અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વે ડિંગ ફંક્શનમાં નીતા અંબાણીએ લીલા રંગનો પન્નાનો હાર પહેર્યો હતો જેની કિંમત 500 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. હવે એક એવો જ નકલી નેકલેસ માર્કેટમાં આવ્યો છે જેની કિંમત 100 રૂપિયાથી શરૂ થાય છે અને આ તહેવારો પર આ નેકલેસની સારી માંગ છે.
રાજકોટમાં પણ આવાં સેલિબ્રિટી નેકલેસની માંગ જોવા મળે છે. રાજકોટના ઈમિટેશન જવેલરીના વેપારીઓના જણાવ્યાં મુજબ સોશિયલ મીડિયા પર વાઈરલ થતી જવેલરી 15 થી 20 દિવસમાં બનીને તૈયાર થઈ જાય છે. આવી જવેલરી લોકોને આકર્ષે છે અને રાજકોટમાં પણ તેની સારી માંગ રહે છે.
આ ઈમિટેશન જવેલરી મુંબઈ , કોલકાતા, દિલ્હી, જેતપુર મથુરામાં બને છે અને ત્યાંથી દેશભરમાં સપ્લાઈ કરવામાં આપે છે. સેલિબ્રિટીની ઈમિટેશન જવેલરીની કિંમત રાજકોટમાં 100 થી લઇને 3000 સુધીની રેન્જમાં છે.
ઈમિટેશન જવેલરીનીના વેપારીઓ મુજબ આ વર્ષે તહેવારો પર સામાન્ય મહિલાઓ પણ બોલીવુડની અભિનેત્રીઓ જેવી લાગવા માટે અને સુંદર દેખાવા માટે સેલિબ્રિટીની ઈમિટેશન જ્વેલરી પહેરવા માંગે છે જેથી તે અન્ય કરતાં અલગ દેખાય શકે. આ વર્ષે મહિલાઓ માટેના ટ્રેન્ડમાં નવું શું છે તે જાણવા જેવું છે.
સેલિબ્રિટીઝવાળી જ્વેલરીઓ મહિલાઓની પહેલી પસંદ
તહેવારોની ખરીદી કરવા મોટી સંખ્યામાં મહિલાઓ બજારમાં આવી રહી છે, કારણ કે સેલિબ્રિટીઝની જ્વેલરી આવી રહી છે. બજારનું ઝવેરી બજાર મહિલાઓથી ભરેલું છે. આ વખતે માર્કેટમાં સેલિબ્રિટી જ્વેલરીની ઘણી માંગ છે. આ વિશે વેપારીઓ કહે છે, ’તાજેતરમાં ઘણી સેલિબ્રિટીઓના કેટલાક નેકલેસ સોશિયલ મીડિયા પર ખૂબ લોકપ્રિય થયાં છે, જેની માંગ બજારમાં પણ જોવા મળી રહી છે.
મોટાભાગની મહિલાઓ નીતા અંબાણીએ તેમનાં લગ્ન સમારોહમાં પહેરેલાં પન્નાના હારની માંગ કરી રહી છે. આમાં અમારી પાસે લીલા રંગનો નેકલેસ છે. અન્ય ઘણાં રંગો પણ ટ્રેન્ડમાં છે. કરીના કપૂરે એક ઇવેન્ટમાં ખાસ અમેરિકન ડાયમંડ અને ક્યુબિક ઝિર્કોનિયા સ્ટોનથી બનેલો સુંદર નેકલેસ પહેર્યો હતો. આ નેકલેસની પણ ખૂબ માંગ છે. ’ઘણી મહિલાઓએ કરીના કપૂરના ક્યુબિક નેકલેસની પણ ડિમાન્ડ કરી છે. માર્કેટમાં તેમનું વેચાણ એટલું ઊંચું છે કે અમારી પાસે સ્ટોક ઓછો પડે છે.
એક જ્વેલરી શોપના માલીકે કહ્યું કે, ’નીતા અંબાણીના નેકલેસની સોશિયલ મીડિયાને કારણે ખૂબ ચર્ચા થઈ છે. તે પ્રસંગને કારણે, કરવા ચોથ એ મહિલાઓનો સૌથી મોટો તહેવાર છે, તેથી આ વર્ષે નીતા અંબાણીના નેકલેસની ખૂબ માંગ છે. લીલા પથ્થરોવાળા નેકલેસની ઘણી માંગ છે.
