By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: ગૌતમ અદાણીનું “ઘરને બદલે ઘરનું વચન”: ઝૂંપડપટ્ટી રિડેવલમેન્ટમાં એક સિમાચિન્હ
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > ગૌતમ અદાણીનું “ઘરને બદલે ઘરનું વચન”: ઝૂંપડપટ્ટી રિડેવલમેન્ટમાં એક સિમાચિન્હ
Top Newsબિઝનેસભારત

ગૌતમ અદાણીનું “ઘરને બદલે ઘરનું વચન”: ઝૂંપડપટ્ટી રિડેવલમેન્ટમાં એક સિમાચિન્હ

Hotline News
Last updated: July 31, 2024 4:07 PM
Hotline News - Editor Published July 31, 2024
SHARE

મુંબઈઃ ધારાવી રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ એ ગૌતમ અદાણીના અદાણી જૂથની આગેવાની હેઠળનો માત્ર એક રિયલ એસ્ટેટ સાહસ કરતાં વિશેષ છે, તે શહેરી નવીનીકરણની શકયતાઓ અને ઝૂંપડપટ્ટીના રીડેવલપમેન્ટના જટિલ પડકારને સંબોધવા માટેની બ્લુ પ્રિન્ટ સમાન છે. કી ટુ કી એક્સચેન્જનું વચન એટલે કે “ઘરને બદલે ઘરનું વચન”, જ્યાં હાલના રહેવાસીઓને નિયત સમયમર્યાદામાં નવા ઘરની ખાતરી આપવામાં આવે છે અને રહેવાસીઓને કામચલાઉ આવાસમાં સ્થળાંતર કર્યા વિના, જે આ પ્રોજેક્ટ્સ સાથે સંકળાયેલી પરંપરાગત બાબતોથી નોંધપાત્ર દિશામાં પ્રયાણની નિશાની છે.

ધારાવીના પડકારોને પણ સમજીએ

અદાણીના વચનના મહત્વને ધ્યાનમાં લેતા પહેલા, ધારાવી વિકાસના પડકારનો વ્યાપ જોવો મહત્વપૂર્ણ બની રહે છે. એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી તરીકે ઓળખાતી ધારાવી એ શહેરી ભારતની જટિલતાઓ ધરાવતું સ્થાન છે. તેમાં ભારતના તમામ મુખ્ય ધર્મો, પ્રદેશો અને જાતિઓના 10 લાખથી વધુ રહેવાસીઓ છે. તે માત્ર જુદી જુદી વસ્તીનું ઘર નથી, તે એક સતત ધબકતું આર્થિક કેન્દ્ર પણ છે. ધારાવી ચામડું,વસ્ત્રો, માટીકામ, રિસાયક્લિંગ અને ખાદ્ય ઉત્પાદન જેવા મુખ્ય  ઉદ્યોગો ધરાવે છે.

જો કે, ધારાવી અસમાનતા કે ભિન્નતાનું પ્રતીક છે. તેમાં મૂળભૂત માળખાગત અને નાગરિક સુવિધાઓનો અભાવ હોવાને પગલે ઓછી આવક, મર્યાદિત રોજગારીની તક અને આરોગ્ય, સ્વચ્છતા અને સુખાકારી પર વિપરીત અસર થાય છે. તેથી, રિડેવલપમેન્ટ-પુનઃવિકાસ એ માત્ર નવી ઇમારતો બાંધવા વિશે નથી પરંતુ જીવનમાં બદલાવ, આજીવિકા બચાવવા અને ટકાઉ, સમાવેશી સમુદાયનું નિર્માણ કરવા માટે છે.

 “ઘરને બદલે ઘર” એક ક્રાંતિ

ઘરને બદલે ઘરની અદાણીની ખાતરીએ બહુ કારણોસર ગેમ-ચેન્જર છે:

• નિશ્ચિતતા અને સુરક્ષા: રહેવાસીઓ માટે, સૌથી મહત્ત્વનું પાસું એ અનિશ્ચિતતા વિના નવા ઘરની ખાતરી છે , કારણ કે અગાઉ ભૂતકાળમાં રી ડેવલપમેન્ટના અગાઉના પ્રયાસોએ નુકસાન પહોંચાડ્યું છે. અહીં વિસ્થાપનનો ડર અને સંબંધિત ચિંતાઓ દુર થાય છે.

• ઝડપ અને કાર્યક્ષમતા: ઝડપી બદલાવનું વચન અત્યંત કાર્યક્ષમ અમલીકરણ યોજના સૂચવે છે. જે નિર્ણાયક છે કારણ કે આવા પ્રોજેક્ટ્સમાં વિલંબએ  ખર્ચમાં વધારો, સામાજિક અશાંતિ અને વિશ્વાસ ગુમાવવા તરફ દોરી જાય છે.

• લોકો પર ધ્યાન : રહેવાસીઓની જરૂરિયાતોને પ્રાથમિકતા આપીને, અદાણી નફાને કેન્દ્રમાં રાખવાને સ્થાને  લોકો-કેન્દ્રિત શહેરી રીડેવલપમેન્ટ નવીકરણ ધ્યાને લઇ રહી  છે. આ અભિગમ વિશ્વાસ મેળવવા અને પ્રોજેક્ટની લાંબા ગાળાની સફળતાની ખાતરી કરવા માટે  છે.

