આગામી દિવસોમાં તમો ઝોમેટો કે સ્વીગીમાંથી ફુડ ઓર્ડર કરો તો ડિલીવરી ચાર્જ પરનો ઘટેલો જીએસટી તમોને આશ્ર્ચર્ય થશે પણ તમારા ટોટલ બિલમાં તેનો ફાયદો દેખાશે નહી. સરકાર આ પ્રકારના ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર જે હાલ 18%નો સર્વિસ ટેક્ષ- જીએસટીના ભાગરૂપે લે છે તે ઘટાડી 5% કરવા જઈ રહી છે.
પરંતુ સાથોસાથ આ કંપનીમાં જે ઈનપુટ ટેક્ષ ક્રેડીટનો લાભ લે છે તે પરત ખેચી લેશે. હાલમાં જ ઝોમેટોને સરકારે 2019 થી 2022 વચ્ચેના ટેક્ષ લેણા પેટે રૂા.8000 કરોડ ચુકવવા નોટીસ આપી તે સમયે ધ્યાનમાં આવ્યું કે આ પ્રકારની ફુડ ડિલીવરી કંપનીઓ જેના પર જે 18%નો જીએસટી લાગે છે તેમાં 12થી13% તો ઈનપુટ ટેક્ષક્રેડીટ સ્વરૂપે પરત લઈ લે છે અને સરકારને 5% આસપાસ જ નેટટેક્ષ કલેકશન થાય છે.
આ પ્રકારે ટેક્ષક્રેડીટથી કંપનીઓ કરચોરી પણ કરતી હોવાનું બહાર આવ્યા બાદ હવે તા.1 જાન્યુઆરી 2025થી ઝોમેટો-સ્વીગી સહિતની ફુડ ડિલીવરી કંપનીઓ પાસેથી 5% સર્વિસ ટેક્ષ જીએસટી હેઠળ વસુલાશે અને તેમાં કોઈ ઈનપુટ ટેક્ષ ક્રેડીટ મળશે નહી. જેના કારણે કરચોરીની જે શકયતા છે તે નહીવત થઈ જશે અને ઈનપુટ ટેક્ષ ક્રેડીટની કોઈ ચિંતા જ રહેશે નહી….