કરવાચોથ પર ઈલેક્ટ્રિક થાળીની માંગ
દેશનાં ઉત્તર ભાગમાં કરવા ચોથનું વધારે મહત્વ હોય છે તે દિવસે મહિલાઓ ઘરે જ થાળી સજાવીને પૂજા કરતી હતી, જ્યારે આજકાલ બજારમાં થાળીનો સંપૂર્ણ સેટ ઉપલબ્ધ છે. તેમાં થાળીની સાથે વાસણ અને ચાળણી પણ હોય છે. બદલાતાં સમય સાથે ડેકોરેટેડ થાળીઓ પણ બજારમાં આવવા લાગી છે. બજારમાં આની ઘણી વેરાયટીઓ ઉપલબ્ધ છે. આ વર્ષે મહિલાઓને ઈલેક્ટ્રીક થાળી સૌથી વધુ પસંદ આવી રહી છે. લાઇટ સાથેની સુંદર હાર્ટ-આકારની થાળી માર્કેટમાં ટ્રેન્ડમાં છે.
ખાસ વાત એ છે કે આ થાળી સાથે ચાળણી આવે છે તેમાં લાઇટ પણ લગાવવામાં આવી છે. જ્યારે આ થાળી વડે પૂજા કરો છો, ત્યારે ઓન-ઓફ સ્વીચનો ઉપયોગ કરીને લાઇટને ચાલુ અને બંધ કરી શકાય છે. આ સુંદર લાલ રંગની કરવા ચોથ થાળી ઉપરાંત, ગોટાથી શણગારેલી ઘણી ડિઝાઇન કરેલી થાળી બજારમાં જોવા મળે છે. આ થાળીની કિંમત 300-400 રૂપિયા હોય છે.
બોલિવૂડ સ્ટાર્સ દ્વારા ફેમસ કરાયેલાં નેકલેસ
કરવાચોથ અને તહેવારો પહેલાં સેલિબ્રિટીઝના નેકલેસની માંગ ખૂબ વધી છે. મહિલાઓ પણ ફિલ્મ સ્ટારની જવેલરીને ખૂબ પસંદ કરી રહી છે. ઉદાહરણ તરીકે, જ્હાન્વી કપૂર, કિયારા અડવાણી, આલિયા ભટ્ટ અને દીપિકા પાદુકોણ સહિતની ઘણી અભિનેત્રીઓ ઘણાં પ્રસંગોએ ચોકર નેકલેસ પહેરેલી જોવા મળી હતી. તેથી નેકલેસની આ ડિઝાઇનની પણ ખૂબ માંગ છે.
જવેલરીના વેપારીઓ કહે છે, ’ચોકર ડિઝાઇનના નેકલેસમાં ઘણી વેરાયટી છે. આ ઉપરાંત, આવા ચોકર્સને પણ ખૂબ પસંદ કરવામાં આવી રહ્યાં છે, જે પરંપરાગત દેખાવમાં હેવી જ્વેલરી સાથે જોડાયેલા છે. ’ખાસ વાત એ છે કે ચોકર નેકલેસ વિશે, મહિલાઓ સેલિબ્રિટી દ્વારા પહેરવામાં આવતાં નેકલેસ કરતાં નવી ડિઝાઇન પર વધુ ધ્યાન આપી રહી છે.
માર્કેટમાં જ્વેલરીનો વેપાર કરતા કહે છે કે ચોકરમાં હજારો ડિઝાઈન છે, જેમાંથી મહિલાઓ તેમનાં ડ્રેસ પ્રમાણે કોઈપણ ડિઝાઈન પસંદ કરી શકે છે. સોશિયલ મીડિયા પર નીતા અંબાણી અને કરીના કપૂરના નેકલેસ જેવી પ્રખ્યાત ડિઝાઇન સરળતાથી મળશે નહીં.
તેથી, તેમની નકલ કરીને ડમી તૈયાર કરવામાં આવે છે. ચોરસ ડિઝાઇનમાં પહેલેથી જ ઘણી બધી વેરાયટી છે, તેથી જ તે ખૂબ પસંદ કરવામાં આવે છે. આ સાથે લાંબા નેકલેસ સેટની પણ આ દિવસોમાં ખૂબ માંગ છે.