ઓખાનાં દરિયામાં માછીમારી કરતી માછીમારોની બોટ ઉપર પાકિસ્તાન મરીન પોલીસે ફાયરીંગ કરતા બોટ ડુબી જતા આ અંગેની જાણ કોસ્ટગાર્ડને થતાં ખલાસીઓ બચાવી અન્ય બંદરે પહોંચાડયા હતા.મરીન પોલીસને જાણ થતાં દોડધામ મચી હતી.બોટ દરિયામાં ગરક થઈ હતી
પાકિસ્તાન મરીનની નાપાક હરકત પાકિસ્તાન મરીન સિકયુરીટી ગાર્ડ દ્વારા અવાર નવાર ભારતીય બોટ અને માછીમારોને અપહરણ કરી જવામાં આવતા હોય છે. જોકે કેટલાક સમયથી શાંતિ જોવા મળી હતી.
પરંતુ પાક મરીને ફરી લખણ ઝળકાવ્યા હોય તેમ ગઇકાલે રાત્રીના સમયે ભારતીય જળ સીમા નજીક માછીમારી કરી રહેલી ઓખાની બોટ પર પાક મરીને ફાયરિંગ કર્યું હતું. જેને પગલે સમુદ્રમાં નાશભાગ મચી ગઇ હતી. ફાયરીગને લઇ ઓખાની બોટે જળ સમાધી લઇ લીધી હતી.જો કે ખલાસી ઓનો બચાવ થયો હતો.
આ બનાવની જાણ થતાં કોસ્ટગાર્ડ તુરંત મદદે પહોંચી ગયું હતું અને બોટના માછીમારોને બચાવી લીધા હોવાનું જાણવા મળી રહ્યું છે. તેમને આજે બપોર બાદ ઓખા બંદરે લાવવામાં આવશે.
ભારતીય જળ સીમા નજીક પાક મરીન દ્વારા ફાયરિંગ કરવામાં આવતા ગુજરાતના માછીમારોમાં ભયનો મહોલ જોવા મળી રહ્યો છે.ઓખા મરીન પોલીસે પેટ્રોલીંગમાં વધારો કર્યો છે.