By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: અદાણી ફાઉન્ડેશનના સહયોગથી વાંસવા ગામની હર્ષા સખી મંડળ બન્યું લખપતિ દીદી
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > સિટી ન્યૂઝ > સુરત > અદાણી ફાઉન્ડેશનના સહયોગથી વાંસવા ગામની હર્ષા સખી મંડળ બન્યું લખપતિ દીદી
Top Newsભારતસુરત

અદાણી ફાઉન્ડેશનના સહયોગથી વાંસવા ગામની હર્ષા સખી મંડળ બન્યું લખપતિ દીદી

Hotline News
Last updated: August 30, 2024 1:21 PM
Hotline News - Editor Published August 30, 2024
SHARE
  • આર્થિક તકલીફોનો સામનો કરતી મહિલાઓ મહિને એક લાખનો વેપાર કરતી થઈ
  • સરકાર દ્વારા પાંચ લાખની લોન સહાય પણ મળી છેઃ

સુરતઃ ગ્રામિણ ક્ષેત્રની અસંગઠીત અને ગરીબ મહિલાઓને પગભર કરવાની, મહિલા ઉત્કર્ષ અને સશક્તિકરણ માટેની એક પહેલ એટલે સખી મંડળ. આવા જ સપના સાથે સુરતના ઔધોગિક વિસ્તાર એવા હજીરા નજીકના વાંસવા ગામે હર્ષા સખી મંડળની સ્થાપના ૨૦૦૯માં થઈ હતી. આ સખી મંડળની બહેનો પૈકી કેટલીકને તો બે ટંક જમવામાં પણ તકલીફ પડતી હતી. એવી મહિલાઓને એક વર્ષ અગાઉ અદાણી હજીરા પોર્ટ ઉપર એક કેન્ટીન શરૂ કરવાની તક મળી અદાણી ફાઉન્ડેશન, હજીરાના સહયોગથી અને એમના જીવનમાં એક મોટો બદલાવ આવ્યો. એ બદલાવ એવો આવ્યો કે, ૨૦૦૯ થી ૨૦૨૩ સુધી માત્ર નાની બચત કરતું હર્ષા સખી મંડળ હવે મહિને એક લાખથી વધુનો વેપાર કરીને લખપતિ દીદી બન્યા છે.           

              મહિલાઓ આર્થિક રીતે સશક્ત અને આત્મનિર્ભર બને તેવા ઉદ્દેશ્ય સાથે કેન્દ્ર સરકાર દ્વારા “લખપતિ દીદી યોજના” ૨૦૨૩માં શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ મહિલાઓને રોજગારલક્ષી તાલીમ અને સ્વરોજગાર માટે રૂા.૫ લાખ સુધીની વ્યાજમુક્ત લોન આપવામાં આવે છે.

         હર્ષા સખી મંડળના પ્રમુખ નિમિષાબેન પટેલ પોતાની સંધર્ષ ગાથા વર્ણવતા કહે છે કે, મિશન મંગલમ (એન.આર.એલ.એમ.) હેઠળ ૨૦૦૯માં અમારા સખીમંડળની નોંધણી કરવામાં આવી હતી. નાની બચત સિવાય અમે કોઈ પ્રવૃત્તિ કરતા ન હતા. એક દિવસ અદાણી ફાઉન્ડેશન હજીરાની ટીમ સાથે એમની મુલાકાત થઈ. અમારી બહેનોએ કશુંક કરવું હતું જેથી એમની આવક વધે, કુટુંબને ટેકો આપી શકાય. લાંબી ચર્ચા અને વિમર્શ પછી એવા નિષ્કર્ષ પર આવ્યા કે, મને સારી રસોઈ બનાવતા આવડતી હતી. કેટલાક સરકારી કાર્યક્રમોમાં કેટરિંગનો અને ગામની શાળાની નાનકડી કેન્ટીન ચલાવવાનો અનુભવ પણ હતો. જો રસોઈ સંબંધિત જ કોઈ કામ મળે તો બહેનો ભેગા મળીને વધુ સારું કામ કરી શકવાની તત્પરતા દાખવી.

