નવી દિલ્હીઃ સંસદના ચાલી રહેલા સત્ર દરમિયાન સોમવારે રાહુલ ગાંધીના હિન્દુ સમાજને હિંસક ગણાવતા નિવેદન પર હોબાળો થયો હતો. આ દરમિયાન પીએમ મોદીએ પણ રાહુલ ગાંધીના નિવેદન પર નારાજગી વ્યક્ત કરી હતી. રાહુલ જ્યારે બોલી રહ્યા હતા ત્યારે અચાનક પીએમ મોદી ઉભા થયા અને કહ્યું કે હિન્દુ સમાજને હિંસક કહેવું એ ગંભીર બાબત છે.
રાહુલ ગાંધીએ સંસદમાં કહ્યું, શિવજી કહે છે ડરશો નહીં, ડરાવશો નહીં… તેઓ નિર્ભય મુદ્રા પણ બતાવે છે… પરંતુ જેઓ પોતાને હિંદુ કહે છે તેઓ હંમેશા હિંસા, હિંસા, હિંસા કરે છે… બાદમાં, સંસદ ભવનમાં હંગામો થયો શરુ થઈ ગયો છે. રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે હિન્દુ ધર્મમાં સ્પષ્ટ લખેલું છે કે સત્યની સાથે ઊભા રહેવું જોઈએ, સત્યથી ડરવું જોઈએ નહીં, સત્ય આપણું પ્રતીક છે. આ દરમિયાન સંસદ ભવનમાં હાજર તમામ સાંસદોએ રાહુલ ગાંધીના નિવેદનનો વિરોધ ચાલુ રાખ્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું, દરેક લોકો બૂમો પાડી રહ્યા છે કારણ કે તેમના હૃદયમાં તીર વાગી ગયું છે. આ પછી સ્પીકર ઓમ બિરલા સંસદમાં શાંતિ સ્થાપિત કરવાનો પ્રયાસ કરે છે.
આ પછી પીએમ મોદીએ કહ્યું કે આ મુદ્દો ખૂબ જ ગંભીર છે, સમગ્ર હિન્દુ સમાજને હિંસક કહેવું ગંભીર મુદ્દો છે. આ પછી ભૂપેન્દ્ર યાદવ અને ગૃહમંત્રી અમિત શાહે પણ રાહુલ ગાંધીના નિવેદનનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીએ કહ્યું છે કે જેઓ પોતાને હિંદુ કહે છે, હિંસાની વાત કરે છે અને હિંસા કરે છે. આ દેશમાં તેઓ કદાચ જાણતા નથી, પરંતુ લાખો લોકો ગર્વથી પોતાને હિંદુ કહે છે. શું તેઓ બધા હિંસા કરે છે? કોઈપણ ધાર્મિક અથવા બંધારણીય હોદ્દા ધરાવતા કોઈપણ વ્યક્તિએ આવું કહેવા માટે માફી માંગવી જોઈએ.