By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: જો ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ લંબાય તો તે ભારત માટે મોટું નુકસાન
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > જો ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ લંબાય તો તે ભારત માટે મોટું નુકસાન
Top Newsદુનીયાબિઝનેસભારત

જો ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ લંબાય તો તે ભારત માટે મોટું નુકસાન

Hotline News
Last updated: October 3, 2024 5:21 PM
Hotline News - Editor Published October 3, 2024
SHARE

બંને દેશો વચ્ચે ભારતના વ્યાપારિક સંબંધો : ક્રૂડ ઓઈલ, ઈલેક્ટ્રોનિક્સ અને કૃષિ ક્ષેત્રને નુકસાન થવાની સંભાવના : ક્રૂડ ઓઈલના ભાવમાં $28નો વધારો થવાની શક્યતા

હાલ ઈઝરાયલ અને ઈરાન યુધ્ધે ચડયા છે. બંને વચ્ચે જો આ યુધ્ધ ચાલુ રહે તો ભારત પર તેની અસર થયા વગર રહે નહીં કારણ કે ભારત બીજુ સૌથી મોટુ વ્યાપારિક ભાગીદાર છે.

ભારત એશિયામાં ઈઝરાયલનુ બીજુ મોટુ વ્યાપારિક ભાગીદાર છે. ભારત દ્વારા પશ્ર્ચિમ એશિયાઈ દેશોને નિકાસ કરવામાં આવતી મુખ્ય વસ્તુઓમાં બાસમતી, કપડા, રત્ન-આભૂષણ, સૂતરના દોરા અને કપડા સામેલ છે. જો કે દ્વિપક્ષીય વ્યાપારમાં મુખ્યત્વે હીરા, પેટ્રોલીયમ ઉત્પાદનો અને રસાયણોનું વર્ચસ્વ છે.

ઈઝરાયલ સાથે વ્યાપાર: ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલ-જુલાઈ દરમ્યાન ઈઝરાયલને ભારતના નિકાસ 639 મિલિયન અમેરિકી ડોલર રહી હતી. 2023-24માં તે 4.52 અબજ અમેરિકી ડોલર હતી. આ નાણાકીય વર્ષના પહેલા ચાર મહિના દરમ્યાન ઈઝરાયલથી આયાત 469.44 મિલિયન અમેરિકી ડોલર હતી. 2023-24માં તે બે અબજ અમેરિકી ડોલર હતી.

ઈરાન સાથે વ્યાપાર: ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલ-જુલાઈ દરમ્યાન ઈરાનને ભારતની નિકાસ 538.57 મિલિયન અમેરિકી ડોલર રહી. 2023-24માં આ 1.22 અબજ અમેરિકી ડોલર હતી. આ નાણાકીય વર્ષના પહેલા ચાર મહિના દરમ્યાન ઈરાનથી આયાત 140.69 મિલિયન અમેરિકી ડોલર હતી. 2023-24માં તે 625.14 મિલિયન ડોલર હતી.

ક્રુડ ઓઈલના ભાવમાં ચાર ટકાનો ઉછાળો: ઈરાનના ઈઝરાયલ પર હુમલા બાદ ક્રુડ ઓઈલની કિંમતોમાં ચાર ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. બ્રેન્ટ ક્રુડ 74.50 ડોલર પ્રતિ બેરલનો કારોબાર રહ્યો છે જયારે બીજી બાજુ અમેરિકી ક્રુડ ઓઈલની કિંમતોમાં પણ ચાર ટકાથી વધુનો વધારો જોવા મળી રહ્યો છે.

રીપોર્ટ મુજબ ઓપેક પ્લસની મીટીંગમાં ક્રુડ ઓઈલના ઉત્પાદનને સીમીત રાખવ પર ફેંસલો થાય છે તે ક્રુડ ઓઈલની કિંમતોમાં વધુ વધારો જોવા મળી શકે છે. ક્રુડ ઓઈલના ભાવમાં 7 ડોલર સુધીનો ઉછાળો સંભવ: એક  અનુમાન મુજબ ઈરાન પર આર્થિક પ્રતિબંધો લાગવા પર ક્રુડ ઓઈલ 7 ડોલર પ્રતિ બેરલ સુધી મોંઘુ થઈ શકે છે. જયારે ઈરાનના ઉર્જા પ્રતિષ્ઠાનો પર ઈઝરાયલ હુમલો કરે છે તો ક્રુડ ઓઈલ 13 ડોલર પ્રતિ બેરલ સુધી મોંઘુ થઈ શકે છે. સ્ટેટ બેન્ક ઓફ તેર્મુઝથી પુરવઠો બાધિત થવા પર ક્રુડ ઓઈલ 13 થી 28 ડોલર પ્રતિ બેરલ મોંઘુ થઈ શકે છે.