         વધુમાં નિમિષાબેને કહ્યું કે, અમારા ગામમાં અદાણી ફાઉન્ડેશનની ટીમે અદાણી હજીરા પોર્ટ ઉપર આવેલી કેન્ટીન ચલાવવાનો પ્રસ્તાવ મુક્યો. અમે તે સહર્ષ સ્વીકારી લીધો. સામે કેન્ટીન ચલાવવા માટે માટે જરૂરી વાસણ, ફ્રીજ, લાઇટબીલ તેમજ ભાડા મુક્ત જગ્યા બધુ જ અદાણી હજીરા પોર્ટ દ્વારા આપવામાં આવ્યું. અમો માત્ર કરિયાણાની જ વ્યવસ્થા કરીએ છીએ. નિમિષાબેન કહે છે કે, ઓગષ્ટ-૨૦૨૩માં રૂા.૧૦ હજારના રોકાણથી શરૂ કરેલી કેન્ટીંગ આજે એક વર્ષ પુર્ણ થઈ ચુકયું છે. દર મહિને એક લાખથી વધુનો વેપાર થતો હોવાથી કેન્દ્ર સરકારે અમારા સખીમંડળને લખપતી દીદીનું બિરૂદ આપ્યું છે. અમારા સખીમંડળને  રૂા.પાંચ લાખની વ્યાજ મુકત લોન સહાય પણ મળી હોવાનું તેઓ જણાવે છે. સાથે અમારા સખીમંડળને રીવોલ્વીંગ ફંડ, કેશ ક્રેડિટ લોન જેવા સરકારી લાભો પણ મળ્યા છે. હર્ષા સખી મંડળ સાથે કોળી અને હળપતિ સમુદાયની બહેનો જોડાયેલી છે. કેટલીક બહેનોની સ્થિતિ તો એવી છે કે, પતિની લાંબી બીમારી બાદ અવસાનના કારણે ઘર ચલાવવામાં અને બાળકોનું ભણતર જેવી અનેક જવાબદારી સાથે આ બહેનો સંઘર્ષ કરતી હતી.

            તેઓ કહે છે કે, શરૂઆતમાં કેન્ટીન ચલાવવામાં કેટલીક મુશ્કેલી સામે આવી હતી, એક તો પોર્ટ ઉપર મહિલાઓની સંખ્યા બહુ ઓછી સાથે જ કેન્ટીનનો સમય, પોર્ટના નિયમો. આ બધામાં ઘરના સભ્યોનો વિરોધ પણ ખરો એ બધાને વળોટીને અમે બહેનોએ કેન્ટીન ચલાવી અને હવે એવી સ્થિતિએ પહોંચ્યા છીએ કે, સવાર સાંજ નો નાસ્તો, બપોરનું ભોજન બધુ જ અદાણી હજીરા પોર્ટના કર્મીઓને ખૂબ ભાવ્યું છે. સાથે જ વેફર, બિસ્કિટ અને ડેરી પ્રોડક્ટનું વેચાણ કરી કરિયાણા અને માનદ વેતન માટેના ખર્ચને આવરી લીધા પછી, સખી મંડળ દર મહિને લગભગ એક થી દોઢ લાખનો વેપાર કરે છે. હર્ષા સખીમંડળના બહેનો ખૂબ જ ખંતથી કેન્ટીન ચલાવી રહ્યા છે, આ કેન્ટીન સાથે જોડાયેલી હળપતિ સમાજની ત્રણ વિધવા બહેનો પણ છે. જ્યારથી આ કામ શરૂ કર્યું છે ત્યારથી તેમને માસિક નિશ્ચિત આવક મળે છે જેથી તે પોતાનું ગુજરાન તો સારી રીતે ચલાવે છે. સાથે બાળકોના અભ્યાસને પણ મહત્વ આપતી થઈ છે. ઘરમાં આવતી આવક તથા અદાણી ફાઉન્ડેશનના સાથ અને સહકારથી ધીરે-ધીરે તેમના કુટુંબના સભ્યોનો  દ્રષ્ટિકોણ બદલાયો છે. જે પરિવારના સભ્યો વિરોધ કરતાં હતા તેજ હવે ટેકો આપે છે.        

              હર્ષા સખી મંડળને નાણાકીય સ્થિરતા અને વૃદ્ધિ હાંસલ કરવામાં અદાણી ફાઉન્ડેશનની મહત્વપૂર્ણ  ભૂમિકા રહી છે. હર્ષા સખી મંડળની આ સફળતાને ધ્યાનમાં લઈ નેશનલ રૂરલ લાઈવલીહૂડ મિશન (NRLM) દ્વારા એમની ગણના “લખપતિ દીદી”માં કરવામાં  આવી છે.

