- ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરોએ છટકુ ગોઠવી રંગે હાથ ઝડપ્યો
- સુરત રેલ્વે સ્ટેશનની સામે આવેલા બિસ્મિલ્લા કાફેમાંથી ધરપકડ
સુરત: ગુજરાતના એન્ટી કરપ્શન બ્યુરોએ સુરત રેલ્વે સ્ટેશનની સામે આવેલા બિસ્મિલ્લા કાફે પાસે ₹ 1 લાખની રુશ્વતના કેસમાં લાંચિયા પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ધરપકડ કરી છે.
આ કેસની વિગત મુજબ અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી વિરુદ્ધ અરજી કરવામાં આવી હતી. આરોપી લલિતકુમાર પુરોહિત, ગોપીપુરા પોલીસ ચોકીમાં તૈનાત સબ-ઇન્સ્પેક્ટર (વર્ગ 3) અરજીની તપાસ કરી રહ્યા હતા. તપાસ દરમિયાન, આરોપી પીએસઆઈએ ફરિયાદીનો સંપર્ક કર્યો અને ફરિયાદી સામેની ફરિયાદનો નિકાલ કરવા માટે ₹1 લાખની લાંચની માંગણી કરી.
ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે બનાસકાંઠા એસીબીનો સંપર્ક કર્યો હતો. ફરિયાદના આધારે રચવામાં આવેલા લાંચના છટકા દરમિયાન આરોપી લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ ગયો હતો.