મુંબઈઃ કેન્દ્રીય બજેટ પહેલા જ સ્થાનિક શેરબજારમાં લીલા નિશાન પર ટ્રેડિંગ થઈ રહ્યું હતું. નાણામંત્રી નિર્મલા સીતારમણ સવારે 11 વાગ્યે લોકસભામાં બજેટ રજૂ કરતા પહેલા સ્થાનિક બેન્ચમાર્ક સૂચકાંકો સકારાત્મક કારોબાર કરતા જોવા મળ્યા હતા. સવારે 9.36 વાગ્યે સેન્સેક્સ 28.52 (0.03%) પોઈન્ટના વધારા સાથે 80,555.17 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. બીજી તરફ, નિફ્ટી 17.41 (0.07%) પોઈન્ટના વધારા સાથે 24,526.65ના સ્તરે ટ્રેડ થતો જોવા મળ્યો હતો. શરૂઆતના કામકાજમાં સેન્સેક્સે 200 પોઈન્ટનો ઉછાળો દર્શાવ્યો હતો જ્યારે નિફ્ટીએ 22550ને પાર કરી લીધો હતો.
ભાષણ શરૂ થતાં જ બજાર લાલ રંગમાં સરકી ગયું
નાણામંત્રીનું બજેટ ભાષણ શરૂ થતાંની સાથે જ બજારો લાલ રંગમાં સરકી ગયા હતા. તેમનું બજેટ ભાષણ હજુ ચાલુ હતુ. બજેટ ભાષણો શરૂ થયા અને બજાર સરકવા લાગે છે. હાલમાં BSE સેન્સેક્સ 127 પોઈન્ટના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટીમાં 53 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. બેંક નિફ્ટીમાં લગભગ 90 પોઈન્ટની નબળાઈ જોવા મળી હતી.
કૃષિ સંબંધિત શેરોમાં વધારો
કૃષિ ક્ષેત્ર માટે રૂ. 1.52 લાખ કરોડની ફાળવણીની જાહેરાત પછી, કૃષિ સંબંધિત શેરોમાં 10 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. તે જ સમયે, નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા ઝીંગા ઉછેરની યોજનાની જાહેરાત પછી, એપેક્સ ફ્રોઝન ફૂડ્સ, અવંતિ ફીડ્સ, વોટરબેઝના શેર આઠ ટકા વધ્યા હતા.
બજેટના દિવસે સેન્સેક્સના 30 શેરોની સ્થિતિ
નિફ્ટીના સૌથી મજબૂત અને નબળા શેરો