ગાંધીનગરઃ રાહુલ ગાંધીના નિવેદનને લઇ કોંગ્રેસ કાર્યાલય પર હલ્લાબોલ થતા ગાંધીનગરમાં અમિત ચાવડાએ વળતો જવાબ આપ્યો હતો. સાંસદમાં હિન્દુત્વના મુદ્દે રાહુલ ગાંધીએ કરેલા નિવેદન બાદ ગુજરાત પ્રદેશ કાર્યાલયમાં કેટલાક લોકો દ્વારા તોડફોડ કરવાની ઘટના બની હતી. જેના વિરોધમાં કોંગ્રેસના નેતા અમિત ચાવડા એ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે ગઈ રાત્રે પ્રદેશ કાર્યાલય ઉપર ભારતીય જનતા પાર્ટી અને આરએસએસના ગુંડાઓએ હુમલો કર્યો છે, જે નીંદનીય છે.
સરકારે દોષિતો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ અમિત ચાવડાએ કરી હતી. આ તબક્કે તેમણે એમ પણ કહ્યું હતું કે, દેશની જનતાના મુદ્દા સાંસદની અંદર ઉઠાવવામાં આવી રહ્યા છે ત્યારે ભાજપના નેતાઓના ઇશારે આવા હુમલા થતો હોવાનો આક્ષેપ કર્યો હતો. તો બીજી તરફ 27% ઓબીસી અનામત અંગે અમિત ચાવડાએ નિવેદન આપ્યું હતું કે, સરકારે ઝવેરી પંચના રિપોર્ટની અવગણના કરી ઉપર વટ જઈ 27% અનામતની જાહેરાત કરી છે.
ત્યારે હવે બાકી રહેલી તમામ ચૂંટણીઓ વહેલાસર કરાવે તેવી માંગ અમિત ચાવડાએ કરી છે, જ્યારે જવાહર ચાવડાના મુદ્દે અમિત ચાવડાએ મીડિયા સામે વ્યક્ત કર્યું હતું કે આંતરિક લડાઈનો ઝગડો હવે બજારમાં આવશે અને તેનો અનુભવ ભારતીય જનતા પાર્ટીને આ ચૂંટણીઓમાં થઈ ગયો છે. આમના સમયમાં અંદરના કચવાટનો પડદા ફાસ થશે તેવું રાજકીય નિવેદન આપ્યું હતું.