ઉકાઈડેમ માંથી 1 લાખ 90 હજાર હજાર ક્યુસેક પાણી છોડવાનું શરૂ કરાયું. ઉકાઈડેમના 11 દરવાજા ખોલી પાણી છોડયું. ઉકાઈ ડેમની સપાટી હાલ 335 ફૂટને પાર. ડેમનું રુલ લેવલ 335 ફૂટને જાળવવા ઉકાઈ ડેમના તંત્ર દ્વારા પાણી છોડયું. પાણીનો જથ્થો તાપી નદી ખાતે પહોંચતા તાપી નદી બે કાંઠે. રાંદેર ખાતે આવેલ કોઝવે પાણીમાં ગરકાવ. કોઝવેની જળ સપાટી 8.9 મિટરે પોહચી. સુરતમાં નીચાણવાળા વિસ્તારોને પણ હાલ એલર્ટ કરાયા.
5 દિવસ માછીમારો દરિયો ન ખેડવાની સૂચના અપાઈ. આજે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્રમાં ભાવનગરમાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ એલર્ટ જાહેર કરાયું છે. આજે અન્ય જિલ્લાઓમાં ભારે વરસાદ સાથે ઓરેન્જ અલર્ટ છે. માત્ર કચ્છમાં ભારે વરસાદની આગાહી છે.
સૌરાષ્ટ્ર સહિત 8 જિલ્લામાં રેડ એલર્ટ, 26 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
ગુજરાતના માથા પર એકસાથે ત્રણ મોટી સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહીનું ચિત્ર પલટાઈ ગયું છે. હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યમાં ભારેથી અતી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આજે વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. તાપી, અમરેલી, ભાવનગરમાં પણ અત્યંત ભારે વરસાદની આગાહી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા,ગાંધીનગરમાં ભારે વરસાદ આવશે. ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં વરસાદની આગાહી છે. તો જ્યારે જુનાગઢ, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને, દીવમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ અપાયું છે. આવતી કાલે આણંદ, રાજકોટ, જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા, કચ્છમાં વરસાદ આવશે. અમદાવાદમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરાઈ છે. સાથે જ ગાંધીનગરમાં 3 દિવસ ભારે વરસાદની આગાહી છે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે, આગામી 6 દિવસ વરસાદની આગાહી છે. રાજ્યમાં વરસાદ ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે. તેથી 5 દિવસ માછીમારો દરિયો ન ખેડવાની સૂચના અપાઈ. આજે તેમણે પ્રવર્તમાન વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈ જિલ્લા અને તાલુકા વહીવટી તંત્રના અધિકારી-કર્મચારીઓને હેડ ક્વાર્ટર ખાતે ફરજ પર હાજર રાખવા સૂચના આપી હતી. રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિને ધ્યાને રાખી આગાહી વાળા જિલ્લાઓમાં પશુપાલન, ઊર્જા, કૃષિ, CWC, માર્ગ અને મકાન, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, પંચાયત, જી.એમ.બી., શહેરી વિકાસ વિભાગ, સિંચાઈ, સરદાર સરોવર નિગમ, NDRF અને કોસ્ટ ગાર્ડ વગેરે વિભાગોના અધિકારીઓને પણ તકેદારીના પગલાં લેવા સૂચિત કરાયા હતા.
ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહીને ધ્યાને લઇ મુખ્ય સચિવની બેઠક, અધિકારીઓને હેડક્વાર્ટર પર હાજર રહેવા સૂચના
ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદના સંભવિત જોખમને ધ્યાને લઇ જિલ્લા વહીવટી તંત્રએ જરૂરી તમામ આગોતરી તૈયારીઓ કરવા અને અધિકારી – કર્મચારીઓને હેડ ક્વાર્ટર ખાતે ફરજ પર હાજર રાખવા માટે રાજ્યના મુખ્ય સચીવે તમામ જિલ્લા વહિવટી તંત્રને સૂચના આપી.
ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા કરાયેલી ભારેથી અતિભારે વરસાદની આગાહીને ધ્યાને રાખીને મુખ્ય સચિવ રાજકુમારના અધ્યક્ષ સ્થાને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે રાજ્ય સરકારની તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં મુખ્ય સચિવએ વિવિધ વિભાગના નોડલ અધિકારીઓ ઉપરાંત વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયેલા સર્વે જિલ્લા કલેકટરઓ તેમજ મ્યુનિસિપલ કમિશનરોને સંભવિત જોખમ સામે એલર્ટ રહેવા સૂચન કર્યું હતું.
ભારતીય હવામાન વિભાગના અધિકારી દ્વારા બેઠકમાં આગામી અઠવાડિયા દરમિયાન ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી બાબતે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. જેના આધારે વિવિધ જિલ્લા વહીવટી તંત્રને જરૂરી તમામ આગોતરી તૈયારીઓ કરવા મુખ્ય સચિવએ સૂચના આપી હતી.