- અદાણી એરપોર્ટ્સે સીમલેસ પેસેન્જર અનુભવ માટે ટેકનોલોજી પ્લેટફોર્મ ‘aviio’ લોન્ચ કર્યું
- aviio એરપોર્ટ હિસ્સેદારોની રિયલ ટાઈમ મેનેજમેન્ટ સાથે મુસાફરીને સરળ અને ઝડપી બનાવતી એરપોર્ટ મેનેજમેન્ટ સિસ્ટમ છે
- ઓપરેશનલ કાર્યક્ષમતા અને રિયલ ટાઈમ સંસાધનોના સંચાલનની સુધારણામાં તે AAHLને સહયોગ આપશે
અમદાવાદ, 10 સપ્ટેમ્બર 2024: વૈશ્વિક સ્તરે વૈવિધ્યસભર અદાણી ગ્રૂપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસની પેટાકંપની અદાણી એરપોર્ટ્સ હોલ્ડિંગ્સ લિમિટેડ (AAHL) એ એરપોર્ટ ઇકોસિસ્ટમ માટે એક અગ્રણી ડિજિટલ ટ્રાન્સફોર્મેશન પ્લેટફોર્મ aviio લોન્ચ કર્યું છે. ભારતમાં સૌપ્રથમ આ પ્રકારની વ્યાપક ડિજિટલ પહેલ છે. aviio મુસાફરોને વધુ સારી સેવા અને સહયોગ માટે ઉડ્ડયન સમુદાયને સાથે લાવવા ઈચ્છે છે.
એરપોર્ટના હિતધારકોને રીઅલ-ટાઇમ ડેટા ઍક્સેસ સાથે તેમાં મુસાફરોની સુરક્ષા તપાસ, રાહ જોવાનો સમય, ગેટ બદલવા સહિતના વિવિધ અપડેટ્સ મળી રહેશે. આ પાથ-બ્રેકિંગ પહેલ સાથે AAHL ઉડ્ડયન સમુદાયોને શ્રેષ્ઠ સેવા અને એરપોર્ટ ઓપરેશન્સ મેનેજમેન્ટના નવા ધોરણો સ્થાપિત કરવાનો હેતુ ધરાવે છે.
આ પહેલ અંતર્ગત સાત ઓપરેશનલ એરપોર્ટ સ્ટેબલ અને એક 2025 ના મધ્યમાં લાઇવ થવાની અપેક્ષા છે. B2B સેવાઓ માટે આ પ્લેટફોર્મ સેવા શરૂ કરવામાં આવી છે. એરપોર્ટનું સંચાલન કરવાની અનન્ય જરૂરિયાતને પહોંચી વળવા માટે તેને ક્યુરેટ કરવામાં આવ્યું છે. ડિજિટલ ટ્રાન્સફોર્મેશનની પહેલ માટે મહત્વપૂર્ણ aviio પ્લેટફોર્મ વિશ્વભરમાં એરપોર્ટ ઓપરેશન્સમાં બેન્ચમાર્ક બનાવવાની નેમ ધરાવે છે. ‘એરપોર્ટ-ઇન-એ-બોક્સ’ના મોડેલ તરીકે aviio સુવિધા થકી AAHL નું વિઝન અત્યાધુનિક સ્માર્ટ એરપોર્ટ ઓપરેશન્સ સિસ્ટમના વિકાસાવવાનું છે.
આ નેક્સ્ટ જનરેશન એરપોર્ટ પ્લાનિંગ એન્ડ ઓપરેશન સેન્ટર (APOC)માં 10 ગણી વધુ સુવિધાઓ છે, જે ડેટા આધારિત નિર્ણયો લેવામાં મદદ કરે છે. AAHL કર્મચારીઓ સિવાય aviio એપ (AOCC-ઓન-ધી-ગો) એ ઇકોસિસ્ટમના તમામ સ્ટેકહોલ્ડર્સ માટે છે, જેમાં AAHL કર્મચારીઓ, એરલાઇન્સ, ગ્રાઉન્ડ હેન્ડલર્સ, રિટેલ વગેરેનો સમાવેશ થાય છે. તમામ સંસ્થાઓ સાથે સહયોગ સુનિશ્ચિત કરવા CISF કર્મચારીઓને એપ ઇન્સ્ટોલ સાથે સ્માર્ટ ફોન આપવામાં આવશે.
AAHL ના સીઈઓ શ્રી અરુણ બંસલે, જણાવ્યું હતું કે, “આ બહુહેતુક એપ્લિકેશન સ્ટેકહોલ્ડર્સને શ્રેષ્ઠ સહયોગ આપવા ડિઝાઇન કરવામાં આવી છે. આંતરિક અને બાહ્ય હિસ્સેદારોને યોગ્ય નિર્ણય લેવા સુધારેલી પરિસ્થિતિ સાથે એરપોર્ટ સજ્જ છે. જો કે aviio નો સૌથી વધુ ફાયદો મુસાફરોને થશે. આ એપ અમારા પરિવહનની રીતમાં પરિવર્તન લાવવા સુસજ્જ છે. આ પહેલ AAHLને ઓપરેશનલ કાર્યક્ષમતા અને રીઅલ ટાઇમ રિસોર્સ મેનેજમેન્ટને સુધારવામાં મદદ કરશે. તે મલ્ટિ-એરપોર્ટ ગવર્નન્સ માટે પોર્ટફોલિયોમાં વધારવામાં મદદ કરશે.”
AAHL એ ઓપરેશનલ કાર્યક્ષમતા વધારવા અને ગ્રાહકોના ઉત્કૃષ્ટ અનુભવ માટે ડિજિટલ ટ્રાન્સફોર્મેશનની યાત્રા શરૂ કરી છે. તે ભવિષ્ય માટે તૈયાર નેક્સ્ટ જનરેશન એરપોર્ટ ઇકોસિસ્ટમ બનાવવા માટે AI, IoT, કમ્પ્યુટર વિઝન, રોબોટિક્સ અને ડિજિટલ ટ્વિન્સ સહિતની અત્યાધુનિક તકનીકોમાં રોકાણ કરી રહી છે. તેનાથી કામગીરીના તમામ પાસાઓમાં મૂલ્યવૃદ્ધિ થશે. ડિજિટલાઇઝેશનમાં રોકાણ એ એક વ્યૂહાત્મક અને દૂરંદેશી પગલું છે.