• નવાં ધોરણો પ્રસ્થાપિત કરવાં : જો સફળતાપૂર્વક અમલમાં મૂકવામાં આવે, તો ધારાવી પ્રોજેક્ટ સમગ્ર ભારતમાં અને વૈશ્વિક સ્તરે પણ ઝૂંપડપટ્ટીના રીડેવલપમેન્ટ માટે દાખલારૂપ બની શકે છે. તે આ પ્રકારની અન્ય સરખી પહેલને પ્રેરણા પણ આપી શકે છે અને શહેરી પડકારોને પહોંચી વળવા ખાનગી ક્ષેત્રની ભાગીદારીને પ્રોત્સાહિત કરી શકે છે.

ઇંટોથી કંઇક વિશેષ

જ્યારે ધારાવીનું ભૌતિક પરિવર્તન  નોંધપાત્ર છે, ત્યારે પ્રોજેક્ટની અસર ઘણી આગળ ધપે તેમ છે. તેમાં આ સંભાવના  છે:

• અર્થવ્યવસ્થાને પુનર્જીવિત કરશે : સુઆયોજિત પુનઃવિકાસ એ સમગ્ર વિસ્તારની આર્થિક વિકાસ સંભાવનાને વિસ્તારશે , મોટે પાયે નોકરીનું સર્જન કરશે અને સ્થાનિક વ્યવસાયોને વેગ આપશે.

• મૂલ્યને વિસ્તારશે : ધારાવીને આધુનિક, આયોજિત શહેરી જગ્યામાં રૂપાંતરિત કરીને, આ પ્રોજેક્ટ તેની સાચી આર્થિક ક્ષમતાનો  વિસ્તાર કરશે. સુધારેલું ઈન્ફ્રાસ્ટ્રક્ચર,  સુલભતા અને વધુ સાનુકૂળ બિઝનેસ વાતાવરણ મોટા રોકાણોને આકર્ષી શકે છે.

• અનૌપચારિક અર્થતંત્રએ ઔપચારિક બનશે : ધારાવીમાં મુખ્ય પડકારો પૈકી એક તેની અર્થવ્યવસ્થાની અનૌપચારિક પ્રકૃતિ ધરાવે છે. રીડેવલપમેન્ટ આ વ્યવસાયોને ફોર્મલાઇઝ-ઔપચારિક બનાવવાની તક પૂરી પાડશે, તેમને  બેંકિંગ અને નાણાકીય ચેનલ-વ્યવસ્થા  કરશે અને કામ કરવાની પરિસ્થિતિમાં સુધારો કરશે.

• નોકરીઓની તક ઉભી કરશે: રીડેવલપમેન્ટ પ્રક્રિયા પોતે જ બાંધકામને લગતી વિવિધ સેવાઓ આપતી રોજગારીની તકો પેદા કરશે. તદુપરાંત, પુનર્જીવિત ધારાવી નવા વ્યવસાયોને આકર્ષશે તેવી અપેક્ષા છે, જે વિવિધ ક્ષેત્રોમાં રોજગાર સર્જન કરશે.

• કૌશલ્ય વિકાસ: અદાણી સ્થાનિક કર્મચારીઓના કૌશલ્યને અપગ્રેડ કરવા પર આતુરતાથી ધ્યાન કેન્દ્રિત કરે છે. નવી આર્થિક તકોનો લાભ લેવા માટે તેમને નવી સ્કીલ મેળવે તે બાબત ધ્યાને લેશે.

• માળખાગત સુવિધા : અદાણીએ વાહનવ્યવહાર, યુટિલિટીઝ અને કોમ્યુનિકેશન સહિત વિશ્વ-સ્તરીય માળખાગત સુવિધા બનાવવાની યોજના ધરાવે છે, જે માત્ર પ્રોજેક્ટની સફળતા માટે જ મહત્વ ધરાવે છે, તેમ નથી, પરંતુ તે મુંબઈને નવી ઓળખ પણ અપાવશે.

• જીવનની ગુણવત્તામાં સુધારો: નવા આવાસ, વધુ સારૂં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને  સ્વચ્છતા રહેવાસીઓના જીવન ધોરણ સુધારશે.

• સામાજિક મુદ્દાઓ ધ્યાને લેવાશે: વધુ સંગઠિત અને સમાવિષ્ટ સમુદાયનું નિર્માણ થશે, જેથી પ્રોજેક્ટ સામાજિક મુદ્દાઓ જેમ કે ગુના, શિક્ષણ અને આરોગ્યસંભાળ જેવી બાબતોને ઉકેલવામાં મદદ કરશે.

• સસ્ટેનેબલ ડેવલપમેન્ટને પ્રોત્સાહન : ગ્રીન બિલ્ડીંગ પ્રેક્ટિસ અને ટકાઉ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો સમાવેશ એ  પર્યાવરણની રીતે જવાબદાર શહેરી વિકાસ માટે એક મોડેલ બનશે.

