By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: અદાણી ગૃપ સાથે હાઇડ્રો પાવર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં સહયોગ કરવા ભૂટાન ઉત્સૂક
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > અદાણી ગૃપ સાથે હાઇડ્રો પાવર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં સહયોગ કરવા ભૂટાન ઉત્સૂક
Top Newsદુનીયાબિઝનેસ

અદાણી ગૃપ સાથે હાઇડ્રો પાવર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં સહયોગ કરવા ભૂટાન ઉત્સૂક

Hotline News
Last updated: July 23, 2024 3:43 PM
Hotline News - Editor Published July 23, 2024
SHARE

અદાણીના મુંદ્રા અને ખાવડાના બહુલક્ષી પ્રોજેક્ટ્સની મુલાકાત વેળા ભૂટાનના રાજાએ કામકાજના વખાણ કર્યાભૂટાનના મહામહિમ રાજા અને વડા પ્રધાનની રાહબરી હેઠળના એક ઉચ્ચ-સ્તરીય પ્રતિનિધિમંડળની ગુજરાતની તેમની બે દિવસની મુલાકાતના ભાગરૂપે અદાણી ગ્રૂપની ફ્લેગશિપ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ સાઇટ્સ-મુન્દ્રા અને ખાવડાની આજે મુલાકાત લીધી હતી.

અદાણી સમૂહ સાથે વિવિધ ક્ષેત્રોમાં વ્યાપક સહયોગની તકો શોધવાનો તેમની આ મુલાકાતનો પ્રાથમિક ઉદ્દેશ હતો. અદાણી સમૂહ મુન્દ્રામાં ભારતનું સૌથી વિશાળ વ્યાપારી બંદરનું સંચાલન કરે છે, જ્યારે કચ્છના ખાવડામાં તે કાર્બનના ઉત્સર્જનને ઘટાડવાના ધ્યેય સાથે સ્વચ્છ ઉર્જાનું ઉત્પાદન કરવા માટે દુનિયાનો સૌથી મહાકાય રિન્યુએબલ એનર્જી પાર્ક વિકસાવી રહ્યું છે. ભારતના અગ્રણી ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસકાર તરીકે પ્રતિષ્ઠિત અદાણી ઉદ્યોગ સમૂહે પ્રોજેક્ટના મોટા પાયે અમલીકરણ અને વિકાસમાં અસાધારણ કૂશળતાનું પ્રદર્શન કર્યું છે.

ગુજરાતમાં અદાણી સમૂહના ઉજળા સફળ પ્રયાસોમાં મુખ્ય મુન્દ્રા પોર્ટ અને સ્પેશ્યલ ઇકોનોમિક ઝોનના અત્યાધુનિક ઢબે વિકાસનો સમાવેશ થાય છે. મુંદ્રા પોર્ટે કચ્છના વેરાન પ્રદેશને દેશના અગ્રણી પોર્ટ અને એક વિશાળ ઔદ્યોગિક હબમાં પરિવર્તિત કર્યો છે. ગ્રીન એનર્જી ટ્રાન્ઝિશન અને નેટ ઝીરો ઉત્સર્જનને હાંસલ કરવા માટેની તેની પ્રતિબદ્ધતાને અનુરૂપ અદાણી હાલમાં ગુજરાતના કચ્છના ખાવડામાં દુનિયાનો સૌથી મહાકાય એનર્જી પાર્ક વિકસાવી રહ્યું છે, જે વેરાન જમીનને સ્વચ્છ અને સસ્તી ઊર્જા ઉપલબ્ધ બનાવવાના હબમાં પરિવર્તિત કરી રહ્યો છે.

ભારતનું પાડોશી રાષ્ટ્ર ભૂટાન વિશાળ કક્ષાએ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ વિકસાવવામાં અદાણીની કુશળતાના આધાર પર સહયોગ કરવાનું લક્ષ્ય ધરાવે છે. પરસ્પર હિતના મુખ્ય ક્ષેત્રોમાં હાઇડ્રોપાવર, ટ્રાન્સમિશન લાઇન, શહેરી વિકાસ જેમ કે ગેલેફુ માઇન્ડફુલનેસ સિટી, સિમેન્ટ ઉદ્યોગ, ગ્રીન હાઇડ્રોજન અને રિન્યુએબલ એનર્જીની બાબતોમાં એકબીજાના સહયોગ વિષે આ મુલાકાત દરમિયાન વિગતે ચર્ચા કરવામાં આવી હતી. અદાણી ગૃપે 570 મેગાવોટ ક્ષમતાના વાંગછુ હાઇડ્રોપાવર પ્રોજેક્ટના વિકાસ માટે ડ્રુક ગ્રીન પાવર કંપની (ડીજીપીસી) સાથે અગાઉથી જ સમજૂતી કરાર (એમઓયુ) કર્યા છે. અદાણીના પ્રોજેકટ્સની રાજાની આ મુલાકાત દરમિયાન ડીજીપીસીના અધિકારીઓ પણ જોડાયા હતા. ભૂટાનની અર્થવ્યવસ્થામાં તેના જીડીપી અને નિકાસ આવકમાં નોંધપાત્ર યોગદાન આપી રહેલ હાઇડ્રોપાવરની ભૂમિકા નિર્ણાયક હોવાથી આ પહેલ દીશાસૂચક છે ભૂતાન તેની ઉત્પાદિત વીજળીનો નોંધપાત્ર હિસ્સો ભારતમાં નિકાસ કરી ભારતની ઊર્જા જરૂરિયાતોને હળવી કરવામાં મદદ કરે છે.

