- “યુવા સંવાદ’નો ઉદ્દેશ્ય ધારાવી સોશિયલ મિશન હેઠળ યુવાનોને સશક્ત બનાવવાનો છે
મુંબઈ, 14 ઑક્ટોબર 2024: ધારાવીના લોકોના ઉત્થાન અને તેમનાં કૌશલ્યવર્ધન માટેની સામાજિક પહેલ – ધારાવી સોશિયલ મિશન (DSM)એ તાજેતરમાં તેનો યુથ એન્ગેજમેન્ટ પ્રોગ્રામ (યુવા જોડાણ કાર્યક્રમ) – ‘યુવા સંવાદ’ શરૂ કર્યો. ઉદ્ઘાટન કાર્યક્રમ માટુંગા પૂર્વમાં કલ્યાણ ભવન હોલ ખાતે યોજાયો હતો. આ પહેલ 18થી 32 વર્ષની વયના પુરુષો માટે છે.
DSM એ ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ (DRPPL)ની એક પહેલ છે અને ‘યુવા સંવાદ’નો ઉદ્દેશ્ય શિક્ષણ, રોજગાર અને મનોરંજનની તકોની મર્યાદિત પહોંચ જેવા જે મુખ્ય પડકારોનો ધારાવીના યુવાનો સામનો કરી રહ્યા છે, તે પડકારોનો ઉકેલ લાવવાનો છે. આ પહેલ વર્કશોપ્સ અને ઇવેન્ટ્સની શ્રેણી દ્વારા આગામી કૌશલ્ય વિકાસ, માર્ગદર્શન અને કારકિર્દી સહાયક કાર્યક્રમોને આકાર આપવા માટેના પ્લેટફોર્મ તરીકે સેવા આપશે.
‘યુવા સંવાદ’ પહેલમાં સમાવેશ થશે:
- રોજગાર કેન્દ્રિત કૌશલ્ય વિકાસ કાર્યશાળાઓ
- વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતો સાથે માર્ગદર્શન કાર્યક્રમો
- રોજગાર / નોકરીની તૈયારી માટે તાલીમ
- નાણાકીય અને ડિજિટલ સાક્ષરતા અને ઉદ્યોગસાહસિકતા માટેની કાર્યશાળાઓ
- આત્મવિશ્વાસ અને નેતૃત્વ કૌશલ્યો વિકસાવવા ઉપર કેન્દ્રિત કારકિર્દી માર્ગદર્શન કાર્યશાળાઓ
- સામાજિક જવાબદારીને પ્રોત્સાહન આપવા માટે સ્વચ્છતા અભિયાનો અને આરોગ્ય શિબિરો જેવા સામુદાયિક પ્રોજેક્ટ
‘યુવા સંવાદ‘ પહેલની શરૂઆત ધારાવીના યુવાનો માટે વિવિધ ક્ષેત્રોના વ્યાવસાયિકો અને નિષ્ણાતો સાથે વાર્તાલાપ કરવાની તકો ઊભી કરીને તેમના માટે ઉજ્જવળ ભવિષ્ય બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.
ધારાવી સોશિયલ મિશન, આગામી મહિનાઓમાં ‘યુવા સંવાદ’ ઉપરાંત ઘણા અસરકારક કાર્યક્રમો હાથ ધરશે. પુરૂષો, મહિલાઓ અને બાળકો માટે વ્યાપક આરોગ્ય તપાસ શિબિરો દ્વારા સમુદાયમાં આવશ્યક આરોગ્યસંભાળ જરૂરિયાતો ઉપર ધ્યાન આપવાનું આયોજન છે. ઉપરાંત, મહિલા સશક્તિકરણ કૌશલ્ય વિકાસ કાર્યક્રમ ધારાવીમાં મહિલાઓ માટે રોજગારની તકો વધારવા માટે વ્યાવસાયિક તાલીમ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. DSM ચામડાની કારીગરી (ચર્મ ઉદ્યોગ)માં ધારાવીના સમૃદ્ધ વારસાને પ્રદર્શિત કરીને અને સ્થાનિક કારીગરો અને ઉદ્યોગસાહસિકો માટે વેપારની તકો ઊભી કરવા ચર્મ ઉદ્યોગ માટે એક એક્સ્પોનું આયોજન કરવાની પણ યોજના ધરાવે છે. આ પહેલો, ધારાવીમાં સમાવેશી વૃદ્ધિ અને વિકાસને પ્રોત્સાહન આપવા માટેની DRPPLની પ્રતિબદ્ધતાનો એક ભાગ છે.