          અદાણી ફાઉન્ડેશનના પ્રોજેકટ ડાયરેકટર ફાલ્ગુની દેસાઈએ જણાવ્યું કે, ફાઉન્ડેશન દ્વારા હજીરા આસપાસની બહેનોને પગભર બનાવવા માટે કાર્ય કરી રહ્યું છે. છેલ્લા એક વર્ષથી હર્ષા સખીમંડળને ફાઉન્ડેશને પ્રોત્સાહન આપતા સખીમંડળની ૧૦ બહેનો આજે આત્મનિર્ભર બની છે.                  

           અદાણી કંપનીમાં ઓપરેટર તરીકે કાર્ય કરતા કિશન રાઠોડે જણાવ્યું કે, છેલ્લા ૧૦ મહિનાથી કેન્ટીંગમાં દરરોજ જમવા માટે આવું છે. અહી જમતા મને ઘર જેવો ટેસ્ટ આવે છે. ડ્રાઇવર તરીકે કાર્ય કરતા ઉમેશ વસાવાએ કહ્યું કે, બહેનો દ્વારા સંચાલિત કેન્ટીંગ સ્વચ્છ અને સુધડ છે. જમવાનો સ્વાદ પણ ધણો સારો હોવાથી દરરોજ જમવા માટે આવતો હોવાનું તેણે જણાવ્યું હતું.

You Might Also Like

અદાણી ફાઉન્ડેશન દહેજ દ્વારા આયોજિત નેત્ર શિબિરમાં ૨૦૦૦થી વધુ વિદ્યાર્થીઓની તપાસ થઈ

ગુડગાંવમાં યુવતી સાથે લિવ-ઈન પાર્ટનરની બર્બરતા, 3 દિવસ માટે જીવન નર્ક બની ગયું

સ્મોક, એક્શન, હિંસા… ડ્રગ લોર્ડ ‘અલ મેન્ચો’ના મૃત્યુ પર મેક્સિકો સળગી રહ્યું છે

ગુજરાતના પ્રથમ પ્રવાસમાં જોવા મળ્યા નીતિન નવીનના અનેક રૂપ, કાર્યકરો સાથે બેઠા રાષ્ટ્રીય અધ્યક્ષ

સચિન પાયલોટ બની શકે છે ગુજરાતના પ્રભારી, રાજકીય વર્તુળોમાં ઝડપથી ઉભરી રહ્યું છે નામ

#hotlinenewsAdaniSurat
What do you think?
Happy1
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsઆરોગ્ય
હવે ઘૂંટણ બદલવાની જરૂર નથી… તમને દુખાવા અને તિરાડના અવાજોથી પણ રાહત મળશે! 1 ઇન્જેક્શન તમારા શરીરને કાર્ટિલેજ બનાવશે
Hotline News Hotline News February 13, 2026
રાજકોટ પોલીસે ધોરણ 11ના વિદ્યાર્થીના આપઘાત મામલે 3 શિક્ષકો સામે ગુનો નોંધ્યો
BNP ચીફ તારિક રહેમાનને બાંગ્લાદેશના ‘ડાર્ક પ્રિન્સ’ કેમ કહેવામાં આવ્યા, શું તેઓ દેશના આગામી PM બનશે?
‘આગલો નંબર કોઈપણ ઇસ્લામિક રાજધાનીનો…’, ઈઝરાયેલ વિરુદ્ધ 60 મુસ્લિમ દેશોમાં શું વાત થઈ?
ગુજરાત – પંજાબ – જમ્મુ- કાશ્મીરમાં રાત્રે મોક ડ્રીલ : જિલ્લા કલેક્ટર-પોલીસ વડા જોડાશે
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsગુજરાતરાજકોટ

બુલડોઝર ગર્જ્યું, 1489 ગેરકાયદે મિલકતો તોડી પાડવાની કામગીરી શરૂ

Hotline News Hotline News February 23, 2026
Top Newsખેલકૂદ

IND vs SA: દક્ષિણ આફ્રિકા સામેની મેચ પહેલા ભારતની ચિંતા વધી, આ ઝડપી બોલર હાર્દિકના શોટથી ઘાયલ થયો

Hotline News Hotline News February 23, 2026
Top Newsગુજરાત

ફ્લેટ પર આવો… યુવતીએ બોલાવ્યા પછી કપડાં ઉતારી દીધા, 1 કરોડની છેતરપિંડીનો હનીટ્રેપનો કિસ્સો

Hotline News Hotline News February 23, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?