મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટાઉન પ્લાનર્સ – ઇન્ડિયાના વેસ્ટર્ન ઝોનની બે દિવસીય કોન્ફરન્સનો શુભારંભ કરાવ્યો હતો. આ વેળાએ મુખ્યમંત્રી એ શહેરી આયોજન ક્ષેત્રના અગ્રણીઓ સાથે સંવાદ સાધ્યો હતો. આ વેળાએ મુખ્યમંત્રી એ જણાવ્યું હતું કે, શહેરો “લિવેબલ” અને “લવેબલ” બને એ રીતે વિકાસનું આયોજન થાય એ જરૂરી છે. માત્ર વિકાસ નહીં.. પણ સસ્ટેનેબલ વિકાસ પર સરકાર ભાર મૂકી રહી છે. આ માટે ગ્રીન મોબિલિટીથી વોટર તથા વેસ્ટ રિસાયકલિંગ સહિતની બાબતોને ધ્યાનમાં લઈને શહેરી વિકાસનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
મુખ્યમંત્રીએ આ પ્રસંગે શહેરી વિસ્તારોમાં વધુને વધુ વૃક્ષારોપણનું આયોજન થાય તેવું આહવાન કર્યું હતું. આ બે-દિવસીય કોન્ફરન્સમાં ટાઉન પ્લાનિંગની દિશામાં ખૂબ પ્રોડક્ટીવ વિચારવિમર્શ થાય અને તેનો અત્યાધિક લાભ રાજ્ય અને દેશના નાગરિકોને મળે તેવી શુભકામના પણ પાઠવી હતી.
– મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટાઉન પ્લાનર્સ બે દિવસીય કોન્ફરન્સનો કરાવ્યો શુભારંભ
– અમદાવાદ ખાતે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટાઉન પ્લાનર્સ – ઇન્ડિયાના વેસ્ટર્ન ઝોનની કોન્ફરન્સ શુભારંભ
– મુખ્યમંત્રી એ શહેરી આયોજન ક્ષેત્રના અગ્રણીઓ સાથે સંવાદ સાધ્યો
– શહેરો “લિવેબલ” અને “લવેબલ” બને એ રીતે વિકાસનું આયોજન થાય એ જરૂરી :મુખ્યમંત્રી
– મુખ્યમંત્રી એ શહેરી વિસ્તારોમાં વધુને વધુ વૃક્ષારોપણનું આયોજન થાય તેવું આહવાન કર્યું