આરબીઆઈ એટીએમ બુથો પર નકલી રોકડ ઉપાડવાના નિયમોમાં મોટા ફેરફાર કરવા જઈ રહી છે. જે અંતર્ગત હવે દેશભરમાં પસંદગીનાં એટીએમમાંથી રોકડની વાપસી (કેશ રિટ્ટેકશન) સુવિધાને ફરીથી શરૂ કરવામાં આવશે.
જેમાં નિશ્ચિત સમયમાં ગ્રાહકે ન ઉપાડેલી રકમ એટીએમ મશીન ફરી પાછી ખેંચી લેશે. આ પગલે ગ્રાહકોની રોકડની સુરક્ષા અને ઠગાઈને રોકવા માટે ઉઠાવાયું છે.
શું છે સુવિધા
એટીએમમાં રોકડ વાપસી એક એવી સુવિધા છે જેમાં જો ગ્રાહક નિર્ધારીત સમયમાં કેશ ટ્રે નથી ઉઠાવતો તો મશીન એ રોકડને પરત ખેંચી લે છે.પહેલા આ સુવિધાનો દુરૂપયોગ થતો હતો. જયાં ઠગો આંશીક રકમ ઉઠાવી લેતા હતા પણ મશીન લોગમાં પુરી રોકડનાં ઉપાડનો રેકોર્ડ નોંધાતો હતો. આથી બેન્કોને ભારે નુકશાન થતુ હતું આ કારણે આરબીઆઈએ વર્ષ 2012 માં આ સુવિધાને બંધ કરી દીધી હતી.
ઠગાઈની નવી ટેકનીક
જોકે ઠગોએ ત્યારબાદ એટીએમ બુથ પર છેતરપીંડી કરવાની નવી ટેકનીક શોધી કાઢી તેઓ એટીએમની કેશ ટ્રે આગળ નકલી કવર લગાડીને તેને બંધ કરી દેતા હોય છે. જેથી મશીનમાંથી નીકળેલી રોકડ ફસાઈ જાય છે અને ગ્રાહકને દેખાતી નથી. તેને લાગે છે કે, લેવડ દેવડ અસફલ થઈ ગઈ અને તે ચાલ્યો જાય છે. ત્યારબાદ ઠગ ત્યાં પહોંચીને નકલી કવરને હટાવી દે છે અને રોકડ કાઢી લે છે.
આ સમસ્યાનો તોડ કરવા આરબીઆઈએ વધુ ટેકનિકલ સુરક્ષાની સાથે રોકડ વાપસી વ્યવસ્થાને લાગુ કરવા માટે નિર્દેશ બેન્કને આપ્યા છે.