કચ્છના ખાવડામાં સૌ પ્રથમ 250 MWની પવન ક્ષમતા કાર્યાન્વિત કરી
- ભારતના સૌથી મોટા અને વિશ્વના સૌથી શક્તિશાળી ઓનશોર વિન્ડ ટર્બાઇન જનરેટર (WTG)પૈકીના એક એવા દરેક 5.2 મેગાવોટની ક્ષમતાના વિન્ડ ટર્બાઇન જનરેટર (WTG) તહેનાત કર્યા
- 2029 સુધીમાં આયોજિત 30,000 મેગાવોટમાંથી ખાવડા પ્લાન્ટની સંચિત ઓપરેશનલ ક્ષમતા આ સાથે 2,250 મેગાવોટ થઇ; જ્યારે નાણા વર્ષ 24માં 2,000 મેગાવોટની સૌર ક્ષમતા કાર્યરત કરાઇ
- ખાવડા પ્લાન્ટ સંપ્પન થયે 4 GW પવન અને 26 GW સૌર ક્ષમતા ધરાવતો હશે
અમદાવાદ, ૨૪ જુલાઇ ૨૦૨૪:ભારતની સૌથી મોટી રિન્યુએબલ એનર્જી (RE) કંપની અદાણી ગ્રીન એનર્જી લિ.(AGEL) એ ગુજરાતના કચ્છના ખાવડામાં દુનિયાના સૌથી મહાકાય 30,000 મેગાવોટ ક્ષમતાના રિન્યુએબલ એનર્જી પ્લાન્ટમાંથી 250 મેગાવોટની પવન ક્ષમતા કાર્યાન્વિત કરી છે. આ સીમાચિહ્ન હાંસલ કરવા સાથે ખાવડા પ્લાન્ટમાં 2,250 મેગાવોટની સંચિત ક્ષમતા કાર્યરત કરવામાં આવી છે. તેના પરિણામે ભારતમાં 11,184 મેગાવોટના સૌથી મોટા ઓપરેશનલ પોર્ટફોલિયો સાથે AGELના રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં અધિપત્યને વધુ મજબૂત બનાવે છે.
રાત્રીના સમયે પવન ઉર્જા અને દિવસના ભાગે સૌર ઊર્જાના પૂરક ઉત્પાદનની પેટર્નનો ઉપયોગ કરીને ચોવીસ કલાક રિન્યુએબલ એનર્જીનો પુરવઠો સુનિશ્ચિત કરવા માટે ભારતની મિશ્રીત ઉર્જા માટે પવન ઉર્જા મહત્વપૂર્ણ છે. વધુમાં ઉર્જા સ્ત્રોતોમાં વૈવિધ્યીકરણ કરીને ગ્રીડ બેલેન્સિંગ જાળવવામાં પવન ઉર્જા ફાળો આપે છે અને સ્ટોરેજ સાથે મળીને રિન્યુએબલ બેઝલોડ પાવરને મજબૂત બનાવી શકે છે..
ભારતમાં ખાવડાનો રણ પ્રદેશ ભારતના શ્રેષ્ઠ પવન સંસાધનો પૈકીનો એક મજબૂત કુદરતી સ્ત્રોત છે, જે પ્રતિ સેકન્ડ 8 મીટરની ઝડપે તેને પવન ઊર્જાનો ઉપયોગ કરવા માટે એક આદર્શ સ્થળ બનાવે છે. ખાવડાનો આ રિન્યુએબલ એનર્જી પ્લાન્ટ વિશ્વના સૌથી મોટા અને સૌથી શક્તિશાળી દરેક 5.2 મેગાવોટ ક્ષમતાના અને ઉચ્ચ ગુણવત્તાનું રેટીંગ ધરાવતા ઓનશોર વિન્ડ ટર્બાઇન જનરેટર (WTG)થી સજ્જ છે. જે આ સ્થળેથી શ્રેષ્ઠ ગુણવત્તાયુકત ઉર્જાની ઉપજ મેળવવા અને ઊર્જાના લેવલાઇઝડ કોસ્ટ ઓફ એનર્જી (LCOE) ને નીચે લાવવા જમીનના સર્વોત્તમ ઉપયોગ માટે સક્ષમ કરે છે.
અહીં ઉપયોગમાં લેવામાં આવેલ 5.2 MW ક્ષમતાની ટર્બાઇન 160 મીટરનો રોટર વ્યાસ અને 200 મીટરની ટોચની ઊંચાઈ ધરાવે છે, જે ગુજરાતમાં સરદાર સરોવર ડેમ નજીક નિર્માણ થયેલી વિશ્વની સૌથી ઊંચી સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમાની સમકક્ષ છે. ખાવડામાં સ્થાપિત 5.2 MWના વિન્ડ ટર્બાઇન જનરેટર (WTG) શ્રેષ્ઠ જર્મન ટેક્નોલોજીથી બનેલ છે અને તેનું ઉત્પાદન મુન્દ્રા બંદર નજીક વ્યૂહાત્મક રીતે સ્થિત અદાણી ન્યૂ ઇન્ડસ્ટ્રીઝ લિ. (ANIL)ના સંકલિત ઉત્પાદન ઇકોસિસ્ટમમાં કરવામાં આવે છે. સ્વદેશી પુરવઠા શ્રેણીનું નિર્માણ કરવા અને ‘મેડ ઈન ઈન્ડિયા’ વિઝનને પ્રોત્સાહન આપવા માટેની AGELની પ્રતિબદ્ધતાનું આ પ્રમાણપત્ર છે.
અદાણી એનર્જીએ ખાવડાની વેરાન અને ઉજ્જડ પડતર જમીનને સ્વચ્છ અને સસ્તી ઊર્જા પેેદા કરવાના હબમાં પરિવર્તિત કરી છે. ખાવડાના પ્લાન્ટમાં ઉત્પાદીત ઉર્જા દર વર્ષે 16.1 મિલિયન ઘરોને પાવર આપી શકે છે. અદાણી ગ્રીન એનર્જી લિ.દ્વારા વિરાટકાય કદ ઉપર નિર્માણ પામી રહેલો આ મહત્વાકાંક્ષી રિન્યુએબલ પ્રોજેક્ટ્સ એક મજબૂત સપ્લાય ચેઇન નેટવર્ક અને તકનીકી કૌશલ્ય વિકસાવવામાં પુરવાર કુશળતા સાથે વિશ્વના સ્વચ્છ ઉર્જા ક્ષેત્રમાં અતુલ્ય વિક્રમજનક ગીગા-સ્કેલ પ્લાન્ટ સ્થાપવા માટે શ્રેષ્ઠ સ્થાને બિરાજે છે..
પ્લાન્ટના વિકાસને વેગ આપવા માટે AGEL એ વ્યાપક અભ્યાસ કરીને અનેકવિધ નવીન ઉપાયોનો ઉપયોગ કર્યો છે. વીજ ઉત્પાદનની પ્રક્રિયામાં કંપની સ્વદેશી અને ટકાઉ પુરવઠા શૃંખલાના વિકાસને ટોચની પ્રાથમિક્તા આપી રહી છે.
વૈશ્વિક ડીકાર્બોનાઇઝેશનના પ્રયાસોને વેગ આપવા અને ભારતની ટકાઉ પ્રગતિ માટે વિશ્વનો સૌથી મોટો ખાવડાનો આ રિન્યુએબલ એનર્જી પ્લાન્ટ દીવાદાંડી સમાન છે.
……….
માધ્યમોની વધુ જાણકારી માટે સંપર્ક: રોય પૌલ: [email protected]