આ કાર્યક્રમમાં હાજરી આપનારા અગ્રણી મહાનુભાવો અને મહેમાનોમાં વિવિધ સમુદાયોના અગ્રણી નેતાઓ, સ્થાનિક સરકારી અધિકારીઓ અને ઉદ્યોગ નિષ્ણાતો, જેમ કે પ્રેરક વક્તા અને લાઇફ ટ્રેનર ડૉ. મનોહર ભોઇર, સાયબર ક્રાઈમ અને ડિજિટલ ફોરેન્સિક્સ નિષ્ણાત પ્રશાંત ડૉ. એસ. લોખંડે, UNH મેનેજમેન્ટ સર્વિસીસના ડિરેક્ટર અને CEO શ્રી પ્રફુલ યરવણકર, અને , હિપ-હોપ ડાન્સર શ્રી આકાશ ધનકર સામેલ હતા. આ સહુએ ‘યુવા સંવાદ’ પહેલ અને ધારાવીના યુવાનોને સશક્ત બનાવવામાં તેની ભૂમિકા માટે પોતાનું સમર્થન જાહેર કર્યું. તેમની હાજરીને કારણે સામાજિક પરિવર્તન લાવવા અને યુવા પેઢી માટે તકો ઊભી કરવા માટે સંયુક્ત પ્રયાસોના મહત્ત્વ ઉપર વિશેષ ભાર મૂકાયો.
ધારાવી સોશિયલ મિશન વિશે:
ધારાવી સોશિયલ મિશન (DSM) એ ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ (DRPPL)ની મુખ્ય પહેલ છે, જે સામાજિક, આર્થિક અને માળખાકીય પરિમાણોને સમાવીને ધારાવીના રહેવાસીઓના આરોગ્યપ્રદ વિકાસને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત છે. આ મિશન ધારાવીના યુવાનો, મહિલાઓ, ઉદ્યોગો અને વંચિત જૂથો પર વિશેષ ભાર મૂકે છે. મિશનના પ્રયાસો કૌશલ્ય આધારિત રોજગાર, શિક્ષણ, આરોગ્યસંભાળ અને સ્વચ્છતા, સામાજિક જોડાણ અને સમુદાય કલ્યાણને વધારવા ઉપર કેન્દ્રિત છે.
ધારાવી સોશિયલ મિશન, સહુને માટે ઉજ્જવળ, વધુ સ્થિતિસ્થાપક અને સમાવિષ્ટ ભવિષ્યનું નિર્માણ થઈ શકે એ માટે સમુદાયના જીવનની સંપૂર્ણ ગુણવત્તા સુધારવા, વ્યક્તિઓને સશક્ત કરવા, ટકાઉ આજીવિકા વિકસાવવા માટે પ્રતિબદ્ધ છે. આ હેતુલક્ષી મિશન સ્વ-નિર્ભર ઇકો સિસ્ટમ માટે વ્યક્તિઓ અને જૂથોની લાંબા ગાળાની અને ટકાઉ, સામાજિક-આર્થિક ક્ષમતાઓ વધારવા માટે કામ કરવાનો પ્રયાસ કરે છે.
For more information, please contact:
Rakhi Kankane: [email protected] | DRPPL
Makarand Gadgil: [email protected] | DRPPL
Pankaj Mudholkar: [email protected] | Aakriti Promotions and Media Limited