ભૂટાન પાસે નોંધપાત્ર એવી લગભગ 30,000 મેગાવોટની સંભવિત ક્ષમતા છે જેમાં અંદાજે 24,000 મેગાવોટ આર્થિક રીતે શક્ય માનવામાં આવે છે.1960ના દાયકાથી ભારત દ્વારા સમર્થિત ભૂટાનના હાઇડ્રોપાવર સેક્ટરનો વિકાસ તેના આર્થિક વિકાસ માટે મહત્ત્વપૂર્ણ રહ્યો છે. આ ક્ષેત્રમાં શ્રીલંકા અને બાંગ્લાદેશ સરકારો સાથે તાજેતરમાં સહયોગ સાધવામાં આવ્યો છે.અદાણી ગ્રૂપ પોતાની મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષમતાઓ અને નિપૂણતાના આધારે ભારતના પાડોશી રાષ્ટ્રોને તેમના ટકાઉ વિકાસના પ્રયાસોમાં સક્રિયપણે સહયોગ આપી નેટ-ઝીરો કાર્બન ઉત્સર્જનને હાંસલ કરવાના વૈશ્વિક લક્ષ્યમાં નોંધપાત્ર યોગદાન આપી રહ્યું છે. સૌથી મોટા વિદેશી સીધા રોકાણનું પ્રતિનિધિત્વ કરતા અને શ્રીલંકાના ઇતિહાસમાં અત્યાર સુધીના સૌથી મોટા પાવર પ્રોજેક્ટ એવા વિન્ડ પાવર સ્ટેશન માટે શ્રીલંકાની સરકાર સાથે સીમાચિહ્નરૂપ 20-વર્ષ માટે તાજેતરમાં કરવામાં આવેલા કરારનો આ સહયોગમાં સમાવેશ થાય છે. વધુમાં અદાણી ગૃપે ઝારખંડમાં ભારતના 1600 મેગાવોટના પ્રથમ ટ્રાન્સ-નેશનલ પાવર પ્રોજેક્ટ ગોડ્ડા પાવર પ્લાન્ટમાંથી બાંગ્લાદેશમાં વીજળીની નિકાસનો આરંભ કરીને પ્રાદેશિક ઉર્જા સુરક્ષા અને ટકાઉપણું વધારવાની તેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવી છે.ભૂટાનના પ્રતિનિધિમંડળ અને અદાણી ગૃપ વચ્ચે ચાલી રહેલી ચર્ચાઓ ટકાઉ વિકાસના લક્ષ્યોને આગળ વધારવા સાથે વ્યૂહાત્મક ભાગીદારી દ્વારા પ્રાદેશિક આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા માટેની સહિયારી પ્રતિબદ્ધતા દર્શાવે છે.

You Might Also Like

ગુડગાંવમાં યુવતી સાથે લિવ-ઈન પાર્ટનરની બર્બરતા, 3 દિવસ માટે જીવન નર્ક બની ગયું

સ્મોક, એક્શન, હિંસા… ડ્રગ લોર્ડ ‘અલ મેન્ચો’ના મૃત્યુ પર મેક્સિકો સળગી રહ્યું છે

ગુજરાતના પ્રથમ પ્રવાસમાં જોવા મળ્યા નીતિન નવીનના અનેક રૂપ, કાર્યકરો સાથે બેઠા રાષ્ટ્રીય અધ્યક્ષ

સચિન પાયલોટ બની શકે છે ગુજરાતના પ્રભારી, રાજકીય વર્તુળોમાં ઝડપથી ઉભરી રહ્યું છે નામ

બુલડોઝર ગર્જ્યું, 1489 ગેરકાયદે મિલકતો તોડી પાડવાની કામગીરી શરૂ

#hotlinenews
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
કેજરીવાલની ગુજરાત મુલાકાત પહેલા પાર્ટીએ નાની ઉંમરે મોટી જવાબદારી સોંપી, કોણ છે કરણ બારોટ?
Hotline News Hotline News July 24, 2025
કુદરતી આફતોથી લઈને જ્વાળામુખી સુધી… શું ભવિષ્ય પુરાણની આગાહીઓ સાચી પડી રહી છે?
Mahakumbh 2025: મહાકુંભના સમાપન પ્રસંગે ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ શેર કર્યા સેવાભાવના સંસ્મરણો
ભારતના નેતૃત્વની વાર્તાને કેવી રીતે પ્રેરણા આપે છે કુંભઃ ગૌતમ અદાણી
સુરત એરપોર્ટ પર વિમાનનું ઈમરજન્સી લેન્ડીંગ: કમાન્ડોએ મુસાફરોને આંતકીઓથી મુક્ત કરાવ્યા
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsખેલકૂદ

IND vs SA: દક્ષિણ આફ્રિકા સામેની મેચ પહેલા ભારતની ચિંતા વધી, આ ઝડપી બોલર હાર્દિકના શોટથી ઘાયલ થયો

Hotline News Hotline News February 23, 2026
Top Newsગુજરાત

ફ્લેટ પર આવો… યુવતીએ બોલાવ્યા પછી કપડાં ઉતારી દીધા, 1 કરોડની છેતરપિંડીનો હનીટ્રેપનો કિસ્સો

Hotline News Hotline News February 23, 2026
Top Newsગુજરાત

ગુજરાતના દરિયાકાંઠે ‘અલ મુખ્તાર’ નામની વિદેશી બોટ ઝડપાઈ, 5 કરોડની વિદેશી સિગારેટ સાથે 4 ઈરાનીની ધરપકડ

Hotline News Hotline News February 23, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?