નેપાળની રાજધાની કાઠમંડુના ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બુધવારે સવારે એક ખાનગી એરલાઇન કંપનીનું વિમાન ટેકઓફ કરતી વખતે ક્રેશ થયું હતું, જેમાં 19 લોકો સવાર હતા.
#WATCH | Plane crashes at the Tribhuvan International Airport in Nepal's Kathmandu
— ANI (@ANI) July 24, 2024
Details awaited pic.twitter.com/DNXHSvZxCz
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્લેન પોખરા જઈ રહ્યું હતું અને લગભગ 11 વાગ્યે ક્રેશ થયું. એરપોર્ટ પર તૈનાત એક સુરક્ષા અધિકારીએ જણાવ્યું કે વિમાનના પાયલટને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે વિમાનમાં લાગેલી આગને ઓલવી લેવામાં આવી છે. પોલીસ અને અગ્નિશામક દળના જવાનો અકસ્માત સ્થળે બચાવ કામગીરી કરી રહ્યા છે. મુસાફરોની સ્થિતિ વિશે વિગતવાર માહિતી ઉપલબ્ધ નથી.
Saurya Airlines aircraft crashes during takeoff in Tribhuvan International Airport, Kathmandu. 19 people were aboard the Pokhara-bound plane. #Nepal #SauryaAirlines #planecrash pic.twitter.com/FgASpiHiIN
— Aviator Amarnath Kumar (@aviatoramarnath) July 24, 2024
પોખરા જતું પ્લેન ટેકઓફ દરમિયાન રનવેની બહાર નીકળી ગયું ત્યારે આ દુર્ઘટના થઈ હતી. પ્લેનમાં ક્રૂ મેમ્બર સહિત 19 લોકો સવાર હતા. પ્રાથમિક માહિતી અનુસાર, અકસ્માત સ્થળેથી પાંચ મૃતદેહો મળી આવ્યા છે. જહાજના કેપ્ટન એમઆર શાક્યને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. એરપોર્ટ પર ધુમાડાના ગાઢ વાદળો જોવા મળ્યા હતા. પોલીસ અને અગ્નિશામક દળના જવાનો અકસ્માત સ્થળે બચાવ કામગીરી કરી રહ્યા છે.