સમુદાય માટે વાંસના કારીગરોને તેમની હસ્તકલાને ટેકો આપવા માટે સાધનો અને મશીનરીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાધનો કારીગરોને ડિઝાઈનમાં નવીનતા લાવવા, પ્રોડક્ટ ફિનિશિંગમાં સુધારો કરવા અને પોલિશિંગ તકનીકોને વધારવા માટે સક્ષમ બનાવશે. અમદાવાદ, સુરત, સાપુતારા જેવા સ્થળો યોજાયેલા મેળામાં આ સમુદાયની બહેનોને ભાગ લેવડાવતા એમને ૫૦ હજાર જેટલી આવક થઈ હતી. સરકારની વિવિધ યોજના પણ આ પરિવારોને મળે એ માટેની વ્યવસ્થા અદાણી ફાઉન્ડેશનએ કરી છે.

ઉમરપાડા તાલુકા માં એપ્રિલ ૨૦૨૪ થી પ્રોજેક્ટ ફોર્ચ્યુન સુપોષણ ની શરૂઆત કરવામાં આવી છે. જિલ્લા પંચાયતના આઈ.સી.ડી.એસ સાથે મળી ને કુપોષણ ના પ્રમાણ ને ઘટાડવા માટે ના સઘન પ્રયત્નો કરી રહ્યા છે. આ પ્રોજેકટ હેઠળ તાલુકાની દરેક આંગણવાડી સાથે એક સુપોષણ સંગીની કાર્યરત થઈ છે.

You Might Also Like

અદાણી ફાઉન્ડેશન દહેજ દ્વારા આયોજિત નેત્ર શિબિરમાં ૨૦૦૦થી વધુ વિદ્યાર્થીઓની તપાસ થઈ

આસામ કનેક્ટિવિટીને મજબૂત બનાવતું ગુવાહાટી ટર્મિનલ ખુલ્લું મૂકાયું: વિસ્તરણ ક્ષમતા 13.1 મિલિયન

ગૌતમ અદાણીએ ઝારખંડ અને બિહારમાં 40,000 કરોડના પ્રોજેક્ટ્સની સમીક્ષા કરી

Jeet Adani At AI Summit: ભારતને પોતાના AI માળખાની જરૂર; $100 બિલિયન રોકાણની યોજના

અદાણી ગ્રુપે ભારતની ટોચની બિઝનેસ સ્કૂલોમાં યુવા પ્રતિભાઓ માટે શિષ્યવૃત્તિની જાહેરાત કરી

#Adani
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
PoliticsTop Newsરાજકારણ
‘ટ્રિપલ એમ’ ફેક્ટર વિના તેજસ્વી યાદવ માટે બિહારમાં સત્તામાં આવવું અશક્ય છે! કેવી રીતે તે જાણો
Hotline News Hotline News October 28, 2025
હોંગકોંગ એરપોર્ટ પર મોટી દુર્ઘટના: કાર્ગો વિમાન દરિયામાં લપસી ગયું; બે લોકોના મોત
Air Indiaના મરહુમ પાઈલટોને દોષી ઠેરવવા પાછળ કરોડો ડોલરની રમત… કોણ સત્ય છુપાવવાનો પ્રયાસ કરી રહ્યું છે?
દિગ્ગજ કલાકાર કૌસ્તુભ ત્રિવેદીનું અવસાન : કલા જગતમાં શોક
કોણ છે ચૈતર વસાવા? 63 દિવસ પછી 3 દિવસના પેરોલ મળ્યા, હવે ચાર્જશીટથી સંકટ વધ્યું
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બિઝનેસ

નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ફેડએક્સે સંપૂર્ણ સ્વચાલિત એર કાર્ગો હબનું શિલાન્યાસ કર્યો

Hotline News Hotline News February 18, 2026
પ્રેસ રિલીઝ

અદાણી સમૂહ સંચાલિત મુંદ્રા અને હજીરા પોર્ટ સીધા ઈયુ દેશો સાથે જોડાશે

Hotline News Hotline News February 18, 2026
બિઝનેસ

2035 સુધીમાં $100 બિલિયનના ડેટા સેન્ટરો બનાવશે અદાણી ગ્રુપ, ભારતમાં $250 બિલિયનનું AI ઇકોસિસ્ટમનું લક્ષ્ય

Hotline News Hotline News February 17, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?