► એકતરફી યુધ્ધ નહીં હોય, એકબીજાને ભારે પડી શકે છે બન્ને દેશોની સેનાઓ
નવીદિલ્હી: ઈઝરાયલ, ગાઝા, લેબેનોન અને ઈરાન  એકસાથે જંગમાં છે. ઈરાન અને લેબેનોન વચ્ચે હવાઈ અંતર 1700 કિલોમીટર છે. લંડન ઈન્સ્ટિટયુટ ફોર ઈન્ટરનેશનલ સ્ટ્રેટેનિક સ્ટડીઝના રક્ષા વિશેષજ્ઞ ફાબિયાન હિંજના અનુસાર  ઈઝરાયલ-ઈરાન યુધ્ધ એકતરફી નહી હોય,  ઈરાને આધુનિક મિસાઈલોથી જેવી રીતે હુમલા કર્યા છે તો તે તેની તાકાતનો સંકેત છે. સંભવ છે કે યુધ્ધની હાલતમાં ઈરાન ઈઝરાયલને મોટી ટકકર આપે.

► આખરે ઈરાન અને ઈઝરાયલ વચ્ચે કેમ બગડયા સંબંધો?
હાલમાં ઈરાન  અને ઈઝરાયલ એકબીજાના જાની દુશ્મન બન્યા છે. ઈરાન અને ઈઝરાયલ વચ્ચે સંબંધોની શરૂઆત વર્ષ 1948માં થઈ હતી. 1948માં દુનિયાના નકશામાં ઈઝરાયલ નામના દેશનો જન્મ થયો હતો. તેને માન્યતા આપનારા બહુમતી મુસ્લીમ દેશ તુર્કી પછી ઈરાન હતો. તે વખતે ઈરાનમાં પહલવી રાજવંશનુ શાસન હતુ.

આ પહેલવી રાજવંશ અમેરિકાનુ સમર્થક હતુ. જયારે અમેરિકા ઈઝરાયલનુ સમર્થક હતુ. બંને દેશોના સંબંધોમાં ખટાશ ત્યારે પેદા થઈ જયારે 1979માં ઈરાનમાં ઈસ્લામીક ક્રાંતિ થઈ હતી. નવી ઈરાની સતા અમેરિકાને મહાન શેતાન અને ઈઝરાયલને નાના શેતાનની ઉપમા આપી હતી. ઈસ્લામીક ક્રાંતિ બાદ ઈરાને ઈઝરાયલ સાથે બધા સંબંધ તોડી નાખેલ. નાગરિકો યાત્રા નહોતા કરી શકતા.

ઈઝરાયેલની સેનાના નિશાના પર ઈરાની તેલ ભંડાર
જી 7 દેશોએ કહ્યું રાજદ્વારી ઉકેલ હજુ પણ શક્ય: સંઘર્ષ કોઈનાં હિતમાં નથી : ઘણાં દેશોએ તેમની ફ્લાઇટના રૂટ બદલ્યાં
મિસાઈલ હુમલાના જવાબમાં ઈઝરાયેલ ટૂંક સમયમાં ઈરાન સામે મોટી કાર્યવાહી કરી શકે છે. તે તેનાં તેલનાં ભંડારને નિશાન બનાવશે. એક મીડિયા રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે. રિપોર્ટમાં ઈઝરાયેલના અધિકારીઓને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ઈરાનના અન્ય સ્થળો પણ ઈઝરાયેલના નિશાન પર હશે. એવાં દાવા કરવામાં આવ્યાં હતાં કે ટાર્ગેટેડ કિલિંગ અને ઈરાનની એર ડિફેન્સ સિસ્ટમને પણ નિશાન બનાવી શકાય છે. મધ્ય પૂર્વના નિષ્ણાત બરાક રવિદે કહ્યું કે, ઈરાન ક્યારેય મધ્ય પૂર્વમાં યુદ્ધની આટલી નજીક આવ્યું નથી. 

મોસાદના મુખ્યમથક અને હવાઈ મથકને નિશાન બનાવવામાં આવ્યાં 
ઈરાની મીડિયા અહેવાલોએ દાવો કર્યો હતો કે ઈરાની મિસાઈલ હુમલામાં ઈઝરાયેલી ગુપ્તચર એજન્સી મોસાદ અને એક એરબેઝ જ્યાં 35 ફાઈટર પ્લેન હતાં તેને નિશાન બનાવવામાં આવ્યાં હતાં. સૈન્ય અધિકારી મોહમ્મદ બધેરીએ જણાવ્યું હતું કે હુમલામાં હાઇપરસોનિક ફતહ મિસાઇલોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 

ઈઝરાયેલ, ઈરાન યુદ્ધ લાંબું ચાલશે
ઈરાનના ઈઝરાયેલ પરનાં મિસાઈલ હુમલા બાદ પશ્ચિમ એશિયામાં છેલ્લાં એક વર્ષથી ચાલી રહેલા સંઘર્ષ આગળ વધી શકે છે. નિષ્ણાતોના મતે, વિશ્વ આ સંઘર્ષને મોટાં યુદ્ધમાં ફેરવાય નહીં તે માટે પ્રયાસ કરી રહ્યું છે. પરંતુ, સંજોગો જોતાં, તે સ્પષ્ટ છે કે મોટાં યુદ્ધને ટાળી શકાય છે, પરંતુ સંઘર્ષ લાંબા સમય સુધી ચાલુ રહેશે.  

નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ રાજેન્દ્ર સિંહ અનુસાર, ઇઝરાયેલ પર આંતરિક અને બાહ્ય દબાણ છે. ઈઝરાયેલના દુશ્મનો હમાસ અને હિઝબુલ્લાહને સંપૂર્ણપણે ખતમ કરવા માટે આંતરિક દબાણ છે. બીજી બાજુ, વિશ્વ તેની ક્રિયા કરવાની પદ્ધતિઓ સાથે સહમત નથી. જે રીતે ગાઝા અને લેબનોનમાં ઈઝરાયેલના હવાઈ હુમલામાં નિર્દોષ લોકોનાં મોત થયાં છે તે જ રીતે વિશ્વનાં દેશો તેમનાં પર યુદ્ધ રોકવા માટે દબાણ કરી રહ્યાં છે.

ઇઝરાયેલ વિશ્વનું ઓછું સાંભળી રહ્યું છે અને પોતાનું વધુ કરી રહ્યું છે. સિંહનાં મતે ઈરાન એક મોટો દેશ છે. તેની સેના વિશાળ છે. ઈરાન પાસે ડ્રોન અને મિસાઈલ સહિત ઘણી નવી ટેકનોલોજી છે. ઇઝરાયેલ પાસે વધુ હવાઈ શક્તિ છે. જો યુદ્ધ થશે તો તે હવાઈમાં થશે કારણ કે બંને દેશો વચ્ચેનું અંતર ઘણું વધારે છે. આવી સ્થિતિમાં તે લાંબા સમય સુધી ચાલી શકે છે.

You Might Also Like

ગુડગાંવમાં યુવતી સાથે લિવ-ઈન પાર્ટનરની બર્બરતા, 3 દિવસ માટે જીવન નર્ક બની ગયું

IND vs SA: દક્ષિણ આફ્રિકા સામેની મેચ પહેલા ભારતની ચિંતા વધી, આ ઝડપી બોલર હાર્દિકના શોટથી ઘાયલ થયો

CM યોગી આવતીકાલથી જાપાનના પ્રવાસે જઈ રહ્યા છે, હાઇ-સ્પીડ ટ્રેનમાં 100 કિમીની ટ્રાયલ યાત્રા કરશે

બાળકોના વીડિયો, ડાર્ક વેબ અને 47 દેશો… બાંદામાં 10 વર્ષથી ચાલતું કૌભાંડ, દંપતીને મૃત્યુદંડ

“મારા પરના આરોપો રાજકીય છે…” રાહુલ ગાંધીએ સુલતાનપુર કોર્ટમાં હાજર થયા બાદ કહ્યું

#Indiairan
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
ધાર્મિક રીતે મહત્વપૂર્ણ ‘ગયા’ શહેરનું નામ બદલીને ‘ગયાજી’ કરાયું
Hotline News Hotline News May 17, 2025
હરિયાણાના યુવાનો ડંકી માર્ગે વિદેશ જવા માટે મજબૂર કેમ થઈ રહ્યા છે, રાહુલ ગાંધીએ X પર પોસ્ટ કરી
વોટ્સએપ – ઇન્સ્ટાગ્રામનું ભવિષ્ય નક્કી થશે
શહેરના વિવિધ વિસ્તારોમાં ફટાકડાના સ્ટોલનું લાયસન્સ ફરજીયાત
અદાણી ગ્રીન ટોક્સ 2025માં નવીનતા અને સામાજિક હેતુની યાત્રાઓ શેર કરી
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બિઝનેસભારત

Jeet Adani At AI Summit: ભારતને પોતાના AI માળખાની જરૂર; $100 બિલિયન રોકાણની યોજના

Hotline News Hotline News February 20, 2026
Top Newsઆરોગ્ય

શું જીરું પાણી ખરેખર ચરબી ઓગળે છે? જાણો કેટલા સમય સુધી તે પીવું સલામત છે

Hotline News Hotline News February 20, 2026
ScienceTop News

આ નજારો જોવો મુશ્કેલ છે… 28 ફેબ્રુઆરીની સાંજે આકાશમાં 6 ગ્રહોની હરોળ

Hotline News Hotline News February 20, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?