• સામાજિકતા વધશે: ધારાવી એ વિવિધ સંસ્કૃતિ અને સમુદાયોના  કુંભ સમાન છે. રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ તેના રહેવાસીઓની વિવિધ જરૂરિયાતોને પૂરી કરતી જગ્યાઓ બનાવીને સામાજિક સંવાદિતાને પ્રોત્સાહન આપશે .

• મહિલા સશક્તિકરણ: મહિલાઓને શિક્ષણ, વ્યાવસાયિક તાલીમ અને રોજગારની તકો ઉપલબ્ધ કરાવીને, આ પ્રોજેક્ટ મહિલાઓને સશક્ત કરી શકે છે અને સમાજમાં તેમની ભૂમિકા વધારી શકે છે.

પડકાર અને તક

પ્રોજેકટનો આગળનો રસ્તો પડકારો વિનાનો નથી. જમીન સંપાદન, પુનઃસ્થાપન અને ધિરાણ જેવા મુદ્દાઓ માટે સાવચેતીપુર્વકનું  આયોજન અને અમલની જરૂર પડશે. સાથે પ્રોજેકટ પર  નકારાત્મક રાજકારણની અસર ચાલુ સર્વેક્ષણને સમયસર પૂર્ણ કરવામાં નોંધપાત્ર અવરોધ ઊભો કરે છે. જો કે, સંભવિત લાભ કે ફાયદા  અપાર છે. જો સફળ થાય, તો ધારાવી પ્રોજેક્ટ તેના શહેરી પડકારોનો સામનો કરવાની  અને સસ્ટેનેબલ ભવિષ્ય બનાવવાની ભારતની ક્ષમતાનું પ્રતીક બની શકે છે.

અદાણીનું ઘરના બદલે ઘરનું  વચન એ સાચી દિશામાં એક સાહસિક પગલું છે. જેને લોકો ઘર કહે છે તે એ માન્યતાનો પુરાવો છે સૌથી જટિલ શહેરી સમસ્યાઓ પણ દૂરંદેશી, નિશ્ચય, સાચી પ્રતિબદ્ધતા સાથે ઉકેલી શકાય છે.

You Might Also Like

ગુડગાંવમાં યુવતી સાથે લિવ-ઈન પાર્ટનરની બર્બરતા, 3 દિવસ માટે જીવન નર્ક બની ગયું

સ્મોક, એક્શન, હિંસા… ડ્રગ લોર્ડ ‘અલ મેન્ચો’ના મૃત્યુ પર મેક્સિકો સળગી રહ્યું છે

ગુજરાતના પ્રથમ પ્રવાસમાં જોવા મળ્યા નીતિન નવીનના અનેક રૂપ, કાર્યકરો સાથે બેઠા રાષ્ટ્રીય અધ્યક્ષ

સચિન પાયલોટ બની શકે છે ગુજરાતના પ્રભારી, રાજકીય વર્તુળોમાં ઝડપથી ઉભરી રહ્યું છે નામ

બુલડોઝર ગર્જ્યું, 1489 ગેરકાયદે મિલકતો તોડી પાડવાની કામગીરી શરૂ

#hotlinenews
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsદુનીયાબિઝનેસ
અદાણી ગ્રૂપે હિંડનબર્ગના અહેવાલને સખત રીતે નકારી કાઢ્યો, તેને ‘દુર્ભાવનાપૂર્ણ’ ગણાવ્યો
Hotline News Hotline News August 11, 2024
14 થી 16 વર્ષની વયના 76 ટકા બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે
ચેતવણી! વિશ્વભરમાં બાળકો હાઈ બ્લડ પ્રેશરથી પીડાઈ રહ્યા છે… ડોક્ટરો માતાપિતાને ચેતવણી આપે છે
મુસ્લિમમાંથી હિંદુ બની, સાસુ અને સસરા માટે કાવડ લાવી શબનમ… ખભા નમ્યા, પણ શ્રદ્ધા ડગમગી નહીં
ગ્રીનલેન્ડ પર અમેરિકાનું ગંદું રહસ્ય… બરફની નીચે 600 પરમાણુ મિસાઇલો છુપાવવાની યોજના હતી
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsખેલકૂદ

IND vs SA: દક્ષિણ આફ્રિકા સામેની મેચ પહેલા ભારતની ચિંતા વધી, આ ઝડપી બોલર હાર્દિકના શોટથી ઘાયલ થયો

Hotline News Hotline News February 23, 2026
Top Newsગુજરાત

ફ્લેટ પર આવો… યુવતીએ બોલાવ્યા પછી કપડાં ઉતારી દીધા, 1 કરોડની છેતરપિંડીનો હનીટ્રેપનો કિસ્સો

Hotline News Hotline News February 23, 2026
Top Newsગુજરાત

ગુજરાતના દરિયાકાંઠે ‘અલ મુખ્તાર’ નામની વિદેશી બોટ ઝડપાઈ, 5 કરોડની વિદેશી સિગારેટ સાથે 4 ઈરાનીની ધરપકડ

Hotline News Hotline News February 23, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?