ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) દ્વારા દેશભરના કરોડો મોબાઈલ યૂઝર્સને મોટી રાહત આપવામાં આવી રહી છે. હાલમાં જ સ્પેમ કોલ અને મેસેજ પર રોક લગાવવા માટે કોમર્શિયલ કોમ્યૂનિકેશનના નિયમોમાં બદલાવ કર્યો છે. TRAI મોબાઈલ યૂઝર્સ માટે નવું DND (ડૂ-નોટ-ડિસ્ટર્બ) એપ લાવવાનું છે, જેના દ્વારા યૂઝર્સ તેમના ફોન પર આવનાર કોમર્શિયલ કોલ્સ અને મેસેજનો બંધ કરી શકશે.
છેલ્લા કેટલાક દિવસોથી ફેક કોલ્સ અને મેસેજ દ્વારા સાયબર ફ્રોડની ઘટનાઓમાં મોટો વધારો જોવા મળ્યો છે. રિપોર્ટ્સ પ્રમાણે, ટ્રાઈ આ એપને આગામી વર્ષે લોન્ચ કરી શકે છે. છેલ્લા કેટલાક સમયથી ટ્રાઈ દ્વારા ફેક કોલ્સ અને મેસેજ રોકવા માટે નીતિમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે.
જણાવી દઈએ કે, TRAI દ્વારા વર્ષ 2016માં DND એપ લોન્ચ કરવામાં આવી હતી. આ એપને ફેક કોલ્સ રોકવા માટે લાવવામાં આવી હતી, પરંતુ આ એપ મોટાભાગના યૂઝર્સને આકર્ષી શક્યું ન હતું. ત્યારે ટ્રાઈ હવે આ એપને અપગ્રેડ કરી રહ્યું છે, જેથી વધુને વધુ મોબાઈલ યૂઝર્સને તેનો ફાયદો મળી શકે.