મુંબઈ, 21 સપ્ટેમ્બર 2024: ધારાવીમાં ક્રિકેટરોને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડતી ‘ધારાવી પ્રીમિયર લીગ’ (ડીપીએલ)ની બીજી સિઝન શુક્રવારે સવારે ભારે ઉત્સાહભેર શરૂ થઈ. આ પ્રસંગે સ્થાનિક ખેલાડીઓ અને ક્રિકેટ પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ પ્રાઈવેટ લિમિટેડ (DRPPL) દ્વારા આયોજિત આ લીગમાં ધારાવીના સ્થાનિક ખેલાડીઓની કુલ 14 ટીમો ભાગ લેશે, અને આ મેચો ધારાવીમાં ‘ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ’ ના ગ્રાઉન્ડ પર રમાશે. આ લીગના માધ્યમથી ધારાવીના ખેલાડીઓ પ્રથમ વખત ટર્ફ ક્રિકેટનો રોમાંચ અનુભવી શકશે. ‘અપના ટાઈમ આ ગયા’ સૂત્ર સાથે ધારાવીના યુવાનો આ ત્રણ દિવસીય લીગમાં ક્રિકેટનો આનંદ માણશે.
“આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટનાં ધોરણો અને નિયમોને આધારે રમાતી DPLની પ્રથમ સિઝન આ વર્ષે મે મહિનામાં સ્થાનિક ખેલાડીઓ અને ક્રિકેટ ચાહકોના અભૂતપૂર્વ પ્રતિસાદ સાથે યોજાઈ હતી. ધારાવીના સેક્ટર 1 ના લગભગ 200 ખેલાડીઓએ ભાગ લીધો હતો. આને પગલે, સ્થાનિક ખેલાડીઓની માંગ મુજબ DPL 1.2 નું આયોજન કરવામાં આવ્યું હતું,” એમ DRPPLના સૂત્રએ જણાવ્યું હતું.
મિની ઈન્ડિયા તરીકે ઓળખાતા ધારાવીમાં તમે શેરીઓમાં લોકોને ક્રિકેટ રમતાં જોઈ શકો છો. આવા ક્રિકેટ પ્રેમને કારણે DRPPL વતી સ્થાનિક યુવાનોની મદદથી ‘DPL T-10’ ક્રિકેટ લીગનો જન્મ થયો. આ લીગની ક્રિકેટ મેચો ધારાવીના વિવિધ સેક્ટરમાં કુલ 6 તબક્કામાં યોજાશે. DPL 1.2 માં, કુંભારવાડા, સામાજિક નગર, રાજીવ ગાંધી નગર, જીવનજ્યોત પ્રશાસન સંઘ, મહાત્મા ગાંધી નગર, સેક્ટર 2 ના મુસ્લિમ નગરની ક્રિકેટ ટીમોએ ભાગ લીધો છે અને આયોજકો વતી આ ટીમોને ખાસ જર્સીનું વિતરણ પણ કરવામાં આવ્યું છે.
ઈન્ટરનેશનલ ટી20ના નિયમો અનુસાર રમાતી આ લીગ દ્વારા ધારાવીના ક્રિકેટરો પ્રથમ વખત ગુણવત્તાયુક્ત પીચ, થર્ડ અમ્પાયર, એક્શન રિપ્લે, રનિંગ કોમેન્ટ્રી જેવી અદ્યતન રમત સુવિધાઓનો લાભ લઈ શકશે. આ તમામ મેચોનું સોશિયલ મીડિયા અને સ્થાનિક કેબલ નેટવર્ક્સ પર જીવંત પ્રસારણ કરવામાં આવશે અને ક્રિકેટ ચાહકો તેની વચ્ચે મિમિક્રી અને અન્ય મનોરંજન કાર્યક્રમોનો આનંદ માણી શકશે. આ લીગમાં ધારાવીની કુલ 14 ટીમો જેમ કે કુંભારવાડા બોયઝ, ધારાવી માસ્ટર બ્લાસ્ટર્સ, ધારાવી થલાઈવા, ક્રિકેટ ફાઈટર્સ, એંગ્રી બોયઝ ભાગ લેશે.
વિજેતા ટીમને રૂ.1 લાખનો ચેક
DPL 1.2માં જોડાનાર 14 ટીમો શુક્રવારે લીગ મેચ રમશે. વિજેતા ટીમની આગામી મેચો શનિવારે રમાશે અને ફાઇનલ વિજેતા ટીમને આકર્ષક ટ્રોફી અને રૂ. 1 લાખનો ચેક આપવામાં આવશે જ્યારે રનર્સ અપ ટીમને આકર્ષક ટ્રોફી અને રૂ. 50 હજારનો ચેક આપવામાં આવશે.
“અમે ડીપીએલની પ્રથમ સિઝનમાં ભાગ લઈ શક્યા ન હતા કારણ કે તે માત્ર સેક્ટર 1 ના ખેલાડીઓ માટે હતી. આવી ગુણવત્તાયુક્ત લીગમાં ભાગ લેવાની અને અમારી ખેલદિલી દર્શાવવાની તક મળે તે મારું અને મારા મિત્રોનું સ્વપ્ન હતું. ડીપીએલ 1.2 ના અવસર પર એક સ્વપ્ન સાકાર થયું છે અને આ લીગ અમારા જેવા સ્થાનિક ખેલાડીઓ માટે એક મહાન પ્લેટફોર્મ પ્રદાન કરે છે અને તે અમારા જીવનની સૌથી મોટી ક્ષણ છે.”
– અંકિતદીપ સરોજ, 20 વર્ષ, થંડર ઈલેવન વૉરિયર્સના કેપ્ટન, શહીદ ભગત સિઘ નગર, કુંભારવાડા, ધારાવી.
DRPPL વિશે
ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ (DRPPL) એ મહારાષ્ટ્ર સરકાર અને અદાણી જૂથ વચ્ચેના સંયુક્ત સાહસ તરીકે રચાયેલ સ્પેશિયલ પર્પઝ વ્હીકલ છે. ધારાવીકરોને આધુનિક આવાસ પ્રદાન કરીને અને તેમની સહજ ઉદ્યોગસાહસિક ભાવનાને જાળવી રાખીને તેમના જીવનમાં પરિવર્તન અને અપગ્રેડ કરવાનો DRPPLનો પ્રયાસ છે. આ માનવ-કેન્દ્રિત પરિવર્તન જગ્યાઓનું પુનઃનિર્માણ કરવા અને સમુદાયના જીવનના સારની પુનઃશોધ કરવા વિશે છે, જે નાગરિક સુવિધાઓ સાથે સ્વચ્છ વાતાવરણનું સર્જન કરવા સાથે સાથે, બધાં જ બેન્ચમાર્ક સાથે વર્ગમાં શ્રેષ્ઠ એવી પરિવહન, કનેક્ટિવિટી, વીજળી, પાણી અને ઇન્ટરનેટની અત્યાધુનિક આવશ્યકતાઓને ઉપલબ્ધ બનાવવાનું લક્ષ ધરાવે છે.
For more information, please contact:
Rakhi Kankane: [email protected] | DRPPL
Makarand Gadgil: [email protected] | DRPPL
Pankaj Mudholkar: [email protected] | Aakriti Promotions and Media Limited